SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ P ૧૦૨ P ૧૦૩ સન્મુલન અને આક્ષેપ – પં. બંશીધરે “પ્રમાણનયતત્ત્વાલો કાલંકાર કી સમીક્ષા'' નામનો હિન્દી લેખ લખી પ્ર. ન. ત.નું પરીક્ષામુખ સાથે સંતુલન કર્યું છે. આ પરીક્ષામુખનો પ્ર. ન. ત.ની રચનામાં પુષ્કળ ઉપયોગ કરાયો છે તેમ છતાં એનો નિર્દેશ વાદી દેવસૂરિએ કર્યો નથી તેમ જ પ્ર. ન. ત.નાં કેટલાંક સૂત્રો વ્યવસ્થિત નથી ઇત્યાદિ આક્ષેપો આ લેખમાં કરાયા છે. H I L (p. 201, fn.) માં કહ્યું છે કે આઈને અકબરીમાંના જૈન પ્રકરણગત પ્રમાણને અંગેનું લખાણ પ્રમાણનયતત્તાલોકલકાર સાથે ઘણું સામ્ય ધરાવે છે. સારાંશ- ડો. સતીશચન્દ્ર વિદ્યાભૂષણે પ્ર. ન. ત. ગત વિષયોનો અંગ્રેજીમાં સારાંશ લખ્યો છે. અનુવાદો- પ્ર. ન. ત.ના પરિચ્છેદ ૧-પનો ગુજરાતી 'અનુવાદ શ્રી. મફતલાલ ઝવેરચંદ ગાંધીએ કર્યો છે જ્યારે એના આદ્ય બે પરિચ્છેદો તથા એ સંબંધી ૨. તા., પંજિકા અને ટિપ્પણનો "ગુજરાતી અનુવાદ શંકા-સમાધાનરૂપે સંવાદાત્મક શૈલીમાં શ્રીવિજયનીતિસૂરિના શિષ્ય મલયવિજયજીએ કર્યો છે. પહેલા આઠે પરિચ્છેદોનો હિન્દી અનુવાદ થયેલો છે. પ્ર. ન. ત. ને ૨. તા. ને અંગ્રેજીમાં ભાવાનુવાદ ડો. હરિસત્ય ભટ્ટાચાર્ય કર્યો છે. એ કટકે કટકે તેમ જ સળંગ સ્વરૂપે એમ બે રીતે પ્રકાશિત થયેલ છે. 'પ્રમાણમીમાંસા (ઉ. વિ. સં. ૧૨૨૯ – “કલિ.’ હેમચન્દ્રસૂરિની કૃતિ છે. એ હજી સુધી તો પૂરેપૂરી મળી આવી નથી. એ દ્વિતીય અધ્યાયના પ્રથમ આહ્નિકના પાંત્રીસમા સૂત્ર સુધીની આજે ઉપલબ્ધ છે. એમાં પ્રમાણોની ચર્ચા છે. આ કૃતિ “કલિ.” હેમચન્દ્રસૂરિકૃત શબ્દાનુશાસન વગેરે અનુશાસન બાદ રચાઇ છે. અને એ એમની અંતિમ કૃતિ હશે એમ એ સુખલાલે પોતાની પ્રસ્તાવના (પૃ. ૪૨)માં લખ્યું છે. સ્વપજ્ઞ વૃત્તિ- આ ઉપર્યુક્ત કૃતિની કર્તાએ જાતે રચેલી પરંતુ આજે અંશતઃ ઉપલબ્ધ વૃત્તિ છે. અ. ૨, આ. ૧, સૂ. ૩૫ની વૃત્તિ અપૂર્ણ સ્વરૂપે આજે મળે છે. ૧. આ લેખ જે. સિ. ભા.” (Vol. II, Nos. 1-2.)માં છપાયો છે. ૨. આનો કર્નલ જેરેથ (jareth) દ્વારા અંગ્રેજીમાં અનુવાદ કરાયેલા છે અને એ “એશિયાટિક સોસાયટી ઓફ બેંગૉલ” તરફથી પ્રસિદ્ધ કરાયેલો છે. ૩. આ A History of Indian Logic (p. 200 ft.)માં છપાયો છે. ૪-૫. આ બંને પ્રકાશિત છે. જુઓ 52 ટિ. 3. ૬. આ પ્રકાશિત છે. જુઓ પૃ. 52 ટિ. 3. ૭. પ્રથમ પ્રકારનો અનુવાદ “ધ જૈન ગેઝેટ' (The Jaina Gazzette)માં (Vol. 17, Nos. 9-10 Vol. 22, No. 6)માં ઇ.સ. ૧૯૨૧થી ઇ.સ. ૧૯૨૬ના ગાળામાં અને બીજો “જૈ. સા. વિ. મું.'' તરફથી ઇ.સ. ૧૯૬૦માં છપાવાયો છે. / - કતિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત શ્રી. મોતીલાલ લાધાજીએ વીરસંવત્ ૨૪૫રમાં પ્રસિદ્ધ કરી હતી. ત્યાર બાદ સ્વપજ્ઞ નિ સહિત એ કૃતિ “સિ. જૈ .'માં ઇ.સ. ૧૯૩૯માં પ્રકાશિત કરાઇ છે. અને સંપાદન પં. સુખલાલે કર્યો છે અને : - હદીમાં પ્રસ્તાવના લખી છે. આ સંપાદનની એક વિશેષતા તે હિન્દીમાં અપાયેલાં ટિપ્પણો છે. આનું ઇને મંદ સરસ્વતી પૂ. ભંડાર અમદાવાદથી કર્યું છે. શોભાચન્દ્ર ભાટિલના હિન્દી અનુવાદ પ્રસિદ્ધ છે. નરત્ન વિ. અને મુનિરત્નજયાત વિ.ના ગુજ. વિવેચન સાથે રંજન વિ. લાયબ્રેરી માલાવાડાથી પ્રસિદ્ધ છે.] ૯. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy