SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૧૦૫-૧૦૯] P ૧૦૮ લઘુમહાવિદ્યાવિડંબનનો પ્રારંભ મહાવીરસ્વામીને અંગેના એક પદ્યથી કરાયો છે. અંતમાં ચાર પડ્યો છે. બાકીનું લખાણ ગદ્યમાં છે. આ કૃતિ દ્વારા મહાવિદ્યાનું ખંડન કરાયું છે. એમાં શબ્દની નિત્યતા અને અનિત્યતાનો વિચાર કરાયો છે. જલ્પકલ્પલતા (લ. વિ. સં. ૧૫૨૫)- આ “તપ” ગચ્છના રત્નશેખરસૂરિના આજ્ઞાંકિત અનુયાયી અને નદિર–ગણિના શિષ્ય રત્નમંડનગણિનીકૃતિ છે. સુકૃતસાગર, મુગ્ધમેધાકરાલંકાર વગેરે એમની રચના છે. સોમસૌભાગ્યકાવ્ય (સ. ૧૦, ગ્લો. ૪૪)માં એમનો ઉલ્લેખ વર્તમાનકાલીન ક્રિયાપદ દ્વારા કરાયો છે એટલે એ કાવ્ય જે વિ. સં. ૧૫૨૪માં રચાયું તે સમયે એઓ વિદ્યમાન હોવાનું અનુમનાય છે. વિષય- પ્રસ્તુત ગદ્યપદ્યાત્મક કૃતિ ત્રણ સ્તબકમાં વિભક્ત છે અને એ “મંડન' અંકથી અંકિત છે. એ વાદી દેવસૂરિના કોઇ શિષ્ય નામે માણિજ્ય અને કોઈ નૈયાયિક નામે શંકર કે જે વારાણસીનો નિવાસી હતો તે વચ્ચેના સંવાદરૂપે રજૂ કરાઈ છે. એ દ્વારા ન્યાય, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર એ ત્રણ વિષયોનું નિરૂપણ કરાયું છે. પ્રથમ સ્તબકનું નામ “સાધનાસિદ્ધિ છે અને એમાં ર૬ પડ્યો છે. દ્વિતીય સ્તબકનું નામ “શેષહેતુચતુર્દોષોદય' છે અને એમાં ૧૩ પદ્યો છે. એમાં નીચે મુજબના જલ્પને સ્થાન અપાયું છે : ગૃહીતમુક્તાક્ષર, સમસંખ્યાક્ષરવાક્ય (અષ્ટદશાક્ષરીય), નિયતાનુપ્રાસ, ગુપ્ત.(રઘુપ્રથમ) શ્લોક, કરપલ્લવી, વાક્યાન્તવર્ણક્ય, કૃધાતુ, ચેકીયિતક્રિયા, નામધાતુ અને ગમ્યાતિ. તૃતીય સ્તબકનું નામ “એકાદિમત્રમ્બકાસિદ્ધિ (ખશ્કેન્દ્રમુકુટેક્યાદિ-ખંડન)' છે અને એમાં ૨૭ પદ્યો છે. વિશેષમાં એમાં નિમ્નલિખિત જલ્પ છે : અદાદિક્રિયા, ચિત્રચિત્ર, સંહિતવાક્યદ્રય, પ્રાકૃત અને જલપા. ચિત્રવૈચિરાજલ્પને અંગેનું લખાણ નીચે પ્રમાણેનાં આકારચિત્રોનું એકેક ઉદાહર પૂરું પાડે છે – છત્ર, ધનુષ્ય, મુસલ (સાંબેલુ), ભલ્લ (ભાલો), વજ, જલ-કમલ અને સ્થલ-કમલ જલપદ્મનું ઉદાહરણ પણ આકારચરિત્ર સાથે સંબદ્ધ છે. અને એમાં ‘નઃ' ૩૪ વાર વપરાયો છે જ્યારે જલ-કમલમાં ‘ક’ ૧૨ વાર અને “સ ૬ વાર છે. P ૧૦૯ ૧. આ કૃતિ “દે, લા. જૈ. પુ. સંસ્થા' તરફથી ઇ.સ. ૧૯૧૨માં પ્રકાશિત કરાઈ છે. એમાં લગભગ પ્રારંભમાં આઠ આકારચિત્રને અંગે એકેક ચિત્ર અપાયું છે. ૨. જુઓ “જૈ. સ. પ્ર.” (વ. ૧૨, અં. ૭, પૃ. ૧૯૫). ૩. આ કાવ્યશાસ્ત્રને અંગેની કૃતિ છે. આ સંબંધમાં જુઓ મારો લેખ “મુગ્ધમેધા(કરા)લંકાર અને એના જલ્પકલ્પલતા ઇત્યાદિ ભાંડુઓ.” આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૭૫, અં. ૧૦ અને ૧૧)માં બે કટકે છપાયો છે. ૪. આને લગતું લખાણ જ. મ. માં છે. ૫. આ સાતેનું એકેક ચિત્ર તેમ જ જલપદ્મનું ચિત્ર છપાયેલાં છે. જુઓ ટિ. ૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy