SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ પત્ર ૮આમાં “આવોવન વાચત્ર” એવા ઉલ્લેખપૂર્વક નિમ્નલિખિત અવતરણ અપાયું છે :'गत्वा यौगमतेऽक्षिपाणियुगपच्छीतेतरस्पर्शत : स्याद्वादं जगदीशदर्शितमसावातिष्ठिपद् विष्टपे । तत् पुण्यादिव देवतावदनतामग्निर्जगाम व्रजद् ધૂમધ્યાનમધત્ર નિગમનત્યાન ર્ન તેનસ્વિતામ્ !” ‘તર્કભાષા કિવા જૈનતર્કભાષા- આ ગદ્યાત્મક કૃતિ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચી છે. P ૧૧૦ એના પ્રારંભમાં એક પદ્ય છે અને અંતમાં પ્રશસ્તિરૂપે ચાર પદ્યો છે. વિષય- આ તર્કભાષા ન્યાયબિન્દુ અને મોક્ષાકરકત તર્કભાષાની જેમ ત્રણ પરિચ્છેદમાં વિભક્ત છે. એનાં નામ (૧) પ્રમાણ, (૨) નય અને (૩) નિક્ષેપ છે." પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારો અને એ બંનેના ઉપપ્રકારોનું તેમ જ સાથે સાથે પાંચ પ્રકારના જ્ઞાનનું નિરૂપણ છે અને અંતમાં સપ્તભંગી તેમ જ એનાં સકલાદેશ અને વિકલાદેશ એવાં બે સ્વરૂપનો વિષય ચર્ચાયો છે. દ્વિતીય પરિચ્છેદમાં, નયો અને નયાભાસો વિષે માહિતી અપાઈ છે. તૃતીય પરિચ્છેદમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપની સમજણ આપી એ | P ૧૧૧ નિક્ષેપોની નયોમાં યોજના કરાઈ છે. અંતમાં જીવને અંગે ચાર નિક્ષેપનો વિચાર કરાયો છે અને વિશેષ માટે "નયરહસ્યની ભલામણ કરાઇ છે. ૧. અન્યત્રથી કઇ કૃતિ સમજવી તેની તપાસ કરવી બાકી રહે છે. ૨. આ નામ આ કૃતિના આદ્ય પદ્યમાં તેમ જ અંતમાંના ત્રીજા પદ્યમાં છે જ્યારે જૈનતર્કભાષા એ નામ પુષ્મિકામાં જોવાય છે. આ કૃતિ જૈનતર્કપરિભાષા એ નામથી અન્ય નવ કૃતિઓ સહિત “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૫માં પ્રસિદ્ધ કરાઈ છે. ત્યારબાદ આ કૃતિ તાત્પર્યસંગ્રહા નામની સંસ્કૃત વૃત્તિ સહિત “સિ. જે. ગ્રં.”માં ઈ.સ. ૧૯૩૮માં છપાવાઈ છે. વળી આ મૂળ કૃતિ રત્નપ્રભા સહિત જે. જી. શાહ તરફથી ઈ.સ. ૧૯૫૧માં પ્રકાશિત કરાઈ છે અને એમાં અંતમાં વિષયાનુક્રમ સંસ્કૃત પદ્યમાં અપાયો છે. પિ. સુખલાલ સંપાદિત સંસ્કરણનું પુનર્મુદણનું “સરસ્વતી પૂ. ભંડાર' દ્વારા, શોભાચન્દ્ર ભારિલ્લના હિન્દી અનુવાદ સાથે અહમદનગરથી અને મુનિ ઉદયવલ્લભ વિ.ના ગુજ. વિવેચન સાથે “દિવ્યદર્શન” દ્વારા પ્રકાશન થયું છે.] ૩. યશસ્વત્સાગર જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૫૯) પ્રમાણે વિ. સં. ૧૭૫૯માં રચેલી કૃતિને આ નામથી ઓળખાવાય છે. એનાં વાસ્તવિક નામ જૈનવિશેષતર્ક અને સ્યાદ્વાદમુક્તાવલી છે એમ એ નામે કર્તાએ જાતે કરેલા નિર્દેશ ઉપરથી જણાય છે. યશસ્વતસાગરકૃત જૈન સપ્તપદાર્થી મુનિ હિમાંશુવિ. દ્વારા સંપાદિત થઈ વિજયધર્મસૂરિગ્રં. માં ઉજ્જૈનથી વી. સં. ૨૪૬૦માં પ્રસિદ્ધ થયેલ છે.] ૪. આ કૃતિને લગતી કેટલીક માહિતી મેં યશોદોહન (પૃ. ૨૫, ૨૯, ૩૦, ૬૩, ૮૧, ૪, ૧૦, ૧૯, ૨૧, ૨૭, ૧૩૬-૧૩૮ ૧૪૫ અને ૨૪૧)માં આપી છે. ૫. લઘીયઐયમાં આ ત્રણ વિષયોનું મુખ્યતયા પ્રતિપાદન છે. આ તર્કભાષાના ત્રીજા પરિચ્છેદમાં પ્રારંભમાં લધીયઐયમાંથી અવતરણ અપાયું છે. ૬. આ ઉપરથી સામાન્ય રીતે એ ફલિત થાય છે કે તર્કભાષા એ નરહસ્યની પછી રચાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy