SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૭ ત્રીજા પ્રકાશમાં છ દ્રવ્યો અને પર્યાયનું નિરૂપણ છે. પત્ર ૨૧૩૮માં પર્યાયો વિષે અધિક માહિતી માટે સ્યાદ્વાદરહસ્ય જોવાની ભલામણ કરી તૃતીય પ્રકાશ પૂર્ણ કરાયો છે. "તત્ત્વપ્રભા- આ વિવૃતિના કર્તા શ્રીવિજયનેમિસૂરિ છે. એઓ વૃદ્ધિવિજય યાને વૃદ્ધિચન્દ્રના P ૬૮ શિષ્ય થાય છે. આ તત્ત્વપ્રભામાં ચૌદ ગુણસ્થાનોનું અને પ્રસંગવશાત્ સમુદ્યાતનું સ્વરૂપ આલેખાયું છે. ત્યારબાદ પુદ્ગલના ભેદો વિષે માહિતી અપાઈ છે. અસ્પૃશગતિ-વાદ (ઉ.વિ.સં. ૧૭૪૩)– આના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. પ્રારંભમાં નીચે મુજબનું એક પદ્ય છે : "अस्पृशद्गतिमतीत्य शोभते सिद्धयतो न हि मतिः सुमेधसाम् । इत्यखण्डतमपण्डपण्डिता વારમ03 (? 1 ) મસાવુપક્રમ : ? '' ત્યાર પછી એવો ઉલ્લેખ છે કે કેટલાક સ્થળ મતિવાળા જનો વચ્ચેનો પ્રદેશોને સ્પર્યા વિના P ૬૯ ઉપરના ભાગના પ્રદેશનો સ્પર્શ સંભવે એમ વિચારી સિદ્ધોની મુક્તિએ જતી વેળાની ગતિને “સ્પૃશતી’ માને છે અને સિદ્ધ થનારની ગતિનો જેને સૂત્રોમાં “અસ્પૃશદ્ કહી છે તેનું સમર્થન બંને બાજુના પ્રદેશોને સ્પર્ધો વિનાની ગતિ એમ કહી કરે છે. આ બાબતની અહીં સમીક્ષા કરાઈ છે. અંતમાં વિશેષ માહિતી સ્યાદ્વાદકલ્પલતામાં અપાયાનો ઉલ્લેખ છે પરંતુ શાસ્ત્રવાર્તાસમુચ્ચય (સ્ત. ૯. શ્લો.૨૧)ની આ ટીકામાં તો આ સંબંધમાં એકાદ પંક્તિ જેટલું જ લખાણ છે તો એથી આ મુદ્રિત ટીકા કેટલેક અંશે અપૂર્ણ હશે એમ અનુમનાય છે. અવતરણો– પણવણા, આવસ્મયની સૃષ્ણિ તેમ જ વિસે સા.માંથી એકેક અવતરણ અપાયું છે. વળી વાદિવેતાલ શાન્તિસૂરિએ કરેલા વિધાનનો ઉલ્લેખ કરાયો છે.” ૧. આ મનસુખભાઈ ભગુભાઈ તરફથી પ્રકાશિત છે. ૨. “ગુરુતત્ત્વવિનિશ્ચય' એવા સંસ્કૃત નામથી પ્રસિદ્ધ કરાયેલી ગુરુતત્તવિચ્છિયની આવૃત્તિના અંતમાં જેમ કમ્મપયડની લઘુવૃત્તિનો થોડોક ભાગ પ્રસિદ્ધ કરાયો છે તેમ આ કૃતિનો પણ થોડોક ભાગ છપાવાયો છે. આ ઉપરથી એમ લાગે છે કે એ સમયે આ કૃતિ પૂરેપૂરી મળતી નહિ હશે પરંતુ હવે તો મળી આવી છે. એ “જૈ.ગ્રં.પ્ર.સ.” તરફથી વિ.સં. ૨૦૦૦માં નિમ્નલિખિત નામથી પ્રકાશિત કૃતિમાં છપાઈ છે :"उत्पादादिसिद्धिविवरणं वादमाला अस्पृशद्गतिवादः विजयप्रभसूरिस्वाध्यायश्चेति ग्रन्थचतुष्टयी" ગમે તેમ પણ આ કૃતિની નોંધ જિ. ૨. કો. (વિ. ૧)માં નથી. [સટીક ગુરુતત્ત્વવિનિશ્ચય આ. રાજશેખરસૂરિના ગુજ, અનુવાદ સાથે “જૈન સાહિત્યવિકાસ મંડલ” મુંબઈથી પ્રસિદ્ધ છે.] ૩. આ કૃતિના પરિચય માટે જુઓ યશોદોહન (પૃ. ૨૩, ૧૮૧, ૨૦૪, ૨૧૮, ૨૧૯ અને ૩૩૧). ૪. વિશેષ માટે જુઓ યશોદોહન (પૃ. ૨૧૯). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy