________________
પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) : [પ્ર. આ. ૬૭-૭૧]
ઉલ્લેખ– ન્યાયખંડખાદ્યની સ્વોપજ્ઞ ટીકામાં અસ્પૃશતિવાદ જોવાની ન્યાયાચાર્યે ભલામણ
કરી છે.
નિશાભક્તદુષ્ટત્વવિચાર (ઉ. વિ. સં. ૧૭૪૩)– આને નિશાભુક્તિપ્રકરણ પણ કહે છે. આ કૃતિના પ્રણેતા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. પ્રારંભિક પદ્યમાં સૂચવાયા મુજબ એમણે આ કૃતિમાં રાત્રિભોજનને અંગેના દોષોનું નિરૂપણ કર્યું છે. આ કૃતિ અત્યાર સુધી પૂરેપૂરી મળી આવી નથી. એને અંગે વિશેષ વિચાર મેં. યશોદોહન (પૃ. ૨૩ અને ૩૫૦)માં કર્યો છે.
તત્ત્વચિન્તામણિ પરીક્ષા કિંવા મણિપરીક્ષા (ઉ.વિ.સં. ૧૭૭૦)– આના કર્તા મેઘવિજયગણિ છે. આ ચાર પ્રકરણ પૂરતી કૃતિ દ્વારા એમણે નવ્યન્યાયના પ્રર્વતક ગંગેશ ઉપાધ્યાયે રચેલા તત્ત્વચિન્તામણિ નામના ગ્રંથની પરીક્ષા કરી છે. આ વિષે કેટલીક માહિતી ‘જૈ. સિ. ભા.’ (વ. ૧૦, પૃ. ૭૦-૭૨)માં અપાઇ છે.
૩૭
દ્રવ્યસપ્તતિકા વિ. સં. ૧૭૪૪)– આ કૃતિ ભાનુવિજયના શિષ્ય લાવણ્યવિજયે વિ.સં. ૧૭૪૪માં રચી છે.
સ્વોપક્ષવૃત્તિ : આ વૃત્તિ કર્તાઅ જાતે રચી છે. ભાષાન્તર- આ પ્રકાશિત છે.”
દ્રવ્યાનુયોગતર્કણા (લ. વિ. સં. ૧૭૯૫)– આના કર્તા ભોજસાગર છે. એઓ ભાવસાગરના શિષ્ય વિનીતસાગરના શિષ્ય થાય છે. એમણે આ કૃતિ ‘તપા ગચ્છના દયાવિજયના' રાજ્ય દરમ્યાન એટલે વિ.સં. ૧૭૮૫થી વિ.સં. ૧૮૦૯ના ગાળામાં રચી છે. એમાં ૧૫ અધ્યાય છે. એમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનું તેમ જ પ્રમાણ અને નયનું નિરૂપણ આગમો, સમ્મઇપયરણ વગેરેનાં પ્રમાણ આપીને કરાયું છે. આ કૃતિની રચના દ્રવ્યગુણપર્યાયનો રાસ અને એના સ્વોપજ્ઞ બાલાવબોધને
આભારી છે.
અનુવાદ– પ્રસ્તુત કૃતિનો હિન્દી અનુવાદ પં. ઠાકુરપ્રસાદે કર્યો છે.
[‘જૈન દાર્શનિક પ્રકરણસંગ્રહ' આ નામે “લા. દ. વિદ્યામંદિર” અમદાવાદ દ્વારા ઇ.સ. ૧૯૭૩માં પ્રસિદ્ધગ્રંથનું સંપાદન ડો. નગીન જી. શાહે કર્યું છે. આમાં નીચે મુજબની દાર્શનિક કૃતિઓ ૧. આ કૃતિ ભાસરહસ્ય ઇત્યાદિ સહિત ‘જૈ. ગ્રં. પ્ર. સ.’” તરફથી વિ. સં. ૧૯૯૭માં છપાયેલી છે. ૨. રાત્રિભોજનવિરમણ એ જૈન શ્રમણોએ અને શ્રમણીઓએ પાંચ મહાવ્રત ઉપરાંત પાળવાનું વ્રત છે. ૩. આ ગુજરાતી ભાષાંતર સહિત “જૈ. ધ. પ્ર. સ.'' તરફથી વિ. સં. ૧૯૫૮માં પ્રસિદ્ધ કરાઇ છે. ૪. જુઓ ઉપરનું ટિપ્પણ.
૫. આ કૃતિ રા. જૈ. શા.''માં વિ. સં. ૧૯૬૨માં છપાવાઇ છે. સાથે સાથે આનો હિંદી અનુવાદ જે પં. ઠાકુરપ્રસાદે કર્યો છે તે પણ એ જ પુસ્તકમાં છપાવાયો છે.
૬. દેવસેને દ્રવ્યગુણપર્યાયનિરૂપણ નામની અને ૩૦૦ શ્લોક જેવડી કૃતિ રચી છે. કોઇકે દ્રવ્યગુણપર્યાય રચ્યો છે. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૮૧).
૭. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૫.
Jain Education International
For Personal & Private Use Only
P ૭૦
P ૭૧
www.jalnelibrary.org