SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૧૦-૧૩] (૧) તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર, (૨) તત્ત્વાર્થાધિગમશાસ્ત્રનું ભાષ્ય, (૩) પ્રશમરતિ અને (૪) શૌચપ્રકરણ. કેટલાકને મતે આ ઉપરાંત ખેત્તસમાસ, પજબૂદ્વીપસમાસ-પ્રકરણ, પૂજાપ્રકરણ અને રે ૧૨ શ્રાવકપ્રજ્ઞપ્તિ એ પણ ઉમાસ્વાતિની કૃતિઓ છે. સૂત્રપાઠ– “ત. સૂ.ના સૂત્રપાઠ બે પ્રકારના મળે છે : (૧) ભાષ્યમાન્ય અને (૨) સર્વાર્થસિદ્ધિમાન્ય. પ્રથમ પ્રકારમાં ૩૪૪ સૂત્રો છે જ્યારે બીજામાં ૩૫૭ સૂત્રો છે. બંને પ્રકારના સૂત્રપાઠો દસ અધ્યાયમાં વિભક્ત છે. જે અખંડ જૈન સંસ્કૃત કૃતિઓ મળે છે એ જોતાં એ સૌમાં આ ત. સૂ. સૌથી પ્રથમ છે. વળી સંસ્કૃત સૂત્રોમાં જૈન દર્શનના સિદ્ધાન્તો રજૂ કરનાર તરીકે પણ આજ કૃતિ મોખરે છે. મે ૧૩ જેન કૃતિઓના વિભાગને “અધ્યાય' કહેનારી કૃતિ તરીકે પણ આ અગ્રિમ સ્થાન ભોગવે છે. સિદ્ધસેન દિવાકરે દ્વાચિંશદ્વાર્નાિશિકામાંની ૧૯મી દ્વાáિશિકાના શ્લો. ૧૧-૧૨માં ત. સૂ. (અ પ, સૂ. ૨૮)નો ઉપયોગ કર્યો હોય એમ જણાય છે.'' વિષયપહેલા અધ્યાયમાં જ્ઞાનનો, બીજાથી પાંચમામાં શેયનો અને બાકીના પાંચમાં ચારિત્રનો અધિકાર છે. બીજા અધ્યાયમાં જીવનું લક્ષણ અને એનું સ્વરૂપ સમજાવાયું છે. ત્રીજો અધ્યાય અપોલોક ૧. આ દે. લા. જે. પુ. દ્વારા પ્રકાશિત છે. ૨. આ કૃતિ “બૃહદ્ ગચ્છના હરિભદ્રસૂરિકૃત વિવરણ અને કોઈકની અવચૂર્ણિ સહિત “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ.સ. ૧૯૪૦માં છપાવાઈ છે. આ અન્યત્ર પણ વિવિધ સ્થળેથી છપાવાઈ છે. ૩. ત. સૂ.ની સિદ્ધસેનીય ટીકા (ભા. ૨, પૃ. ૭૭)માં આનો ઉલ્લેખ છે પણ આ કૃતિ હજી સુધી તો મળી આવી નથી. ૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૮)માં આ કૃતિને જમ્બુદ્વીપસમાસથી અભિન્ન ગણી છે. ૫. આ ચાર આહ્નિકમાં વિભક્ત કૃતિ ત. સૂ. વગેરેથી યુક્ત આવૃત્તિમાં ત્રીજા પરિશિષ્ટરૂપે જોવાય છે. એ આવૃત્તિ એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ” તરફથી વિ. સં. ૧૯૫૯માં છપાવાયેલી છે. ૬. આ ૧૯ પદ્યની કૃતિ ઉપર્યુક્ત આવૃત્તિ (પૃ. ૧૭-૧૮)માં બીજા પરિશિષ્ટ તરીકે પ્રકાશિત કરાઈ છે. ૭. આ હરિભદ્રસૂરિએ ૪૦૫ પદ્યમાં જઈણ મરહટ્ટીમાં રચેલી કૃતિ હોવાનું અને એ શ્રી. કેશવલાલ છે. મોદીએ સંપાદિત કરેલી અને વિ. સં. ૧૯૬૧માં પ્રકાશિત કરાયેલી કૃતિ હોવાનું મનાય છે. [આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા. દ્વારા સંપાદિત શ્રાવપ્રજ્ઞપ્તિનું પ્રકાશન થયું છે.] ૮. આ નામની એક અન્ય કૃતિ છે. એમાં પણ દસ અધ્યાય છે. એનાં સૂત્રોની સંખ્યા ૧૦૭ની છે. “સદૃષ્ટિજ્ઞાનવૃત્તાત્મા''થી એનો પ્રારંભ થાય છે. આના કર્તા તરીકે બ્રહ-પ્રભાચન્દ્રનું નામ દર્શાવાય છે. આ કૃતિ હિંદી અનુવાદ અને સ્પષ્ટીકરણ સહિત “અનેકાંત” (વ. ૩, પૃ. ૩૯૩-૪૩૩)માં છપાવાઈ છે. ૯. કણાદે વૈશેષિક દર્શન અંગે ૩૩૩ સૂત્રો રચ્યાં છે. ૧૦. “દાદરા નયવમ' (અર ૩)ની ન્યાયાગમાનુસારિણી વૃત્તિ (વિ. ૧, પૃ. ૩૨૪)માં સિદ્ધસેનસૂરિએ કહ્યું છે એવા ઉલ્લેખપૂર્વક એક અવતરણ અપાયું છે. આ સૂરિ તે જ સિદ્ધસેન દિવાકર છે અને આ અવતરણ એમની કોઈ અનુપલબ્ધ ગદ્યાત્મક કૃતિમાંનું છે એમ તા. ન. (વિ.૧)ની મુનિશ્રી જબ્બવિજયજીની પ્રસ્તાવના (પૃ. ૬૧)માં ઉલ્લેખ છે. ૧૧. જુઓ હૃા. ન. (વિ. ૧)ની ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૬૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy