________________
પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૧૩-૧૭]
(૧) અ. ૪માં “સ્થિતિઃ”એ સૂત્રથી એ અધ્યાયને અંગેનું એક પરિશિષ્ટ શરૂ થાય છે. (૨) અ. પના મુખ્ય વિષયનું નિરૂપણ ૨૮મા સૂત્રે પૂર્ણ થાય છે અને સૂ. ર૯થી સત્, નિત્ય, બન્ય,
દ્રવ્ય, ગુણ અને પરિણામ એ છે “શબ્દોના જૈન દર્શનને અભિમત ભાવને સ્પષ્ટ કરવા માટે ભિન્ન
ભિન્ન પરિશિષ્ટો શરૂ કરાયાં છે. (૩) અ. ૭માં દાનનું નિરૂપણ પરિશિષ્ટરૂપ છે.
વિવરણો- ત. સૂ. ઉપર સંસ્કૃતમાં લગભગ ૪૦ વિવરણો રચાયાં છે. એ પૈકી જે શ્વેતામ્બરોની P ૧૬ કૃતિઓ ઓછેવત્તે અંશે મળે છે તેમના નામ નીચે મુજબ છે :
(૧) ઉમાસ્વાતિ, (૨) દેવગુપ્તસૂરિ, (૩) સિદ્ધસેનગણિ, (૪) હરિભદ્રસૂરિ, (૫) યશોભદ્રસૂરિ, (૬) યશોભદ્રસૂરિના શિષ્ય, (૭) મલયગિરિસૂરિ, (૮) કોઈ એક મુનિ અને (૯) ન્યાયાચાર્ય યશોવિજયગણિ.
દિગંબરો પૈકી નિમ્નલિખિત મહાનુભાવોનાં ત. સૂ. ઉપર સંસ્કૃતમાં વિવરણ નોંધપાત્ર છે – (૧) પૂજ્યપાદ, (૨) ભટ્ટ અકલંક, (૩) વિદ્યાનન્દ અને (૪) શ્રુતસાગર.
ભાષ્ય – આ ભાષ્યના કર્તા ઉમાસ્વાતિ જાતે જ છે એમ લગભગ બધા વિદ્વાનોનું માનવું છે અને એ સપ્રમાણ જણાય છે. લગભગ ૨૦૦ શ્લોક જેવડી મૂળ કૃતિ ઉપરનું આ ભાષ્ય ૨૨૦૦ શ્લોક જેવડું છે. એમાં આવતાં વિષયોનું અધ્યાયદીઠ નિરૂપણ ત. સૂ.ની હારિભદ્રીય ટીકાવાળી આવૃત્તિમાં જોવાય છે.
આ ભાષ્યના પ્રારંભમાં મનોહર અને મહત્ત્વની ૩૧ કારિકાઓ છે. આને “સંબંધ-કારિકા' તેમ જ “ભાષ્ય-કારિકા' તરીકે પણ ઓળખાવાય છે. અંતમાં છ પદ્યની પ્રશસ્તિ છે અને એ સૂત્રકારનો પરિચય - ૧૭ પૂરો પાડે છે.
આ ભાષ્ય ન્યાયદર્શન તેમ જ એના ઉપરના વાત્સ્યાયને રચેલા ભાષ્ય સાથે વિષય અને કેટલાક શબ્દોની બાબતમાં સરખાવી શકાય તેમ છે. આ ભાષ્યમાં જે સંસ્કૃત અવતરણો છે તે આ પૂર્વે સંસ્કૃતમાં રચાયેલી કોઈ કૃતિમાંનાં હશે..
સોપક્રમ આયુષ્યની ઉપપત્તિ- જૈન દર્શન પ્રમાણે આયુષ્યના અપવર્તનીય અને અનપવર્તનીય એવા બે પ્રકારો છે. અપવર્તનીય આયુષ્ય "સોપક્રમ જ હોય છે પરંતુ અનાવર્તનીય આયુષ્ય તો સોપક્રમ અને નિરુપક્રમ એમ ઉભય પ્રકારનું હોય છે. તેમ છતાં એ આયુષ્યવાળા જીવોને આયુષ્યને ઓછું કરનાર પ્રબળ નિમિત્ત મળે તો પણ તેઓ અકાળે મૃત્યુ પામતા નથી–નિયત કાળમર્યાદા પૂરી થયા પૂર્વે તેમનું
૧. આ ૨૯મું સૂત્ર છે. ૨. આ શબ્દો પૈકી “સત્' શબ્દ અ. ૧, સૂ. ૮માં, ‘નિત્ય' અ. ૫. સૂ. ૩માં, બન્ધ' અ. ૫, સૂ. ૨૪માં, દ્રવ્ય
અ. ૫, સૂ. ૨માં અને “પરિણામ' એ. ૫, સૂ. ૨૨માં વપરાયા છે. ૩. એમના કૃતિકલાપ વગેરેની નોંધ જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૪૨-૪૪, ૪૬ અને ૩00)માં મેં લીધી છે. ૪. ૨૪-૨૬ ક્રમાંકવાળી કારિકી પ્રક્ષિપ્ત હોય એમ જણાય છે. આ બાબત મેં પ્રશમરતિ અને સબંધકારિકાને
અંગેની મારી ઉત્થાનિકા (પૃ. પ૬૪)માં વિચારી છે જ્યારે પૃ. ૧૫-૧૬માં સંબંધકારિકાઓની મેં રૂપરેખા
આલેખી છે. ૫. સોપક્રમ એટલે ઉપક્રમ સહિત ઉપક્રમ એટલે અકાળ મૃત્યુ ઉપજાવનાર નિમિત્તની પ્રાપ્તિ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org