SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ અને મધ્યમ લોક વિષે અને ચોથો અધ્યાય દેવલોક અને દેવો વિષે માહિતી પૂરી પાડે છે. આ કૃતિ સૌ કોઈને–અલ્પરુચિ, વિસ્તૃતરુચિ, શ્રદ્ધાંજીવી, તાર્કિક, ચારિત્રાકાંક્ષી વગેરેને એક યા બીજી રીતે ઉપયોગી અને આકર્ષક નીવડે એવી એની રચના છે. શૈલી પ્રસન્ન અને સરળ છે. સૂત્રો સુગમ, સંક્ષિપ્ત અને સચોટ છે. સાથે સાથે એ અર્થસંદર્ભથી પરિપૂર્ણ છે. આ સમગ્ર સૂત્રોમાં અ. પનાં સૂ. ૨૯-૩૧ દાર્શનિક દૃષ્ટિએ |P ૧૪ વિશેષ મહત્ત્વનાં છે. એ સ્યાદ્વાદની-જૈન તત્ત્વજ્ઞાનની વિશિષ્ટતાની ઝળહળતી જ્યોતિનાં સમાન છે. - સંક્ષેપમાં કહું તો આ કૃતિ મોક્ષના માર્ગ તરીકે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રનો ઉલ્લેખ કરે છે અને મોક્ષનું સ્વરૂપે વર્ણવે છે. સમન્વય- કુસુમપુરમાં એટલે કે પાટલિપુત્રમાં રચાયેલા આ ત. સૂ. સાથે કયા આગમનો કયો અંશ સમાનતા ધરાવે છે એ બાબત સ્થાનકવાસી ઉપાધ્યાય શ્રી આત્મારામજીએ તત્ત્વાર્થસૂત્ર-જૈનામગસમન્વયમાં વિચારી છે. સંગ્રહ– ત. સૂ. એ ઉત્તમ પ્રકારની સંગ્રહાત્મક કૃતિ છે. કેટલાંક સૂત્રો આગમોના પાઠ જે અદ્ધમાગહીમાં છે તેના સંસ્કૃત સમીકરણરૂપે જોવાય છે તો કેટલાંક સૂત્રોમાં આગમપાઠોના અર્થને કર્તાએ પોતાના શબ્દોમાં ગૂંથી લીધેલા નજરે પડે છે. વળી કોઈ કોઈ સૂત્ર આગમમાં ચર્ચાયેલ વિષયની સંક્ષિપ્ત રજૂઆતનો ખ્યાલ કરાવે છે. P ૧૫ અપરિશિષ્ટરૂપ સંકલના- તત્ત્વાર્થત્રિસૂત્રી પ્રકાશિકાની પ્રસ્તાવના (પૃ. ૪)માં એના લેખક પં. પ્રભુદાસ બેચરદાસ પારેખે નીચે મુજબની મતલબના ઉલ્લેખ કર્યા છે :૧. આ અધ્યાય સમગ્ર કૃતિના મુગટરૂપ છે. એમાં છ દ્રવ્યોનું નિરૂપણ છે અને એ આમ પદાર્થવિજ્ઞાન ઉપર મહત્ત્વનો પ્રકાશ પાડે છે. ૨. “ઉત્પા-વ્યય-ધ્રૌવ્યયુજં સત્ ર૬ તવાયે નિત્યમ્ રૂ૦ ઉતાર્પતસિદ્ધઃ | રૂ!" ૩. આને લઈને કેટલાક આ ત. સૂ. ને “મોક્ષશાસ્ત્રમાં કહે છે તે વાત સાર્થક ઠરે છે. દિ. ભાવસેને મોક્ષશાસ્ત્ર રચ્યું છે. એના એક અંશનું નામ ન્યાયસૂર્યાવલી' છે અને એ અંશ પાંચ વિભાગમાં વિભક્ત છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨૧)માં ઉલ્લેખ છે. ૪. આ પુસ્તક લાલા શેરસિંહ જૈનની પુત્રી (બાલવિધવા) શ્રીમતી ચંદ્રાપતિ તરફથી રોહતકથી ઈ.સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાયું છે. આમાં પ્રથમ સૂત્ર આપીને એની નીચે એને મળતો આવતો આગમનો પાઠ એના સ્થળ સહિત અપાયો છે. આના ઉપાજ્ય પૃષ્ઠ ઉપરની જાહેરાત જોતાં એમ જણાય છે કે આગમના પાઠની સંસ્કૃત છાયા તેમ જ એના હિંદી અનુવાદ સહિત આ જ નામનું બીજું પુસ્તક પણ છપાવાયું છે. ૫. આગામોદ્ધારક ત. સૂ.ને અંગે એક સૂત્રાત્મક પરિશિષ્ટ રચ્યું છે અને એ “નવસ્મરનિ પરિશિષ્ટયુક્તતત્વાર્થવૃતાન” એ નામથી જે પુસ્તક શા. માનચંદ વેલચંદ દ્વારા ઈ.સ. ૧૯૧૮માં પ્રસિદ્ધ કરાયું છે તેના અંતમાં અપાયું છે. એનો વિષય મુખ્યત્વે કરીને અપોલોક અને દેવલોક છે. ૬. આ કૃતિ “જૈન ગ્રંથ પ્રકાશક સભા” તરફથી અમદાવાદથી વિ.સં. ૨૦૦૧માં છપાવાઈ છે. ૭. પૃ. ૬માં “ઉતાજીતસિહેઃ” (અ.પ, સૂ. ૩૧)ના ભાષ્યની હકીકત ક્યાંથી અપાઈ છે ઈત્યાદિ જે પ્રશ્નો રજૂ કરાયા છે તેને અંગે એ સૂચવીશ કે ઠાણ (ઠા. ૧૦, સુત્ત ૭૨૭)માં “ખિતfક્ત” એવો પાઠ છે. વળી આ આગમ (ઠા. ૧૦, સુ.)માં “માયાણઓગ' એવો શબ્દગુચ્છ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy