SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૯૭-૧૦૧] ૫૩ મેળવ્યું હતું. દા.ત. ધવલક્ક (ધોળકા)માં ધબ્ધ, સત્યપુરમાં કાશ્મીર સાગર, ચિત્રકૂટ-(ચિતોડ)માં ભાગવત P ૯૯ સંપ્રદાયના શિવભૂતિ, ગોપગિરિમાં ગંગાધર, ધારામાં ધરણીધર, પુષ્કરિણીમાં બ્રાહ્મણ પદ્માકર, ભૃગુક્ષેત્ર (ભરૂચ)માં બ્રાહ્મણ કૃષ્ણ અને નાગપુરમાં દિ. ગુણચન્દ્ર. વિશેષમાં વિ. સં. ૧૧૮૧માં એમણે દિ. કુમુદચન્દ્રને વાદમાં પરાસ્ત કર્યા હતા. એમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૦૨૬માં થયો હતો. એમણે સંસ્કૃત કૃતિઓ ઉપરાંત પાઇયમાં ત્રણ અને અપભ્રંશમાં એક એમ ચાર કૃતિઓ રચી છે. પ્રારંભમાં એક પદ્યવાળી પ્રસ્તુત કૃતિ આઠ પરિચ્છેદમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૨૦, ૨૭, ૧૦૯, ૪૭, ૮, ૮૭, ૨૭ અને ૨૩ એમ એકંદર ૩૭૮ સૂત્રો છે. એ પ્રમાણો, નયો, સપ્તભંગી, સકલાદેશ અને વિકલાદેશ વિષે માહિતી પૂરી પાડે છે. કૃતિ ઉપર નીચે મુજબની બે મહત્ત્વપૂર્ણ વૃત્તિઓ છે :- R ૧૦૦ (૧) સ્યાદ્વાદરનાકર- આ ૮૪000 શ્લોક જેવડી વૃત્તિ કર્તાએ જાતે રચી હતી. એમ ન્યાયાચાર્યે પોતાના પ્રથમ કાગળ (પૃ. ૮૬)માં કહ્યું છે પરંતુ, અદ્યાપિ ૧૩000 શ્લોકપ્રમાણ જ મળી છે. અને એ જૈન ન્યાયના અભ્યાસ માટે ખાસ ઉપયોગી છે. આ મહાકાય ગ્રંથની રચનામાં કર્તાના બહુશ્રુત વિનય રત્નપ્રભસૂરિએ સહાય કરી હતી. આનો ઉલ્લેખ કર્તાએ જાતે આમાં કર્યો છે. (૨) પરત્નાકરાવતારિકા- આ મૂળ કૃતિ ઉપરની રત્નપ્રભસૂરિની વૃત્તિ છે. એ સૂરી વાદી દેવસૂરિના શિષ્ય થાય છે. એમની આ વૃત્તિ પણ અભ્યાસીને કામની છે. આ ૨. તા.ના પ્રારંભમાં સ્યાદ્વાદરત્નાકરની મહત્તા એને સમુદ્રનું રૂપક આપી દર્શાવાઇ છે અને એ દ્વારા નવ બાબતોનો નિર્દેશ કરાયો છે. પ્ર. ન. ત. (પરિ. ૨, સૂ. ૨૬)ને અંગેની ૨. તા. માં શિવની સિદ્ધિનો નાશ ક્રિયાપદનાં “તિ’ અને ‘તે' એ બે વચન, નામની વિભક્તનાં ત્રણ વચન તેમ જ ત, થ, દ, ધ, ન, ૫, બ, ભ, મ, ય, ર, લ, અને વ એ તેર અક્ષરોના પ્રયોગ દ્વારા કરાયો છે. આ ૨. તા. ના આદ્ય પદ્યના ૧૧૧ અર્થો જિનમાણિજ્યગણિએ કર્યા છે. P ૧૦૧ પંજિકા (લ વિ. સં. ૧૪૧૦)- આ ૨. તા. ઉપર પ્રબંધકોશના પ્રણેતા રાજશેખરે રચેલી પંજિકા છે. ટિપ્પણ (ઉ. વિ. સં. ૧૪૧૫)- આ ૨. તા.ને અંગેનું ટિપ્પણ ઉપર્યુક્ત રાજશેખરસૂરિની આજ્ઞાથી જ્ઞાનચન્ટે કર્યું છે. એઓ પૂર્ણિમા” ગચ્છના ગુણચન્દ્રના શિષ્ય થાય છે. ૧. એ બ્રાહ્મણ શિવાદ્વૈતને માનતા હતા. ૨. આ ચારે કૃતિઓ પ્રકરણ-સમુચ્ચય (પત્ર ૪૩-૫૩)માં છપાવાઈ છે. ૩. કોઈકે અવચૂરિ રચી છે. [જિ. આ. ટ્રસ્ટ દ્વારા સં. ૨૦૫૮માં અજ્ઞાતકર્તક અવસૂરિ પ્રસિદ્ધ થઈ છે.] ૪. આ પુના વગેરે સ્થળેથી છપાયો છે. પ. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૫૨. ૬. આને અંગે વપરાયેલાં વિશેષણોને લગતા સમાસોના વિગ્રહ ઈ.સ. ૧૯૬પની આવૃત્તિ (જુઓ પૃ. ૯૮, ટિ. ૧)ના અંતમાં અપાયા છે. ૭. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૪૬૬-૪૬૭). ૮-૯, આ પ્રસિદ્ધ કરાઈ છે. જુઓ પૃ. ૫૨, ટિ. ૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy