SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) : પ્રિ. આ. ૪૮-૫૧] ૨૭ ક્ષેત્રલોક(વિ.સં. ૧૭૦૮)આલોકપ્રકાશનો ભાગછે અને એવિશ્વનું જૈન દૃષ્ટિએ નિરૂપણ પૂરું પાડે છે. ત્રિલોકદીપિકા કિવા રૈલોક્યદીપક- આ ઇન્દ્રવર્માની કૃતિ સંસ્કૃતમાં હશે અને એનો વિષય ભૂગોળ હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે. નૃતત્ત્વનિગમ કિંવા લોકતત્ત્વનિર્ણય (ઉં. વિ. સં. ૮૨૦)- આ સમભાવભાવી હરિભદ્રસૂરિની P ૫૦ કૃતિ છે. આમાં ૧૪૭ (૭૫+૩૫+૩૭) પદ્યો છે. આમાં સુદેવનું લક્ષણ રજૂ કરતાં બ્રહ્મા વગેરે વૈદિક હિન્દુઓના દેવોમાં એ ઘટતું નથી એમ પ્રતિપાદન કરાયું છે. વિશેષમાં આ લઘુ કૃતિમાં વિશ્વનું અને આત્માના સ્વરૂપનું તેમ જ કર્મના સિદ્ધાન્તનું નિરૂપણ છે. આના કેટલાંક પદ્યો ભગવદ્ગીતા સાથે મળતાં આવે છે. આ કૃતિ અંગેની વિશેષ માહિતી માટે જુઓ “શ્રીહરિભદ્રસૂરિ' (પૃ. ૧૧૩-૧૧૬ અને ૧૪૦). અનુવાદ– આ કૃતિનો ગુજરાતીમાં અનુવાદ કરાયો છે. જઇટાલિય અનુવાદ– ડો. લુઈગે સુઆલિએ મૂળ કૃતિનો ઇટાલિયન ભાષામાં અનુવાદ કર્યો છે. [‘લોકતત્ત્વનિર્ણય એક સમીક્ષાત્મક અધ્યયને અનુસંધાન] P ૫૧ પસર્વશસિદ્ધિ (ઉં. વિ.સં. ૮૨૦)– આના પ્રણેતા સમ ભાવભાવી હરિભદ્રસૂરિ છે. એમણે આ દ્વારા “સર્વજ્ઞ' હોઈ શકે છે એ વાત વિચારી છે અને એ દ્વારા સર્વજ્ઞનો નિષેધ કરનાર મુદાઓનું નિરસન કર્યું છે. આમાં વચ્ચે વચ્ચે ગદ્યાત્મક લખાણ છે. બાકી મુખ્યતયા આ કૃતિ પદ્યમાં છે. વિસ્તારથી કહું તો પ્રારંભિક ૨૧ પદ્યો પછી ગદ્યાત્મક લખાણ, ત્યાર બાદ ૨૫ પદ્યો, પછી પાછું ગદ્યાત્મક લખાણ અને અંતમાં ૨૨ પદ્યો છે. આમ એકંદર ૬૮ પદ્યો છે. સ્વોપજ્ઞ ટીકા- આ અનુપલબ્ધ છે. "સર્વહિતા- આ વૃત્તિ શ્રીવિજયામૃતસૂરિજીએ વિ.સં. ૨૦૧૯માં રચી છે. ભાવાનુવાદ– ઉપર્યુક્ત વૃત્તિનો તથા મૂળનો ભાવાનુવાદ મુનિશ્રી હેમચન્દ્રવિજયજીએ કર્યો છે. “લઘુસર્વજ્ઞસિદ્ધિ– આ અનન્તકીર્તિની કૃતિ છે. બૃહત્સર્વશસિદ્ધિ- આ પણ ઉપર્યુક્ત અનન્તકીર્તિની કૃતિ છે. સર્વજ્ઞસિદ્ધિકાત્રિશિકા- આના પ્રણેતા શાન્તિચન્દ્રગણિ છે. ૧. આનો પરિચય આગળ ઉપર (પૃ. ૫૭-૬૨)માં અપાયો છે. ૨. આ કૃતિ “જૈન ધર્મ પ્રસારક સભા” તરફથી ઈ.સ. ૧૯૦૨માં છપાવાઇ હતી. ત્યાર બાદ આ ગુજરાતી અનુવાદ સહિત “હંસવિજયજી જૈન ફ્રી-લાઈબ્રેરી”ની ગ્રન્થમાલામાં ઇ.સ. ૧૯૨૧માં છપાવાઇ છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ. ઉપરનું ટિપ્પણ. ૪. આ GSAI (VOI. XVIII, R 263 ff.)માં ઈ.સ. ૧૯૦૫માં મૂળ સહિત છપાયો છે. ૫. આ કૃતિ હિંસાષ્ટક અને એની સ્વોપજ્ઞ અવચૂરિ તેમજ ઐન્દ્રસ્તુતિ સહિત “ઋ. કે. જે. સ.” તરફથી ઇ.સ. ૧૯૨૪માં પ્રસિદ્ધ કરાઈ છે. વિશેષમાં આ મૂળ કૃતિ સર્વહિતા નામની વૃત્તિ અને એ બંનેના ભાવાનુવાદ તથા પં. ધુરન્ધરવિજયગણિએ લખેલા પુરોવચન સહિત “જૈ. સા. વ. સ.” તરફથી વિ. સં. ૨૦૨૦માં પ્રકાશિત કરાઇ છે. આ પુરોવચનમાં સર્વજ્ઞ અંગેના ત્રણ મંતવ્યો છે. સાથે સાથે પં. સુખલાલજીને અંગે કેટલુંક લખાણ છે. ૬-૭. આ જૈ. સા. વ. સ. તરફથી પ્રકાશિત છે. જુઓ ટિ. ૫. ૮-૯. આ બંને એકસાથે “માણિકચન્દ દિગમ્બર ગ્રંથમાલા”માં ગ્રન્થાંક ૧ તરીકે વિ.સં. ૧૯૭૨માં પ્રકાશિત કરાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy