SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ P ૮૭ P ૮૮ આ ન્યાકુમુદચન્દ્રના વિષયનો પરિચય લઘીયત્રય અને એની સ્વપજ્ઞ વિવૃતિની સાથે ભેગાભેગોય ન્યાયકુમુદચન્દ્ર (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૧૨-૨૨)માં કારિકાદીઠ અપાયો છે. ટીકા- આ દિ. મુનિચન્દ્રના શિષ્ય અભયચન્દ્ર લઘીયઐય ઉપર રચેલી ટીકા છે. એમાં એમણે ન્યાયકુમુદચન્દ્રનો અને અનન્તવીર્યનો ઉલ્લેખ કર્યો છે. “ન્યાયવિનિશ્ચય (ઉં. વિ. સં. ૮૪૦)- આ પદ્યાત્મક રચનાના કર્તા પણ ઉપર્યુક્ત અકલંક છે. એમણે આ કૃતિ લઘીયર્યા પછી અને પ્રમાણસંગ્રહની પહેલાં રચ્યાનું મનાય છે. આ કૃતિનું નામ ધર્મકીર્તિકૃત ગદ્યપદ્યમય પ્રમાણવિનિશ્ચય ઉપરથી અને વાદી દેવસૂરિએ સ્યાદ્વાદરત્નાકર (ભા. ૧, પૃ. ૨૩)માં ધર્મકીર્તિકૃત ન્યાયવિનિશ્ચયનો જે ઉલ્લેખ કર્યો છે તે જો અભ્રાન્ત જ હોય તો તે ઉપરથી યોજાયું હોવું જોઈએ. ન્યાયાવતારમાં જેમ પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણોનું નિરૂપણ છે તેમ આ ન્યાયવિનિશ્ચયમાં પ્રત્યક્ષ, અનુમાન અને પ્રવચન એ નામના ત્રણ પ્રસ્તાવ છે. ત્રીજા પ્રસ્તાવમાં સુગતના આપ્તત્વનું નિરસન છે. એમની કરુણા વગેરેનો ઉપહાસ છે. આ પ્રસ્તાવમાં સર્વજ્ઞની સિદ્ધિ, સપ્તભંગીનું નિરૂપણ વગેરે બાબતો પણ અપાઈ છે. પદ્યસંખ્યા- આ ત્રણ પ્રસ્તાવમાં અનુક્રમે '૧૬૮, ૨૧૭ા, અને ૯પા પદ્યો છે. આમ બધાં ૧. આ “અકલંકગ્રન્થત્રય”માં પ્રકાશિત છે (જુઓ પૃ. 44). વળી. એનો પ્રથમ પ્રસ્તાવ પૂરતો વિભાગ વાદિરાજસૂરિકત વિવરણ સહિત પ્રથમ ભાગ રૂપે કાશીની “ભારતીય જ્ઞાનપીઠ તરફથી ઇ.સ. ૧૯૪૯માં પ્રકાશિત થયો છે. એના સંપાદક પ્રો. મહેન્દ્રકુમાર જૈને હિંદીમાં વિસ્તૃત પ્રસ્તાવના લખી છે. એમાં એમણે શ્રી રાહૂલ સાંકૃત્યાયન, સર રાધાકૃષ્ણન્ વગેરેનાં મંતવ્યોની આલોચના કરી છે. એમની ભૂલ કાઢી છે. શરૂઆતમાં ‘દર્શન’ શબ્દનો અર્થ અને એની સીમા વિષે અને ત્યારબાદ જૈન દર્શનનું ભારતીય દર્શનોને અર્પણ એ વિષય ચર્ચાયો છે. દ્વિતીય ભાગ પણ “ભારતીય જ્ઞાનપીઠ” તરફથી ઈ.સ. ૧૯૫૫માં (મુખપૃષ્ઠ ઉપર ૧૯૫૪ છે તે ભૂલ છે) છપાવાયો છે. એના સંપાદક પણ પ્રો. મહેન્દ્રકુમાર જૈન છે. આ ભાગમાં પ્રારંભમાં સંપૂર્ણ ન્યાયવિનિશ્ચય અત્તર-શ્લોક અને વ્યાખ્યાન-શ્લોક સહિત ૪૮૧ શ્લોકમાં અપાયો છે. ત્યારબાદ અનુમાન-પ્રસ્તાવ અને પ્રવચન-પ્રસ્તાવ તેમ જ એનું વાદિરાજકત વિવરણ અપાયાં છે. અંતમાં નીચે મુજબ સાત પરિશિષ્ટો છે.” (૧) મૂળની કારિકાર્ડોની અકારાદિ ક્રમે અનુક્રમણિકા, (૨) વિવરણકારે રચેલા પદ્યોની અનુક્રમણિકા, (૩) વિવરણગત અવતરણોની સૂચી, (૪) મૂળ કૃતિના વિશિષ્ટ શબ્દોની સૂચી, (૫) વિવરણગત ગ્રન્થો અને ગ્રન્થકારો, (૬) વિવરણગત વિશિષ્ટ શબ્દોની સૂચી અને (૭) ગ્રન્થસંકેતવિવરણ. સંપાદકે હિન્દીમાં વિષયપરિચય વિસ્તારથી આપેલ છે. એ દ્વારા એમણે સ્મૃતિ વગેરે પ્રમાણો તેમ જ સર્વજ્ઞવાદ, વેદની અપૌરુષેયતા ઇત્યાદિ બાબતો ચર્ચા છે. ૨. આના ત્રણ પરિચ્છેદમાં પ્રત્યક્ષ, સ્વાર્થનુમાન અને પરાર્થાનુમાનનું વિવેચ હોવાનો સ્યાદ્વાદરત્નાકર (ભા. ૧, | પૃ. ૨૩)માં ઉલ્લેખ છે. ૩. આ ત્રણે પ્રસ્તાવમાં ચર્ચાયેલા વિષયની રૂપરેખા અકલંકગ્રન્થત્રયની પ્રસ્તાવના (પૃ. ૩૮)માં આલેખાઈ છે. મળ (ભા. ૧)માં અંતિમ કારિકાનો ક્રમાંક ૧૭૨ છપાયો છે તે બ્રાન્ત જણાય છે. ન્યાયવિનિશ્રયથી અલંકૃત આવૃતિ પ્રમાણે ૧૬૮ા છે અને એના કારણ તરીકે એની પ્રસ્તાવના (પૃ. ૩૩)માં એવો ઉલ્લેખ છે કે એક કરિકા વાદિરાજની છે તે ભૂલથી અકલંકની ગણી લેવાઈ હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy