SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પર જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ P ૯૮ "પ્રમાણપ્રકાશ- આ નામની સંભાવના આ પદ્યાત્મક કૃતિના તૃતીય પદ્ય ઉપરથી વિદ્વવલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ કરી છે. એના આઠમા પદ્યમાં કહ્યું છે કે કેવલિભુક્તિ અને સ્ત્રીમુક્તિનો વિચાર કરાશે. આ ઉપરથી આ કૃતિ શ્વેતાંબરીય હોવાનું અનુમનાયું છે. વિશેષમાં દેવભદ્રસૂરિ કે જેમનું “ગણિ' તરીકેની અવસ્થામાં ગુણચન્દ્ર નામ હતું તેઓ આના કર્તા હશે એવી સંભાવના પણ કરાઈ છે. ગમે તેમ પણ આ અપૂર્ણ મળેલી કૃતિ દાર્શનિક કૃતિઓમાં ગણનાપાત્ર જણાય છે. ' પ્રમાણનયતત્તાલોક (લ. વિ. સં. ૧૨૧૦)- આ મુનિચન્દ્રસૂરિના શિષ્ય વાદી દેવસૂરિની કૃતિ છે. એમનો જન્મ ગુજરાતના માછૂત ગામમાં વિ. સં. ૧૧૪૩માં થયો હતો. પ્રાગ્વાટ’ કુળના વીર નાગ એમના પિતા થાય. અને જિનદેવી એમનાં માતા થાય. એમણે એમનું નામ પૂર્ણચન્દ્ર રાખ્યું હતું. એમણે વિ.સં. ૧૧૫રમાં મુનિચન્દ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને વિ. સં. ૧૧૭૪માં એઓ સૂરિ બન્યા હતા. ગણિ” તરીકે તો એમનું નામ રામચન્દ્ર હતું. એમણે વિવિધ વાદીઓને પરાસ્ત કરી દેવાદી'નું બિરુદ ૧. આ કૃતિ કથાનકોશના અંતમાં છપાયેલી છે. સાથે સાથે ત્રણ સ્તોત્રો પણ અપાયાં છે. ૨. એમણે વિ. સં. ૧૧૩૯માં મહાવીરચરિય અને વિ. સં. ૧૧૫૮માં કહારયણકોસ રચ્યાં છે. ૩. આ એકલી મૂળ કૃતિ “જૈન યશોવિજય ગ્રંથમાલામાં ગ્રંથાક ૧ તરીકે ઇ.સ. ૧૯૦૪ (વીરસંવત્ ૨૪૩૦)માં છપાવાઈ છે. ત્યાર પછી આ કૃતિ બે પરિચ્છેદ પુરતી રત્નાકરાવતારિકા, રાજશેખરકત પંજિકા અને જ્ઞાનચન્દ્રના ટિપ્પણ સહિત “ય. જે. ગ્ર.”માં વીરસંવત ૨૪૩૧માં પ્રકાશિત કરાઈ છે. જ્યારે આ જ સામગ્રી ઉપરાંત એ તો મલયવિજયજીએ કરેલા ગુજરાતી અનુવાદ સહિતનું લખાણ “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર” તરફથી ઇ.સ. ૧૯૬૫માં બહાર પડાયું છે. બાકીના ચાર પરિચ્છેદો અંગેના ૨. તા., પંજિકા, ટિપ્પણ અને ગુજરાતી અનુવાદ સહિત મૂળ “લા. દ. વિદ્યામંદિર” તરફથી ઈ.સ. ૧૯૬૮માં પ્રસિદ્ધ કરાયું છે. [૫. ધીરુભાઈના વિવેચન સાથે “રત્નાક.' જિનશા. આ. દ્ર. દ્વારા પ્રકાશિત પ્રવચન પ્ર. પુનાથી પણ પ્રસિદ્ધ છે.] પ્ર. ન. ત. (પરિ. ૩-૮) એના પૂરતી ૨. તા. સહિત “ય. જે. ગ્ર.”માં વીરસંવત્ ૨૪૩૭માં પ્રકાશિત થયેલ છે. મૂળ કૃતિ સ્યાદ્વાદરનાકર સહિત શ્રી ભગુભાઈના બે પુત્રો નામે મનસુખભાઈ અને જમનાભાઈ તરફથી વીરસંવત્ ૨૪૪૦ (ઇ.સ. ૧૯૧૪)માં અને ત્યાર બાદ શ્રી. મોતીલાલ લાધાજીએ પાંચ ભાગમાં વીરસંવત્ ૨૪૫૩, ૨૪૫૩, ૨૪૫૪, ૨૪૫૪, ૨૪૫૭માં અનુક્રમે પ્રસિદ્ધ કરી છે. પ્રથમ સંસ્કરણના પ્રારંભમાં સંસ્કૃતમાં વિસ્તૃત વિષયસૂચી છે. [આનું પુનર્મુદણ “ભારતીય બુક કોર્પોરેશન” દ્વારા ઇ.સ. ૧૯૮૮માં થયું છે.] પ્ર. ન. ત. (પરિ. ૧-૫) એના મફતલાલ ઝવેરચંદ ગાંધીએ કરેલા ગુજરાતી અનુવાદ સહિત એ અનુવાદકે છપાવેલ છે. [શોભાચન્દ્ર ભારિલ્લના હિન્દી અનુ. સાથે આત્મજાગૃતિ કાર્યાલય દ્વારા ઈ.સ. ૧૯૪૨માં પ્રસિદ્ધ.] સંપૂર્ણ પ્ર. ન. ત. અને ૨. તા. ૫. વંશીધર શર્માએ કરેલા હિન્દી અનુવાદ સહિત શેઠ નગીનદાસ છગનલાલ વૈધે વિ.સં. ૧૯૬૬માં છપાવેલ છે. પ્રમાણનયતત્તાલોકાલંકારના નામથી મૂળ કૃતિ ડો. હરિસત્ય ભટ્ટાચાર્યના એના તેમ જ ૨. તા.ના ભાવાનુવાદ સહિત “જે. સા. વિ. સં.” તરફથી ઈ.સ. ૧૯૬૭માં છપાવાઇ છે. પ્રારંભમાં મૂળ જુદું છપાવાયું છે. અંતમાં પ્ર. ન. ત.નાં સૂત્રોના અકારાદિ ક્રમને અને ત્યાર બાદ પારિભાષિકાદિ શબ્દોના કોશ (glossary)ને સ્થાન અપાયું છે. પ્રાસ્તાવિક તરીકે અનુવાદકે મૂળના પ્રણેતાની જીવનરેખા અંગ્રેજીમાં આલેખી છે. પ્ર. ન. ત. અને ૨. તા. અંગેના લેખ ઇત્યાદિ માટે જુઓ D c G C M (Vol. XVIII, pt. 1, pp. 51-52 & 489). હિમાંશુવિજયજીએ પ્ર. ન. તનું જે સંપાદન કર્યું હતું તે ક્યાંથી છપાવાયું છે તે જાણવું બાકી રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy