________________
P ૮૨
P. (3
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮
આ ૧૮૦૦૦ શ્લોક જેવડી મહાકાય ટીકાનું સંપાદન પં. મહેન્દ્રકુમારે એક જ અશુદ્ધ હાથપોથી ઉપરથી-કચ્છના શ્વેતાંબર ભંડારમાંની હાથપોથી ઉપરથી કર્યું છે. વળી સાથે સાથે એના આધારે એમણે મૂળ કૃતિ અને એની સ્વોપન્ન વૃત્તિનું ઉદ્ધરણ (Reconstruction) કર્યું છે કેમકે હજી સુધી તો મૂળ કે એની આ વૃત્તિ અલભ્ય છે. ઉદ્ધૃત કરાયેલા મૂળની પદ્યસંખ્યા ૩૭૦ છે જ્યારે સ્વોપજ્ઞ વૃત્તિ લગભગ ૫૦૦ શ્લોક જેવડી છે. ટીકા ‘ખંડાન્વય' પદ્ધતિએ રચાયેલી છે અને એમાં પ્રમાણવાર્તિક અને પ્રમાણવાર્તિકાલંકારની સમીક્ષા કરાઇ છે. સિદ્ધિવિનિશ્ચયની શૈલી તત્ત્વાર્થરાજવાર્તિકની જેમ સુબોધ અને પ્રસન્ન નથી. એ તો અષ્ટશતીની જેમ “ઓજ:પૂર્ણ, દુરૂહ અને ગૂઢ' છે.
૪૪
આલોક— આ સંપાદકે સંસ્કૃતમાં રચેલા ટિપ્પણનું નામ છે.
પ્રસ્તાવના– આ વિસ્તૃત હિન્દી પ્રસ્તાવનામાં વિદ્વાન સંપાદકે મૂલકારના બાહ્ય જીવન, એમના ગુણોત્કીર્તન તેમ જ એમની વિવિધ કૃતિઓ ઉપર પુષ્કળ પ્રકાશ પાડ્યો છે. સાથે સાથે જે પુરોગામીઓના ગ્રંથનો અકલંકે લાભ લીધો છે તેમનો તેમ જ સિદ્ધિવિનિશ્ચયમાંથી અવતરણ આપીને કે અન્ય રીતે એને અંગે પોતાનું વક્તવ્ય રજૂ કરનારા ઉત્તરકાલીન ગ્રંથકારોનો પણ પરિચય આપ્યો છે અને તેમ કરતી વેળા એમના સમયનો પણ ઉલ્લેખ કર્યો છે. એમણે અવિદ્ધકર્ણ નામની બે વ્યક્તિઓનો અને શાન્તભદ્રનો પણ વિચાર કર્યો છે.
લઘીયસ્ત્રય, લઘીયસ્રયાલંકાર વિા લઘીયસ્ત્રયી (ઉ. વિ. સં. ૮૪૦)– આના કર્તા પણ દિ. અકલંક છે.
નામકરણ– લઘીયસ્ત્રય એ નામ કર્તાએ રજૂ કર્યું નથી પરંતુ એ નામ સિદ્ધિવિનિશ્ચયની ટીકા જોતાં અનન્તવીર્યે પાડ્યું હશે એમ લાગે છે.
૧-૪. આ ચારેને સિદ્ધિવિનિશ્ચય-ટીકાના નામથી એક જ વર્ષમાં- ઇ.સ. ૧૯૫૯માં બે ભાગમાં ભારતીય જ્ઞાનપીઠ, કાશી’ તરફથી પ્રકાશિત કરાયેલી કૃતિમાં સ્થાન અપાયું છે. સાથે સાથે સંપાદકની હિન્દી પ્રસ્તાવના અને એનો અંગ્રેજી સારાંશ તેમ જ સંપાદકે તૈયાર કરેલાં બાર પરિશિષ્ટો અપાયાં છે. જેમકે મૂળ, વૃત્તિ અને ટીકામાંનાં પદ્યોની અનુક્રમણિકાઓ, અવતરણોની સૂચી, ટીકામાં નિર્દેશાયેલા ગ્રંથો અને ગ્રંથકારો અને ટીકાન્તર્ગત ન્યાયો અને લોકોક્તિઓ.
પ. આ લઘુ કૃતિ સ્વોપજ્ઞ વિવૃતિ તેમ જ ન્યાયવિનિશ્ચય અને પ્રમાણસંગ્રહ સહિત ‘સિં. જૈ. ગ્રં.'માં ‘“અકલંકગ્રન્થત્રયમ્”ના નામથી ઇ.સ. ૧૯૩૯માં પ્રકાશિત થયેલી આવૃત્તિમાં જોવાય છે. એના સંપાદક પં. મહેન્દ્રકુમા૨ શાસ્ત્રીએ હિન્દીમાં વિસ્તૃત પ્રસ્તાવના લખી છે અને નવ પરિશિષ્ટ આપ્યાં છે. એના પ્રાસ્તાવિક (પૃ. ૪)માં જિનવિજયજીએ નન્દિરુણિના કર્તા જિનદાસગણિ જ છે એ વાત દર્શાવી છે અને તેમ કરતી વેળા મેં D C G C M (Vol. XVII, pt. 2, p. 299) માં એ પ્રઘોષ હોવાના કરેલા ઉલ્લેખની નોંધ લીધી છે. એ દરમ્યાનમાં વિશેષ વિચાર કરી મેં પણ એક લેખ દ્વારા તેમ જ ઉપર્યુક્ત સૂચીપત્ર (ભા. ૩)ની પ્રસ્તવના (પૃ. ૨૫)માં મારી સ્ખલના સુધારી લીધી છે. [આનું પુનર્મુદ્રણ સરસ્વતી પુ. ભંડાર દ્વારા થયું છે.] આ લઘીયસ્રય નામની કૃતિ ન્યાયકુમુદચન્દ્ર સહિત ‘મા. દિ. ગ્રં.''માં બે ભાગમાં અનુક્રમે ઇ.સ. ૧૯૩૮ અને ઇ.સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ કરાઇ છે.
૬. કેટલાક આ નામ રજૂ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org