SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૭૮-૮૧] ૪૩ સાતમા પ્રસ્તાવમાં જે શાસ્ત્ર અનેકાન્તનું પ્રતિપાદન કરે છે તે જ “શાસ્ત્ર' કહેવાય એમ કહ્યું છે. P ૮૦ વિશેષમાં અહીં જગત્કર્તુત્વવાદનો તેમ જ વેદની અપૌરુષેયતાનું ખંડન કરાયું છે. આઠમા પ્રસ્તાવમાં કુમારિલે સર્વજ્ઞત્વના અભાવ માટે દર્શાવેલા વિચારોનું અને તત્ત્વસંગ્રહમાં એમના નામોલ્લેખપૂર્વક અપાયેલી આ વિષયની કારિકાઓનું નિરસન કરી સર્વજ્ઞની સિદ્ધિ કરાઈ છે. નવમા પ્રસ્તાવમાં “શબ્દ પૌગલિક છે” એ વાત સિદ્ધ કરાઈ છે. સાથે સાથે શબ્દાદ્વૈતવાદ અને ફોટવાદનું નિરસન કરાયું છે. દસમા પ્રસ્તાવમાં નગમદિ ચાર નયોનું સવિસ્તાર નિરૂપણ કરાયું છે. વ્યવહાર’ નયને સંમત વ્યવહારને વાસ્તવિક સિદ્ધ કરી બ્રહ્માદેત વગેરે અદ્વૈતવાદીઓના કલ્પિત વ્યવહારનું ખંડન કરાયું છે. અગ્યારમાં પ્રસ્તાવમાં વ્યાકરણની ઉપયોગિતા દર્શાવાઈ છે અને શબ્દાદિ ત્રણ નવો વિષે સમજણ અપાઈ છે. બારમાં પ્રસ્તાવમાં નિક્ષેપના નામાદિ ચાર પ્રકારનું નિરૂપણ છે. નામના વ્યસ્ત, સમસ્ત, એક, અનેક ઇત્યાદિ આઠ ભેદ દર્શાવાયા છે. એવી રીતે સ્થાપનાના સદ્ભાવ અને અસદ્ભાવ અને દ્રવ્યના આગમ અને નોઆગમ એમ બે ભેદ બતાવાયા છે. જિનદાસગણિએ નિસીહવિસે સચણિ (વિ. ૧, પૃ. ૧૬૨)માં સિદ્ધિવિણિચ્છયનો ઉલ્લેખ કર્યો છે તેને જ ૫. મહેન્દ્રકુમારે પ્રસ્તુત કૃતિ ગણી છે પણ એ બાબત મને વિચારણીય જણાય છે. પ્રસ્તુત અકલંકકૃત સિદ્ધિવિનશ્ચયના સાતમા પ્રસ્તાવનું નામ “શાસ્ત્રસિદ્ધિ છે. એમાં સૃષ્ટિકર્તુત્વનો P ૮૧ વિસ્તારથી વિચાર કરાયો છે પરંતુ આ તો એક પ્રાસંગિક બાબત છે, નહિ કે મુખ્ય પ્રસ્તાવ. એ ગમે તે હોય પણ ત. સૂ. (અ. ૧, સૂ. ૩)ની સિદ્ધસેનગણિકૃત ટીકા (પૃ. ૩૭) ગત સિદ્ધિવિનિશ્ચયને પણ ૫ મહેન્દ્રકુમાર તો અકલંકની જ કૃતિ ગણે છે પણ મને તો એ વાત ઉચિત જણાતી નથી. એ જિનદાસગણિએ નિર્દેશેલી અને અકલંકે નહિ પણ અન્ય કોઇકે-શિવાર્યું કે શિવસ્વામી જેવાએ રચેલી કૃતિ હશે એમ લાગે છે. ઉલ્લેખ–સ્યાદ્વાદરત્નાકર (ભા. ૩, પૃ. ૬૪૧)માં “યાદ મનઃ સિદ્ધિવિનશ્ચયે” એમ કહી વાદી દેવસૂરિએ એમાંથી એક અવતરણ આપ્યું છે. ન્યાયકુમુદચન્દ્ર (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. પર)માં કહ્યું છે કે ત. સૂ. ની સિદ્ધસેનગણિકૃત ટીકા, ન્યાયકુમુદચન્દ્ર, પ્રમાણમીમાંસા અને સ્યાદ્વાદમંજરીમાં સિદ્ધિવિનિશ્ચયની કારિકાઓ અવતરણરૂપે અપાઈ છે. વૃત્તિ- આ સિદ્ધિવિનિશ્ચય ઉપરની સ્વોપન્ન વૃત્તિ છે. સિદ્ધિવિનિશ્ચયટીકા— આ દિ. રવિભદ્રના પાદોપજીવી અનન્તકીર્તિ (ઇ.સ. ૯૫૦- ઈ.સ. ૯૯૦) ઉર્ફે અનન્તવીર્યની રચના છે. એ મૂળ તેમ જ એની સ્વોપજ્ઞ વૃત્તિના વિવરણરૂપ છે, જો કે કેટલીક વાર કારિકા સુગમ છે એમ કહી કેટલીક કારિકાનું વિવરણ અપાયું નથી. ૧. આ ટીકામાં ક્યાં ક્યાં અવતરણ છે તે જાણવું બાકી રહે છે. ૨. આની એક હાથપોથી કચ્છના કોડાયના ભંડારમાં છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ પૃ. 44 ટિ. ૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy