SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : [પ્ર. આ. ૪૦-૪૩] અનુવાદ– પં. શ્રીભદ્રંકરવિજયજીએ મૂળનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને એ બે ભાગમાં પ્રસિદ્ધ કરાયો છે. આ પૂર્વે મેં મૂળ તેમ જ એની સ્વોપજ્ઞ વ્યાખ્યાના ગુજરાતી અનુવાદ પૂરતું કેટલુંક કાર્ય કર્યું હતું. પરંતુ એમાં વિક્ષેપ થતાં એ અટક્યું. જૈન-સિદ્ધાન્ત-દીપિકા (વિ. સં. ૨૦૦૨)- આ સૂત્રાત્મક કૃતિ તેરાપંથના વર્તમાન આચાર્યશ્રી તુલશીની વિ. સં. ૨૦૦૨ની ચૂરૂપુરીમાં કરાયેલી રચના છે. આમાં ૩૩૦ સૂત્રો છે. એ નવ પ્રકાશોમાં વિભક્ત છે. આમાં ત. સૂ. નાં ૨૨ સૂત્રો એ જ સ્વરૂપમાં અને ૩૪ સદેશ રૂપે રજૂ કરાયાં છે.’ એ ઉપરાંત ‘કલિ.’ હેમચન્દ્રસૂરિ- કૃત પ્રમાણમીમાંસામાંથી પણ કેટલાંક સૂત્રોને આ કૃતિમાં સ્થાન અપાયું છે. જૈન તત્ત્વજ્ઞાન અને જૈનોના આચારનું આ કૃતિમાં નિરૂપણ છે. અંતમાં નવ પદ્યોની પ્રશસ્તિ છે. * વ્યાખ્યા— આ સંક્ષિપ્ત છે પરંતુ વિષય માટે માર્ગદર્શનરૂપ છે. *અનુવાદ– મૂળ તેમજ વ્યાખ્યાનો હિન્દી અનુવાદ મુનિશ્રી નથમલજીએ કર્યો છે. તત્ત્વાર્થસૂત્ર, દશસૂત્ર કિંવા જિનકલ્પિસૂત્ર- આના કર્તા દિ. બૃહત્-પ્રભાચન્દ્ર છે. પ્રભાચન્દ્ર નામના વિવિધ મુનિવરો થયા છે. એ પૈકી એઓ શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીના શિષ્ય તો હોઇ જ શકે નહિ. ૧૦ ૨૩ ૧. આ બંને ભાગ મૂળ સહિત ‘‘શ્રીલબ્ધિભુવન જૈન સાહિત્ય સદન” તરફથી છાણીથી વિ. સં. ૨૦૨૫માં પ્રસિદ્ધ કરાયા છે. બીજા ભાગના અંતમાં મૂળની પ્રશસ્તિરૂપે એના પ્રણેતાની પરંપરા દર્શાવનારાં જે ૧૦૫ સંસ્કૃત પદ્યો અનુવાદકશ્રીએ રચ્યાં છે તેને સ્થાન અપાયું છે. ૨. આ ‘આદિત્ય સાહિત્ય સંઘ' તરફથી સરદારશહર (રાજસ્થાન)– થી વિ. સં. ૨૦૦૮માં ગ્રંથકારકૃત સંસ્કૃત સંક્ષિપ્ત સ્પષ્ટીકરણરૂપ વ્યાખ્યા, મુનિશ્રી નથમલજીના હિન્દી અનુવાદ અને વિસ્તૃત તથા મનનીય વિષયદર્શન તેમ જ ત્રણ પરિશિષ્ટો સાથે પ્રકાશિત કરાઇ છે. વિષયદર્શનમાં દયા અને દાનનું તેરાપંથી દષ્ટિકોણપૂર્વકનું મંતવ્ય રજૂ કરાયું છે ૩. એમણે તેરાપંથના આઠમા આચાર્યશ્રી કાલુરામજી પાસે અગિયાર વર્ષની વયે વિ. સં. ૧૯૮૨માં દીક્ષા લીધી હતી અને બાવીસ વર્ષની વયે એઓ આચાર્ય બન્યા હતા. એમણે ભિક્ષુન્યાયકર્ણિકા રચી છે. એમાં જૈન દર્શનની રૂપરેખા આલેખાઈ છે. ૪. મેં મુખ્યતયા ત. સૂ.ને સામે રાખી ‘જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન' નામથી એક લેખમાળા લખી હતી. એ ‘‘હિંદુ મિલન મંદિર'(વ. ૮, અં. ૨-૭)માં ઇ.સ. ૧૯૫૬માં છપાઇ હતી. એ મેં કરેલા સુધારા-વધારા સાથે ઇ.સ. ૧૯૬૮માં ‘“શ્રીનેમિ-વિજ્ઞાન-કરતૂરસૂરિજ્ઞાનમંદિર” તરફતી અહીંથી (સુરતથી) પુસ્તકરૂપે છપાવાઇ છે. એમાં મેં ગુજરાતીમાં રચેલ ૧૪૧ સૂત્રોને અને એના ભાષ્યરૂપ વિવરણને તેમજ પરિશિષ્ટરૂપે ત. સૂ. માંથી મેં આપેલાં ૫૯ સૂત્રોને સ્થાન અપાયું છે. ૫-૬. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૨. ૭. આ કૃતિ પ્રારંભમાં સંપૂર્ણપણે આપી ત્યાર બાદ ક્રમશઃ સૂત્ર આપી એની નીચે એને અંગેના હિન્દી અનુવાદ અને વિવેચન અપાયાં છે. આ પ્રકારનું આ શ્રી. જુગલકિશોર મુખ્તારનું સંપાદન ‘વીસેવામન્દિર’’ સરસાવાથી ઇ.સ. ૧૯૪૪માં પ્રકાશિત થયેલું છે. ૮. જુઓ મુદ્રિત આવૃત્તિની પ્રસ્તાવના (પૃ. ૧૨.) ૯. આ નામ દસમા અધ્યાયના અંત (પૃ. ૧૬)માં અપાયેલું છે. ૧૦. જુઓ “મા. દિ. ગ્ર.'માં રત્નકરડશ્રાવકાચારની પ્રસ્તાવના (પૃ. ૫૭-૬૬) For Personal & Private Use Only Jain Education International P ૪૩ www.jalnelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy