SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) : પ્રિ. ઓ. ૬૪-૬૭] ૩૫ ટીકા- આના ઉપર કોઇકની ટીકા છે. એની એક હાથપોથી અહીંના (સુરતના) મોહનલાલજીના P ૬૬ જ્ઞાનભંડારમાં છે. જુઓ જિ.ર.કો. (વિ. ૧, પૃ. ૧૪૮). ટિપ્પણો– પં સુખલાલે સંસ્કૃતમાં ટિપ્પણો રચ્યાં છે. ૨ અનુવાદ–જ્ઞાનબિન્દુનાં પ્રશસ્તિગત પહેલાં સાત પદ્યોને મારો અનુવાદ આ. દ. દી. (પૃ. ૨૪૫૫)માં છપાયો છે. માહિતી-જ્ઞાનબિન્દુને અંગે મેં કેટલીક માહિતી યશોદોહન (પૃ. ૨૫, ૩૮, ૫૫, ૪૯, ૬૫, ૬૬, ૭૮, ૧૫, ૧૨૮, ૧૩૦-૧૩૫, ૧૬૨ અને ૧૯૬)માં અને એની ટીકા વિષે પૃ. ૧૩૪માં આપી છે. ન્યાયાલોક (ઉં. વિ. સં. ૧૭૪૩)- આ ન્યાયાચાર્ય યશોવિજય ગણિની કૃતિ છે. આ ગદ્યાત્મક કૃતિનો પ્રારંભ એક પદ્યથી કરાયો છે. એમાં કર્તાએ આ કૃતિનું નામ આપ્યું છે અને સાથે સાથે પોતાનો ૬૭ ઉલ્લેખ “Nધીમાન ચાવિશRઃથી કર્યો છે. અંતમાં છ પદ્યની પ્રશસ્તિ છે. એ પૈકી અંતિમ પદ્યમાં કહ્યું છે કે અમારા જેવા પ્રમાદગ્રસ્ત અને ચરણકરણથી વિહીન જનોને માટે જિનના પ્રવચનનો રાગ એ સમુદ્રમાં વહાણની જેમ શુભ ઉપાય છે. વિષય- આ ન્યાયાલોક ત્રણ પ્રકાશમાં વિભક્ત છે. પ્રથમ પ્રકાશમાં પ્રારંભમાં મુક્તિના સ્વરૂપ વિષે તૈયાયિક, પ્રભાકર, ત્રિદંડી, બૌદ્ધ, સાંખ્ય, તૌકાલિક, ચિત્તામણિકાર અને વેદાન્તીનાં-વિવિધ દર્શનોના મંતવ્યો રજૂ કરી એની આલોચના કરાઈ છે. ત્યાર બાદ આત્માની વિભુતાને લગતી બાબત હાથ ધરી એનું ખંડન કરાયું છે. એના પછી ચાર્વાકનાં તેમ જ શરીરને જ્ઞાનનું સમવાયિકારણ માનનારા તૈયાયિકો, પરમપ્રકાશવાદી અને સ્વપ્રકાશવાદીનાં મંતવ્યોનું નિરસન કરાયું છે. દ્વિતીય પ્રકાશમાં “યોગાચાર' મતનું અને પ્રસંગવશાત્ સમવાયનું ખંડન કરાયું છે. એના પછી નેત્રની પ્રાપ્તકારિતાનું અને અતિરિક્ત અભાવવાદનું નિરસન છે. ૧. આ સંબંધમાં જુઓ મારો લેખ “જ્ઞાનબિન્દુની અન્યકર્તક અને જ્ઞાનસારની સ્વપજ્ઞ ટીકા” આ લેખ “જૈ.ધ...” (પુ. ૭૪. અં. ૭-૮ ભેગા)માં છપાયો છે. ૨. આ સિંધી જૈન ગ્રં. માં અને દિ. દ. માં પ્રકાશિત છે. ૩. આ કૃતિ તીર્થોદ્ધારક શ્રીવિજયનેમિસૂરિકૃત વિવૃત્તિ નામે તત્ત્વપ્રભા સહિત મનસુખભાઈ ભગુભાઈ તરફથી વિ.સં. ૧૯૭૪માં પ્રકાશિત કરાઈ છે. એની સંસ્કૃત પ્રસ્તાવના શ્રીઉદયવિજયગણિ (હાલ સૂરિ)એ લખી છે અને એમાં પોતાના ગુરુ શ્રીવિજયનેમિસૂરિનું જીવનચરિત્ર વિસ્તારથી આલેખ્યું છે. સટીક મૂળનો વિસ્તૃત વિષયાનુક્રમ સંસ્કૃતમાં અપાયો છે. સટીક પ્રથમ પ્રકાશ પત્ર ૧૮-૧૦૪૮માં, દ્વિતીય પ્રકાશ પત્ર ૧૦૪'૧૫૯-આમાં અને તૃતીય પ્રકાશ પત્ર ૧૬૦૫-૨૦૯માં પૂર્ણ કરાયો છે. મુનિ યશોવિજયજીની “ભાનુમતી’ સંસ્કૃત વ્યાખ્યા અને પ્રીતિદાયિની ગૂર્જરવ્યાખ્યા સાથે “દિવ્યદર્શન ટ્રસ્ટ” દ્વારા વિ. સં. ૨૦૫૦માં પ્રસિદ્ધ થયેલ છે.] ૪. આને અંગે મેં યશોદોહન (પૃ. ૧૦, ૨૯, ૮૦, ૨૩, ૧૩૫, ૧૭૨, ૧૯૬, ૨૦૭, ૨૧૦, ૨૧૧, ૨૪૧ અને ૩૨૯)માં કેટલુંક લખાણ કર્યું છે. ૫. આવું વિશેષણ કર્તા પોતાને માટે વાપરે ખરા ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy