SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : [પ્ર. આ. ૩૩-૩] ૧૯ તત્ત્વાર્થવાર્તિકની પાંચ વિશેષતાઓ- આ નીચે મુજબ છે : P ૩૫ (૧) અકલકે દાર્શનિક બાબતો સર્વાર્થસિદ્ધિ કરતાં વધારે પ્રમાણમાં ચર્ચા એને મુખ્ય સ્થાન આપ્યું છે અને સર્વાર્થસિદ્ધિમાં જે આગમિક વિષયો વિસ્તારથી અપાયા છે તે એમણે અહીં સંક્ષેપમાં રજૂ કર્યા છે. (૨) એમણે પ્રત્યેક બાબત અનેકાન્ત દૃષ્ટિએ અવલોકી છે અને એ રીતે એનું નિરૂપણ કર્યું છે. વળી અનેકાન્તરૂપ જૈન ભીંતમાં અજૈનો તરફથી જે બાકોરાં કે ગાબડાં પાડવાનો પ્રયાસ થયો હતો તેને ભોંયભેગો કરી એ ભીંતને બરાબર અણીશુદ્ધ જાળવી રાખવાનો એમણે પુષ્કળ પ્રયાસ કર્યો છે. (૩) આ વાર્તિક ઉપર એમણે જાતે વિવરણ રચ્યું છે અને એને વિવિધ અવતરણોથી અલંકૃત કર્યું છે. વિવરણના અંતમાં ૩૨ પદ્યો અવતરણરૂપ જોવાય છે. (૪) અહી ત. સૂ.ના ભાષ્યમાંની કેટલીક કારિકાઓ અપાઇ છે તેમ જ ભાષ્યમાન્ય પાઠની સમાલોચના કરાઇ છે. આમ આ વાર્તિક આ ભાષ્ય પછી રચાયું છે. (૫) સર્વાર્થસિદ્ધિને સામે રાખીને એના પ્રત્યેક મુદાને સમુચિત સ્વરૂપ આપી અકલકે પોતાના આ ‘ગદ્યાત્મક વાર્તિકમાં એને એવી સરસ રીતે ગૂંથી લીધો છે અને પોતાની તરફથી નવી બાબતો એવી સુન્દર રીતે ઉમેરી છે કે સર્વાર્થસિદ્ધિને આખી સમાવી દેવા છતાં પુનરુક્તિ જેવું જણાતું નથી અને રચના સ્વતંત્ર જ હોય એમ લાગે છે. અવતરણો– જૈનેન્દ્ર વ્યાકરણ, વૈશેષિકસૂત્ર વગેરેમાંથી અવતરણ અપાયાં છે. એમાં અ. ૧, P ૩૬ સુ. ૨૨ના રાજવાર્તિક અંગે ભગવદ્ગીતાના અ. ૩નો શ્લો. ૪ર અને અ. ૧, સૂ. ૮ને અંગે ગરુડપુરાણ (અ. ૧૧૦)નો ગ્લો. ૧૫ એ બે નોંધપાત્ર જણાય છે. ત. સૂ. (અ. ૨, સૂ. ૪૯)ના વાર્તિક (પૃ. ૧૦૮)માં (સિદ્ધિવિનિશ્ચયના ટીકાકારથી ભિન્ન) અન્તવીર્ય યતિનો ઉલ્લેખ છે. ટિપ્પણ- આ તત્ત્વાર્થવાર્તિક ઉપરના ટિપ્પણના કર્તા દિ. પદ્મનાભ છે. તત્ત્વાર્થસ્લોકવાર્તિક અને એનું સ્વોપણ વિવરણ – આના કર્તા આપ્તપરીક્ષા વગેરેના પ્રણેતા વિદ્યાનન્દ છે. એમણે કુમારિલકૃત મીમાંસાશ્લોકવાર્તિકને આધારે પોતાના વાર્તિકનું નામ યોજ્યું હોય ? ૩૭ ૧. દાર્શનિક યોગ્યતામાં સિદ્ધસેનીય ટીકા આનાથી ઊતરે તેમ નથી. ૨. આ રીતે આ વાર્તિક ઉદ્યોતકરના ન્યાયવાર્તિકનું સ્મરણ કરાવે છે. ૩. આ વાર્તિક સ્વપજ્ઞ વિવરણ સહિત “ગાંધી નાથારંગ જૈન ગ્રંથમાલા”માં ઈ.સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાયું છે. એના સંપાદકે વાર્તિકકારનું નામ વિઘાનંદિસ્વામી આપ્યું છે અને એમને જ પાત્રકેસરી ગણી લેવાની ભૂલ કરી છે. [ત. શ્લો. “સરસ્વતી પુસ્તકભંડાર દ્વારા અને ગ્લો. વા. એ સ્ટડી એલ.ડી.સિરિજ ૯૨માં પ્રકાશિત છે.”] તત્ત્વાર્થશ્લોકવાર્તિક અને એના ઉપરનું સ્વપજ્ઞ વિવરણ એ બને એ બંનેના હિન્દી સ્પષ્ટીકરણરૂપે ૫. માણિકચંદજી કૌદેયની તત્ત્વાર્થચિન્તામણિ નામની ભાષાટીકા તેમ જ ત. સૂ. સહિત તત્ત્વાર્થશ્લોકવાર્તિકાલંકાર એ નામથી “શ્રીઆચાર્ય કુંથુસાગર ગ્રંથમાલા”માં સોલાપુરથી કટકે કટકે પ્રસિદ્ધ કરાયેલાં છે. અત્યાર સુધીમાં આના પાંચ ખંડ અનુક્રમે ઇ.સ. ૧૯૪૯, ૧૯૫૧, ૧૯૫૩, ૧૯૫૬ અને ૧૯૬૪માં પ્રકાશિત થયા છે. પ્રથમ ખંડમાં ત. સૂ. (અ. ૧)ના આદ્ય સૂત્ર પૂરતું જ વિવેચન છે. બીજામાં અ. ૧નાં સૂ. ૨-૮ને અંગેનું, ત્રીજામાં સૂ. ૯-૨૦નું અને ચોથામાં સૂ. ૨૧થી પ્રથમ અધ્યાય પૂર્ણ થતાં સુધીનું વિવેચન છે. પહેલા ત્રણ ખંડ પૈકી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy