SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૯ : ન્યાય (ચાલુ) : પ્રિ. આ. ૧૧૫-૧૧૮] ૬૩ સ્વોપજ્ઞ ભાષ્ય-આ એક પદ્ય ઉપર મલ્લવાદીએ જાતે ભાષ્ય રચ્યું છે. એની કોઈ સ્વતંત્ર રે ૧૧૭ હાથપોથી મળતી નથી જો કે વિ. સં. ૧૨૦૭ સુધી તો તે ઉપલબ્ધ હતી. એથી એની ટીકા ઉપરથી આ ભાષ્યની સંકલના કરાય છે. એમાં બાર નયોનું નિરૂપણ છે. વિધિ આદિ પહેલા છ નો દ્રવ્યાર્થિક છે તો બાકીના છે પર્યાયાર્થિક છે. આરા ૧-૨-૪-૫-૬-૭-૮-૯-૧૦ અને ૧૧-૧૨ એ અનુક્રમે વ્યવહાર, સંગ્રહ, નગમ, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એમ સાત નો સાથે સંબદ્ધ છે બે આરા વચ્ચેની ખાલી જગ્યા એ પૂર્વ નયના ખંડનરૂપે છે. ટીકા-આ મૂળ કૃતિ અને એના સ્વપજ્ઞ ભાષ્ય ઉપરની ટીકા છે. એ ચક્રની નેમિ ઉપરના પાટાની વૃત્તિને સ્થાને છે. એના રચનારનું નામ કેટલાકને મતે સિંહસૂર છે. તો કેટલાક એમને સિંહસૂરિ કહે છે. આ ટીકાનું નામ ન્યાયાગમાનુસારિણી હોવાનું જણાવાય છે. એનું પરિમાણ ૧૮OOO શ્લોક જેવડું છે. પ્રથમ નેમિ પૂરતી ટીકા સૌથી મોટી–લગભગ સમગ્ર ટીકાના અડધા અંશ જેટલી છે જયારે તૃતીય નેમિની નાની છે. આ ટીકામાં નિર્દેશાયેલા કેટલાક ગ્રન્થો આજે ઉપલબ્ધ નથી. કેટલીક દાર્શનિક વિચારધારાઓ પણ નાશ પામી છે. આ ટીકામાં પ્રમાણસમુચ્ચય અને કિટી એ અનુક્રમે બૌદ્ધ અને વૈશેષિક ગ્રંથોનો ઉપયોગ કરાયો છે. 'હસ્તવાલ-પ્રકરણ નામના બૌદ્ધ ગ્રંથનો આમાં ઉલ્લેખ છે. P ૧૧૮ | સિંહસૂરિ ક્ષમાશ્રમણનો ઉલ્લેખ આવસ્મયની ચણિમાં છે. વળી વિસસા.ની ટીકામાં કોટ્ટાર્યવાદિગણિ મહત્તરે પણ ઉલેલખ કર્યો છે એટલું જ નહિ પણ આ સૂરિની કોઇક કૃતિમાંથી નિમ્નલિખિત પદ્ય ઉદ્ધત કર્યું છે :-૫ "सामान्यं निर्विशेषं द्रवकठिनतयोर्वार्यदृष्टं यथा किम् ? योन्या शून्या विशेषास्तरव इव धरामन्तरेणोदिता के ? । किं निर्मूलप्रशाखं सुरभि खकुसुमं स्यात् प्रमाणप्रमेयम् ? स्थित्युत्पत्तिव्यायात्म प्रभवति हि सतां प्रीतये वस्तु जैनम् ॥" ઉપર્યુક્ત બે સ્થળે જે સિંહસૂરિ ક્ષમાશ્રમણનો ઉલ્લેખ છે તે બંને એક જ વ્યક્તિ હશે કે કેમ અને એઓ જ ન્યાયાગમાનુસારિણીના પ્રણેતા છે કે કેમ તેનો નિર્ણય કરવો બાકી રહે છે. ૧. આની ઉપલબ્ધ પ્રાચીનતમ હાથપોથી ‘વિધિ પક્ષના ધર્મસૂરિએ લખાવેલી ભાવનગરમાં છે. એઓ વિ. સં. ૧પ૯૯માં દીક્ષા લઇ.વિ. સં. ૧૬૦૨માં સૂરિ બન્યા હતા. એઓ વિ. સં. ૧૬૭૦માં સ્વર્ગે સંચર્યા હતા. એ વિચારતાં આ હાથપોથી લ. વિ. સં. ૧૬પ૦ની હોવાનું મનાય છે. ૨. આનો ઉલ્લેખ રાવણ નામના કવિએ અનર્ધરાઘવમાં કર્યો છે એમ ઉપર્યુક્ત તૃતીય વિભાગના પ્રાકકથનમાં ઉલ્લેખ છે. ૩. જુઓ ઉપર્યુક્ત પ્રાકથન. ૪. આના પરિચય માટે જુઓ “આ. પ્ર.' (પૃ. ૪૯, અં.૧) ગત “નયચક્ર ગ્રંથ અને બૌદ્ધ સાહિત્ય' નામનો લેખ. ૫. જુઓ હૃા. નં૦ (વિ. ૧)નું સંસ્કૃત પ્રાકથન (પૃ. ૩૦-૩૧). For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy