SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૮૨-૮૬] ૪૫ વિભાગ- આ લઘુ પદ્યાત્મક કૃતિ ત્રણ પ્રવેશમાં વિભક્ત છે : (૧) પ્રમાણ-પ્રવેશ, (૨) નયપ્રવેશ અને (૩) પ્રવચન-પ્રવેશ. પ્રમાણ-પ્રવેશના ચાર પરિચ્છેદ છે : (૧) પ્રત્યક્ષ-પરિ., (૨) વિષય- P ૮૪ પરિ., (૩) પરોક્ષ-પરિ. અને (૪) આગમ-પરિ. આની સાથે બાકીના બે પ્રવેશનો એકેક પરિચ્છેદ ગણી એ ઉમેરી સ્વપજ્ઞ વિવૃત્તિની હાથપોથીમાં છ પરિચ્છેદ ગણાવાયા છે. જ્યારે પ્રભાચન્દ્ર પ્રવચન-પ્રવેશના બે પરિચ્છેદ ગણી કુલ્લે સાત ગણાવ્યા છે. પ્રવચન-પ્રવેશમાં જ્યાં સુધી પ્રમાણ અને નયનું નિરૂપણ છે તેને એમણે છઠ્ઠો પરિચ્છેદ અને નિક્ષેપ જેટલા ભાગના વર્ણનને સાતમો પરિચ્છેદ ગણ્યો છે. અહીં જે નયોનું નિરૂપણ છે તે સમ્મઈપયરણના નયકાંડને તેમ જ મલ્લવાદી કૃત દ્વાદશારનયચક્રને આભારી હોવાનું મનાય છે. પદ્યસંખ્યા- આ લઘુ કૃતિમાં ૭૮ (૬ાા+૩+૧૨૮+૧+૨૮) કારિકાઓ છે. પ્રથમ કારિકા મંગલશ્લોકરૂપ છે જ્યારે બીજી કંટકશુદ્ધિને અર્થે યોજાયેલી છે. વિષય- વિભાગોનાં નામ વિષયને વ્યક્ત કરે છે એટલે એથી વિશેષ અહીં કહેવાનું રહેતું નથી. ઉદ્ધરણ– લઘયઢયના શ્લો. ૪ અને ૭ર સૂયગડની ટીકામાં અનુક્રમે પત્ર ૨૨૭ અને ૩૨૬૮માં શીલાંકસૂરિએ ઉધૃત કર્યા છે. મલયગિરિસૂરિએ લઘીયઐયની ૩૦મી કારિકા આવસ્મયની ટીકા (ભા. ૨, પત્ર ૩૦૭)માં ઉદ્ધત કરી છે અને એની વ્યાખ્યા પણ કરી છે. અહીં ઉદ્ધત કરાયેલા પાઠમાં સહેજ ફેરફાર છે. રવિવૃત્તિ– આ અકલંકે જાતે ગદ્યમાં રચી છે. પ્રથમ પરિચ્છેદનાં આદ્ય બે પદ્યો ઉપર, P. ૮૫ પાંચમાના અંતિમ બે પદ્ય ઉપર, છઠ્ઠાના પ્રથમ પદ્ય ઉપર તેમ જ સાતમાનાં અંત્ય બે પદ્ય ઉપર વિવૃતિ નથી. આ વિવૃતિ મૂળ કૃતિની વ્યાખ્યારૂપ નથી પરંતુ એમાં સૂચવાયેલા વિષયની પૂર્તિરૂપ છે. ધર્મકીર્તિના પ્રમાણવાર્તિકની વૃત્તિ પણ કંઈક અંશે આ જાતની છે. આમ આ વિવૃતિ અવશિષ્ટ વક્તવ્યનું કાર્ય કરે છે. શ્લો. ૬૭ની વિવૃત્તિમાં સમ્મઈપયરણ (કાંડ ૧, ગા. ૩)નું સંસ્કૃતીકરણરૂપ લખાણ છે. ન્યાયકુમુદચન્દ્ર – આ પ્રમેયકમલમાર્તડના કર્તા દિ. પ્રભાચન્દ્ર લઘયઢય અને એની સ્વોપજ્ઞ વિવૃત્તિના વ્યાખ્યાનરૂપે રચેલી વૃત્તિનું નામ છે. તેઓ માણિક્યનદિના શિષ્ય થાય છે. એમણે પહેલા બે પરિચ્છેદ ઉપર ખૂબ વિવેચન કર્યું છે જ્યારે બાકીના પાંચને મળીને લગભગ એટલું થાય છે. P ૮૬ ૧. “વે તે” ને બદલે “યત:' પાઠ મલયગિરિસૂરિએ આપ્યો છે. ૨. આ મા. દિ. ગ્રં. માં પ્રકાશિત છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૮૩ બંને ભાગના સંપાદક પં. મહેન્દ્રકુમાર છે જ્યારે પ્રથમ ભાગની પ્રસ્તાવના ૫. કૈલાશચંદ્ર શાસ્ત્રીએ લખી છે તો બીજા ભાગની પં. મહેન્દ્રકુમારે લખી છે. ૪. આને કેટલાક ‘ન્યાયકુમુદચન્દ્રોદય’ કહે છે પણ એ નામ યથાર્થ જણાતું નથી. ૫. “પ્રમેયરૂપ કમળને વિકસિત કરનાર સૂર્ય” એવો એનો અર્થ છે. એ રીતે ન્યાયકુમુદચન્દ્રનો અર્થ “ન્યાયરૂપ કુમુદોને વિકસિત કરનાર ચન્દ્ર છે. આ ઉપરથી પણ ન્યાયકુમુદચન્દ્રોદય નામ સમુચિત નથી એમ ભાસે છે. દ. એમનો પરિચય ન્યાયકુમુદચન્દ્ર (ભા. ૨)ની પ્રસ્તાવના (પૃ. ૬-૬૭)માં અપાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy