SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૭ P પર P ૫ 3 સર્વજ્ઞસ્થાપનાપ્રકરણ- આ અજ્ઞાતકર્તક છે. સર્વજ્ઞાભાવનિરાકરણ– આના કર્તાનું નામ જાણવામાં નથી. લેખ– “સર્વશવાદ અને તેનું સાહિત્ય” નામના મારા લેખમાં મેં સર્વજ્ઞતાને સિદ્ધ કરનારી કૃતિઓની સૂચી આપી છે. ધર્મબિન્દુ (ઉ. વિ. સં. ૮૨૦)- આ પણ ઉપર્યુક્ત હરિભદ્રસૂરિની રચના છે. એ આઠ અધ્યાયમાં વિભક્ત છે. એ સૂત્રાત્મક કૃતિ મુખ્યતયા ગદ્યમાં છે. આ શ્રાવકોના તેમ જ સાધુના આચારવિચારના નિરૂપણરૂપ છે. આમ આ મુખ્યતયા ચરણકરણાનુયોગને લગતી કૃતિ છે. આ કૃતિ અંગે મેં શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૦૦-૧૦૫)માં વિસ્તારથી વિચાર કર્યો છે. "વૃત્તિ- આના કર્તા મુનિચન્દ્રસૂરિ છે. અનુવાદો- મૂળ કૃતિના ગુજરાતીમાં “પાંચેક અનુવાદો થયેલા છે. ભાષાન્તર– અમૃતલાલ મોદીએ મૂળનું તેમ જ આ વૃત્તિનું હિન્દીમાં ભાષાન્તર કર્યું છે. ધર્મસાર (ઉ. વિ. સં. ૮૨૦)- આ સમભાવભાવી હરિભદ્રસૂરિકૃતિ પ્રકરણ છે એમ પંચસંગહ (ગા. ૮)ની મલયગિરિસૂરિકૃત ટીકા (પત્ર ૧૧ આ)ની નિમ્નલિખિત પંક્તિ ઉપરથી જાણી શકાય છે : "उक्तं हरिभद्रसूरिणा धर्मसारप्रकरणे 'साध्यव्याधिसममेव तत्' ।" સ્વપજ્ઞ ટીકા- આ અનુપલબ્ધ છે. હરિભદ્રસૂરિએ જાતે આ ટીકા રચી હતી એમ દેવેન્દ્રસૂરિએ છાસીઈ (ગા. ર૯)ની સ્વોપજ્ઞ ટીકા (પૃ. ૧૬૧)માં કરેલા નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જણાય છે : "यदाह धर्मसारमूलटीकायां भगवान् श्रीहरिभद्रसूरिः" આમ અહીં હારિભદ્રીય ટીકાને “મૂલટીકા” કહી છે. વિશેષમાં અહીં એમાંથી નીચે મુજબનું અવતરણ અપાયું છે. - "मनोवचसी तदा न व्यापारयति, प्रयोजनाभावात् ।" ધર્મસાર અને એની મૂળ ટીકા વિષે શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૦૬-૧૦૭)માં મેં કથન કર્યું છે. ‘ટીકા- આ મલયગિરિસૂરિએ રચી છે એમ ધમ્મસંગહણી (ગા. ૪)ની એમની ટીકા (પત્ર ૭) ઉપરથી જાણી શકાય છે. પ્રસ્તુત ઉલ્લેખ નીચે પ્રમાણે છે – ૧. આ લેખ “જૈ. સ. પ્ર.'' (વ. ૧૦, અં. ૨-૩)માં પ્રસિદ્ધ કરાયો છે. ૨. આ કૃતિ મુનિચન્દ્રસૂરિકૃત વૃત્તિ સહિત “આ. સમિતિ” તરફથી ઈ.સ. ૧૯૨૪માં છપાવાઈ છે. મુનિશ્રી જંબૂવિજયજીએ પ્રાચીન પ્રતોના આધારે સંશોધન કર્યું છે. “જિ. આ. દ્ર.” દ્વારા પ્રકાશિત છે. “મોમૈકલક્ષી પ્રકાશન' દ્વારા આ. ચન્દ્રગુપ્તસૂરિ સંપાદિત સં. ૨૦૪૪માં પ્રસિદ્ધ છે.] ૩. આથી કરીને આ કૃતિને ૪રમા પ્રકરણમાં સ્થાન આપવું ઘટે. ૪. આ ‘આ. સમિતિ દ્વારા' પ્રકાશિત છે. જુઓ ટિ. ૨. ૫. આ બધા પ્રકાશિત છે. જુઓ શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૦૫-૧૦૬) દ, આ ભાષાન્તર મૂળ સહિત “હિન્દી જૈન સાહિત્ય પ્રચારક મંડલ” તરફથી અમદાવાદથી ઇ.સ. ૧૯૫૧માં પ્રસિદ્ધ કરાયું છે. ૭-૮, આ અદ્યાપિ અપ્રાપ્ય છે. For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy