SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ એમ જણાય છે, જો કે “વાર્તિક શબ્દ તો એમની પૂર્વે અકલકે પણ વાપર્યો છે. 'તત્વાર્થશ્લોકવાર્તિક એ મીમાંસાશ્લોકવાર્તિક અને પ્રમાણવાર્તિકની પેઠે પદ્યાત્મક કૃતિ છે. એ દ્વારા એમણે કુમારિલ જેવા મીમાંસકો તરફથી જૈન દર્શનને અંગે કરાયેલા પ્રહારોને નિમૂર્ણ બનાવવા સબળ સામનો કર્યો છે. એ રીતે એમની આ કૃતિ અજોડ છે. જેમ અકલેકે સર્વાર્થસિદ્ધિનો ઉપયોગ તત્ત્વાર્થવાર્તિકમાં કર્યો છે તેમ એ તત્ત્વાર્થવાર્તિકનો ઉપયોગ આ વિદ્યાનન્દ તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં કર્યો છે. આ બંને વાર્તિકોનું મૂળ P ૩૮ સર્વાર્થસિદ્ધિ છે તેમ છતાં બંનેમાં એના કરતાં વિશેષ વિકાસ સધાયો છે. તત્ત્વાર્થશ્લોકવાર્તિક એ તત્ત્વાર્થવાર્તિક કરતાં દાર્શનિક અભ્યાસની સૂક્ષ્મતાની દૃષ્ટિએ ચડિયાતું ગણાય છે. એક રીતે એમ કહેવાય કે ત. સૂ. ના ઉમાસ્વાતિકૃત ભાષ્યમાં દાર્શનિકતાનું જે આછું ઝરણું જોવાય છે તે સવાર્થસિદ્ધિમાં સરોવરનું રૂપ ધારણ કરે છે અને સવિવરણ તત્ત્વાર્થવાર્તિકમાં તો એ નદી જેવું બને છે અને સવિવરણ તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં તો મહાનદીનો ભાસ કરાવે છે. દિગમ્બર સાહિત્યના મુગટમણિ જેવાં આ બંને વાર્તિકો સામ્પ્રદાયિક છે તેમ છતાં વૈદિક અને બૌદ્ધ પરંપરાના અભ્યાસ માટે એ અમૂલ્ય સાધન છે અને એ બે સવિવરણ વાર્તિકોમાં આવતાં અવતરણો અનેક ગ્રંથો ઉપર પ્રકાશ પાડે છે. અ. રને અંગેના ત. શ્લો. વા.માં આત્માની વ્યાપકતાનું અ. ૩માં પૃથ્વીના ભ્રમણનું અને સૃષ્ટિકર્તુત્વવાદનું તથા અ. ૪માં પૃથ્વીના આકાર અને એના ભ્રમણનું નિરાકરણ કરાયું છે. સ્વોપજ્ઞ વિવરણ– તત્ત્વાર્થશ્લોકવાર્તિક ઉપર ગદ્યાત્મક સ્વપજ્ઞ વિવરણ છે. આથી આ વાર્તિકની ઉપયોગિતામાં અને મહત્તામાં વધારો થયો છે. એમાં અ. ૧, સૂ. ૩૩ના વાર્તિકમાં નયોનું નિરૂપણ છે તે વિદ્યાનંદ તો નયચક્રને આધારે યોજયાનું કહે છે." પરંતુ એ મૂળે સમ્મઈપયરણમાં ચર્ચાયેલ આ વિષયના પડઘારૂપ જણાય છે તેનું શું ? પ્રત્યેક ખંડમાં લગભગ ૬૫૦ પૃષ્ઠ છે. પહેલા પાંચ ખંડમાંથી એકેમાં પાઠાંતર, ટિપ્પણી કે વિશિષ્ટ પ્રસ્તાવના નથી. બધા મળીને સાત ખંડો થશે એમ ત્રીજા ખંડમાં “સંપાદકીય વક્તવ્ય” (પૃ. ૧)માં કહ્યું છે. અહીં સૂચવાયા મુજબ પ્રથમ અધ્યાય પાંચ ખંડમાં અને બાકીના નવ બે ખંડમાં પૂરા કરવાના હતા પરંતુ પ્રથમ અધ્યાય ચાર ખંડમાં પૂર્ણ કરાયો છે. ચોથા ખંડના પ્રારંભમાં એમાં તેમ જ પહેલા ત્રણ ખંડમાં કટકે કટકે ત. સૂ. (અ. ૧)નાં જે સૂત્રો અપાયાં હતાં તે બધા અપાયાં છે. પાંચમાં ખંડમાં અધ્યાય ર-૪ને શરૂઆતમાં સ્થાન અપાયું છે. એના સંપાદકીય વક્તવ્યમાં એવો નિર્દેશ છે કે છઠ્ઠા ભાગમાં (ખંડમાં) અ. ૫-૬ અને સાતમામાં અ. ૭-૧૦ રજૂ કરાશે અને આમ આ સમગ્ર ગ્રન્થ સાત ભાગમાં પૂર્ણ કરાશે. પહેલા પાંચ ખંડના અંતમાં તે તે ખંડગત ત. શ્લો. વા.માંનાં પધોની સૂચી એક પરિશિષ્ટ તરીકે અપાઇ છે. ૧. શ્રુતસાગરસૂરિકૃત તત્ત્વાર્થવૃત્તિની પુષ્પિકા (પૃ. ૮૦)માં એનો શ્લોકવાર્તિક તરીકે ઉલ્લેખ છે. ૨. એ સુખલાલે ત. સૂ. ના પરિચય (પૃ. ૧૧૭, દ્ધિ. આ.)માં આને ગદ્યાત્મક કૃતિ ગણી છે તે ભૂલ છે. ૩. આ કુંથુસાગર ગ્રં.માં પ્રકાશિત છે. ૪. આને લઈને આ વાર્તિક મીમાંસાશ્લોકવાર્તિક કરતાં વિશિષ્ટ ગણાય. ૫. જુઓ અ, ૧. સૂ ૩૩ને અંગેનો ૧૦મો શ્લોક. ૬, જુઓ સન્મતિપ્રકરણનો પરિચય” (પૃ. ૭૬). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy