SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ P ૪૧ “મોક્ષમાણ્ય નેતા''થી શરૂ થતા પદ્યને આ સૂરિએ ઉમાસ્વાતિકૃત ગયું છે. પૃ. ૧૯૭માં “તત” શબ્દ સમજાવતાં એમણે “દર્દ'નો ઉલ્લેખ કરી એને એક જાતનું “જંઘાવાદિત્ર' કહી એને લોકોમાં “રબાબ' તરીકે ઓળખાવાય છે એવો નિર્દેશ કર્યો છે. ત. સૂ. ઉપર નીચે મુજબની ટીકાઓ- વૃત્તિઓ છે : તાત્પર્ય-તત્ત્વાર્થ-ટીકા- આ ટીકાના કર્તા દિ. અભયનદિ છે. એમણે જૈનેન્દ્ર વ્યાકરણ ઉપર મહત્ત્વપૂર્ણ મહાવૃત્તિ રચી છે. જૈનેન્દ્ર વ્યાકરણ (૨-૨-૯૨)ની મહાવૃત્તિમાં “બાપનો મથુરામ” અને મળદ્ યવનઃ સાતમ્' એમ બે ઉદાહરણ છે. તત્ત્વાર્થસુખબોધવૃત્તિ- આ 3000 શ્લોક જેવડી વૃત્તિના કર્તા દિ. યોગદેવ છે. એની વિ. સં. ૧૬૧૫માં લખાયેલી એક હાથપોથી ઈડરના ભંડારમાં છે. તત્ત્વપ્રકાશિકા- આ યોગીન્દ્રદેવની રચના છે. રત્નપ્રભાકર- આ ૨૪૦૦ શ્લોક જેવડી વૃત્તિના કર્તા દિ. ધર્મચન્દ્રના શિષ્ય પ્રભાચન્દ્ર છે. રત્નપદીપિકા- આ વૃત્તિના કર્તા દિ. બાલચન્દ્ર છે. સુખબોઘ- આ વૃત્તિના કર્તા ભાસ્કરાનદિ છે. સુખબોધિની- આ ૫૦૦૦ શ્લોક જેવડી વૃત્તિના રચનાર દિ. રવિનન્ટિ છે. બાલબોધ-ટીકા- આ દિ. જયન્ત પંડિતની રચના છે. લઘુવૃત્તિ- આ દિ. ચન્દ્રકીર્તિના શિષ્ય દિવાકરનન્દિ ઉર્ફે દિવાકરભટ્ટની રચના છે. નિધિરત્નાકર- આના કર્તાનું નામ જાણવામાં નથી. સુિબોધિકા- કર્તા આ. સુશીલસૂરિ. પ્ર. “સુશીલ સાહિત્ય પ્ર.” જોધપુર.] આ ઉપરાંત ત. સૂ. ઉપર બીજી પણ કેટલીક ટીકાઓ છે. એના કર્તાઓનાં નામ નીચે મુજબ છે :કનકકીર્તિ, દેવીદાસ, પદ્મકીર્તિ, માઘનન્દિ, રાજેન્દ્રમૌલિ, લક્ષ્મીદેવ, વિબુધસેન અને શુભચન્દ્ર [ઘાસીલાલ]. ચૂડામણિ આ ૯૬00 શ્લોક જેવડી કન્નડ (કાનડી) ટીકા છે. અકલંકે પોતાના શબ્દાનુશાસનમાં આ ટીકાનો ઉલ્લેખ કર્યો છે. તત્તન્યાયવિભાકર (વિ. સં. ૧૯૯૫)- આ “પંજાબોદ્ધારક' શ્રીવિજયાનન્દસૂરિ ઉર્ફે આત્મારામજીના પ્રશિષ્ય અને શ્રીવિજયકમલસૂરિના વિનેય શ્રીવિજયલબ્ધિસૂરિની વિ.સં. ૧૯૯૫ની રચના છે. એમાં ૭૫૮ સૂત્રો દ્વારા જૈન દર્શનના મૌલિક સિદ્ધાન્તો રજૂ કરાયા છે. પન્યાયપ્રકાશ- આ સ્વપજ્ઞ વિસ્તૃત વ્યાખ્યા હોઈ એ મહત્ત્વની છે. ૧. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૦-૨૧)=11. ૨. બીજું ઉદાહરણ પાણિનીય અષ્ટા. (૩-૨-૧૧૧)ના મહાભાષ્યમાં જોવાય છે. ૩. જુઓ “અનેકાંત” (વ. ૧, પૃ. ૪૬૦). ૪. આ કૃતિ વિ. સં. ૧૯૯૫માં અને એ જ સ્વોપજ્ઞ વ્યાખ્યા સહિત વિ.સં. ૧૯૯૯માં પ્રકાશિત કરાયેલ છે. ૫. આ છપાયેલ છે. જુઓ ટિ. ૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy