SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ દ્વિતીય પ્રકાશમાં પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદ સૂચવી પ્રત્યક્ષનું લક્ષણ આપી બૌદ્ધોના પ્રત્યક્ષના લક્ષણનું અને યૌગોને અભિમત સંનિકર્ષનું ખંડન કરાયું છે. ત્યાર બાદ પ્રત્યક્ષના સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે પ્રકાર દર્શાવી બંનેના લક્ષણ અને એ બંનેના ઉપપ્રકારોની સમજણ અપાઈ છે. અંતમાં સર્વજ્ઞના સિદ્ધિ કરી તીર્થકર સર્વજ્ઞ હોવાનું સિદ્ધ કરાયું છે. તૃતીય પ્રકાશમાં પરોક્ષ પ્રમાણ અને એના ભેદોનાં લક્ષણ વિચારાયાં છે. પછી પરાર્થનુમાનનાં અવયવોની સંખ્યા વગેરે બાબતની ચર્ચા કરાઈ છે. ત્યારબાદ બૌદ્ધોના નૈરૂપ્ય હેતુનું અને તૈયાયિકોના પંચરૂપ્ય હેતુનું નિરાકરણ કરાયું છે. અંતમાં સત્ત્વના બે પ્રકાર અને એ બંનેની અનેકાન્તતા, નયનાં લક્ષણ અને પ્રકારો તેમ જ સપ્તભંગી વિષે નિરૂપણ છે. પ્રસ્તુત કૃતિમાં કેટલાક જૈન અને અજૈન ગ્રન્થકારોના તેમ જ ગ્રન્થોનો ઉલ્લેખ છે. એ પૈકી અહીં હું દિદ્ભાગ, શાલિકાનાથ, ઉદયન અને વામન એ ચાર અજૈન ગ્રન્થકારોની નોંધ લઉં છું. જે કેટલાક દિગંબર ગ્રન્થોનો નિર્દેશ કરાયો છે તે પૈકી પત્રપરીક્ષા નોંધપાત્ર જણાય છે. P ૧૦૬ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ તર્કભાષા (પરિ. ૧, પૃ. ૧૧)માં તર્ક વિષે ઊહાપોહ કરતી વેળા ધર્મભૂષણનો ઉલ્લેખ કર્યો છે અને એ દ્વારા એમની ન્યાયદીપિકા (પ્ર. ૩, પૃ. ૬૨)નું સૂચન કર્યું છે. એવી રીતે પૃ. ૧૮માં હેત્વાભાસને અંગે એમણે ધર્મભૂષણે માનેલા અકિંચિકર નામના ચોથા હેત્વાભાસની ના પાડી છે અને એ પ્રસંગે પણ એમનો ઉલ્લેખ કર્યો છે. પ્રકાશ- આ ટિપ્પણ છે. એ પં. દરબારીલાલની રચના છે. હિન્દી અનુવાદ– કેટલાકે ન્યાયદીપિકાના હિન્દીમાં અનુવાદ કર્યા છે. એમાં એક પં. દરબારીલાલનો છે. લઘુમહાવિદ્યાવિડંબન- આના કર્તા ભુવનસુંદરસૂરિ છે. એઓ ગુણરત્નસૂરિ પાસે ન્યાય ભણ્યા હતા. એમણે આ કૃતિ ઉપરાંત મહાવિદ્યાવિડંબનની વ્યાખ્યાનદીપિકા નામની ટીકા અને P ૧૦૭ મહાવિદ્યાદશશ્લોકી ઉપરના અજ્ઞાતકર્તક વિવરણનું ટિપ્પણ રચ્યાં છે. જૈ. ગ્રં. (પૃ. ૮૫) પ્રમાણે એમણે પરબ્રહ્મોત્થાપન-સ્થલ નામની કૃતિ રચી છે. આ પરબ્ર.'નું પ્રકાશન “જૈનદાર્શનિકપ્રકરણ સંગ્રહમાં થયું છે. લા. દ. વિદ્યામંદિરથી પ્રકાશિત થયું છે.] ૧. જુઓ ન્યાયદીપિકા (પૃ. ૧૦૦). ૨-૩. આ બંને વીરસેવામંદિરથી પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૦૪, ટિ. ૧. ૪. આ કૃતિ ભટ્ટ વાદીન્દ્રકૃત મહાવિદ્યાવિડંબન (સટીક) અને કુલાર્કકૃત દશશ્લોકી મહાવિદ્યાસૂત્ર (સટીક) સહિત ગા. પી. ગ્ર”માં ગ્રંથાંક ૧૨ તરીકે પૃ. ૧૫૨-૧૫૪માં ઇ.સ. ૧૯૨૦માં પ્રકાશિત થયેલી છે. કુલાર્કની ઉપર્યુક્ત કૃતિમાં શબ્દનું નિત્યત્વ સિદ્ધ કરવા માટે સોળ હેતુ રજૂ કરાયા છે. ૫. રત્નશેખરસૂરિએ અર્થદીપિકા (પત્ર ૧અ)માં જે વ્યાખ્યાનદીપિકાનો ઉલ્લેખ કર્યો છે તે આ જ છે કે કેમ ? ૬. આ ઉપર્યુક્ત “ગા. પી. ગ્રં.”માં છપાઇ છે શું મહાવિદ્યા-દશશ્લોકી ઉપરના અજ્ઞાતકર્તક વિવરણ સંબંધી ટિપ્પણ (પૃ. ૧૫૭)માં ભુવનસુંદરે મહાવિદ્યા-બૃહદ્રવૃત્તિની વ્યાખ્યા કર્યાનું કહેવાય છે તે એ જ છે ? ૭. આ ઉપર્યુક્ત “ગા. પૌ. ગ્રં.”માં છપાયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy