SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૯ : ન્યાય (ચાલુ) : પ્રિ. આ. ૧૧૯-૧૨૨] ૬૫ (૪) આચાર્ય ભગવાન મલ્લવાદી ક્ષમાશ્રમણ અને ભર્તૃહરિનો સમય. (૫) નન્દીસૂત્ર અને નયચક્ર. (૬) ભર્તુહરિ ઔર દિનાગ કા સમય. P ૧૨૧ (૭) ભર્તુહરિ અને દિનાગ. [(૮) નચચક્રની વૃત્તિમેં વિદ્યમાન વૈશેષિક ગ્રંથ વ ગ્રંથકારોં કા વિશિષ્ટોલેખ.] સપ્તભંગીતરંગિણી (ઉ. વિ. સં. ૧૭૦૦)- આના કર્તા દિ. વિમલદાસ છે. એઓ અનન્તદેવસ્વામિના શિષ્ય થાય છે. એમણે આ મુખ્યતયા ગદ્યમાં રચાયેલી કૃતિમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, અવ્યક્તવ્ય ઇત્યાદિ સાત ભંગોનું નિરૂપણ કર્યું છે. સપ્તભંગી તરંગિણી (ઉ. વિ. સં. ઉ૭૮૩) આના કર્તાન્યાયચાર્ય યશોવિજયગણિ છે. એમણે આ કૃતિનો ઉલ્લેખ લઘુસ્યાદ્વાદરહસ્ય તેમજ બૃહ-સ્યાદ્વાદરહસ્યમાં કર્યો છે ખરો પણ હજી સુધી તો એ મળી આવી નથી. (લઘુસ્યા. પીંડવાડા ભારતીય પ્રા. દ્વારા પ્રસિદ્ધ થયેલ છે.] . સપ્તભંગીપ્રકરણ ( ) – આ કૃતિ વિજયરાજસૂરિના શિષ્ય દાનવિજયે રચી છે. સપ્તભંગીસ્વરૂપ- આ નામની એક કૃતિ લીંબડીના ભંડારમાં છે. "સપ્તભંગીનયપ્રદીપ–આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિને નોંધી જિ. ૨. કો. (વિ. ૧, પૃ. P ૧૨૨ ૪૧૬)માં છે. સપ્તભંગી-નયપ્રદીપ કિવા નયપ્રદીપ’ (ઉ. વિ. સં. ૧૭૪૩) – આના કર્તા બન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એમાં એમણે સપ્તભંગી અને નૈગમ વગેરે સાત નયો એમ બે વિષયનું નિરૂપણ ૧. જુઓ “આ. પ્ર.” (પુ. ૪૯, અં. ૮). ૨. આ દેવાનન્દસુવર્ણાકમાં પૃ. ૨૬-૨૯માં છપાયો છે. ૩. આ કૃતિ “શાસ્ત્રમુક્તાવલી"માં કાંજીવરમથી ઈ. સ. ૧૯૦૧માં અને “રા. જે. મા.”માં વીરસંવત્ ૨૪૩૧ (ઇ. . ૧૯૦૪)માં પ્રસિદ્ધ કરાઈ છે. ૪. આને લંગતી કેટલીક માહિતી મેં યશોદોહન (પૃ. ૫. ૧૧, ૨૯, ૮૦, ૧૫૮, ૧૬૬ ૧૬૯)માં આપી છે. ૫. ન્યાયતીર્થ ન્યાયવિશારદ ઉપાધ્યાય મંગલવિજયજીએ ગુજરાતીમાં સપ્તભંગીપ્રદીપ નામની કૃતિ રચી છે. અને એ વિ. સં. ૧૯૭૭માં પ્રકાશિત કરાઈ છે. ૬. “સપ્તભંગી-નયપ્રદીપ-પ્રકરણ'ના નામથી આ કૃતિ બાલબોધિની સહતિ “વિજયનેમિસૂરિગ્રંથમાલા”માં વિ. સં. ૨૦૦૩માં પ્રકાશિત થયેલી છે. એમાં મૂળ કૃતિમાં અપાયેલા તમામ અવતરણોનાં મૂળ અપાયાં નથી. ૭. આ નામથી આ કૃતિ ન્યાયચાર્યની બીજી નવ કૃતિઓ સહિત “જે. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૫માં પ્રકાશિત કરાઈ છે. એમાં પત્ર ૯૭આમાં “તિ સતપંકીસમર્થનઃ પ્રથમ:' એવો ઉલ્લેખ છે પણ અંતમાં દ્વિતીયસર્ગઃ' એવો કોઇ ઉલ્લેખ નથી. ૮. આ વિ. સં. ૧૬૬૫માં રચાઈ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૦૪)માં ઉલ્લેખ છે પણ એ બ્રાંત છે કેમકે એ સમયે તો ન્યાયાચાર્ય પ્રકાંડ વિદ્વાન નહિ હશે. ૯. એમની પાઇયમાં જીવનરેખા માટે જુઓ “જૈ. સ. પ્ર.” (વ. ૨, અં. ૯). ૧૦. આ ઉપરથી શ્રીવિજયલાવણ્યસૂરિએ પૃ. ૩૦માં “દ્વિતીયસર્ગે નયપ્રદીપપ્રકરણમ્” એવો ઉલ્લેખ કર્યો છે પરંતુ સપ્તભંગી માટે પ્રથમ સર્ગ જેવો ઉલ્લેખ કર્યો નથી. વળી “સર્ગ' એવું વિભાગનું નામ એમણે શા આધારે યોજયું છે તે જાણવું બાકી રહે છે. JUSI.3International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy