SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૬-૯] આ તેર પત્રની પોથીમાં પહેલાં બાર પત્રોમાં ઐવિદ્યગોષ્ઠી છે અને એના પછી બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, વૈશેષિક અને જૈમિનીય અને પાંચ દર્શનનાં લક્ષણ ઇત્યાદિ સંક્ષેપમાં સંસ્કૃતમાં રજૂ કરતી 'પંચદર્શન સ્વરૂપ નામની કોઇકની કૃતિ છે. આ લખાણને મળતી આવતી અને એથી કરીને આ જ કૃતિ હોવાનો ભાસ કરાવતી એવી એક કૃતિની હાથપોથી અહીંના સુરતના એક ભંડારમાં છે. આ નાનકડી કૃતિ છપાવવા જેવી છે. પંચદર્શનખંડ- આ નામની એક કૃતિ જૈ. ગ્રં. (પૃ. ૮૫)માં નોંધાયેલી છે. શું એમાં પાંચ દર્શનોનું નિરૂપણ છે ? આ પાંચે દર્શને શું અજૈન દર્શન છે અને હોય તો તે ક્યા તે જાણવું બાકી રહે છે. દર્શનચતુષ્ટયસ્વરૂપ (લ. વિ. સં. ૩૫) – આ કોઈ સ્વતંત્ર કૃતિ નથી પરંતુ સૂયગડ (સુયખંધ ૧, અઝયણ ૧૨) ઉપર શીલાંકસૂરિએ રચેલી ટીકા (પત્ર ૨૨૫અ-૨૨૯આ)નો અંશ છે. એમાં એ સૂરિએ તૈયાયિક, વૈશેષિક, સાંખ્ય અને બૌદ્ધ એ ચાર દર્શનોના સિદ્ધાંતોનું નિરૂપણ કરી એનું P ૯ ખંડન કર્યું છે. તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર કિંવા તત્ત્વાર્થસૂત્ર (ઉ. વિક્રમની ત્રીજી સદી)- આના કર્તા ૧. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨૫)માં આના કર્તા તરીકે મુનિસુન્દર (સૂરિ)નો અને આ કૃતિના અપર નામ તરીકે ઐવિદ્યગોષ્ઠીનો ઉલ્લેખ છે પરંતુ એ બંને બાબત ગલત છે. અધ્યાત્મકલ્પદ્રુમને અંગે સ્વ. મોહનલાલ દ. દેશાઈનો વિસ્તૃત “પરિચય” છપાયો છે. એના પત્ર ૨૫આમાં પંચદર્શન સ્વરૂપ મુનિસુન્દરસૂરિની કૃતિ કહેવાની ભૂલ કરાઈ છે પરંતુ પત્ર પ૩૮માં એ સુધારી લેવાઈ છે અને આમ આ કોઇ બીજાની કૃતિ હોવાનું જણાવાયું છે તે સમુચિત છે. ૨. આ નામ મેં યોજ્યું છે. ૩. આ નાનકડી કૃતિ સ્વીપજ્ઞ ભાષ્ય અને એને અંગેની સિદ્ધસેન-ગણિકૃત ટીકા, સંબંધકારિકાને અંગેની દેવગુપ્તસૂરિકૃત ટીકા તેમ જ મારા સંસ્કૃત અને અંગ્રેજી ઉપોદ્દાત સહિત “દે. લા. જૈ. પુ. સં.” તરફથી બે વિભાગમાં અનુક્રમે ઇ. સ. ૧૯૨૬ અને ઈ.સ. ૧૯૩૦માં છપાવાઈ છે. એ બંને વિભાગનું સંપાદન મેં કર્યું છે. આ મૂળ કૃતિનો ડા. યાકોબીએ જર્મનમાં કરેલો અનુવાદ એમના જર્મન સ્પષ્ટીકરણપૂર્વક Z D M G (Vol. 60) માં છપાયો છે. [શ્રીપાલનગર ટ્રસ્ટ મુંબઈ દ્વારા આનું પુનર્મુદ્રણ મુંબઈથી થયું છે.] વળી આ કૃતિ સ્વોપજ્ઞ ભાષ્ય તેમ જ હરિભદ્રસૂરિકૃત ડુપડુપિકા નામની ટીકા સાથે “ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા” તરફથી ઈ.સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાઈ છે અને એનું સંપાદન આગમોદ્ધારક આનન્દસાગરસૂરિએ કર્યું છે. વિશેષમાં આ મૂળ કૃતિ મારા ગુજરાતી અનુવાદ સહિત શ્રી. હીરાલાલ ભોગીલાલ શાહ તરફથી વિ. સં. ૧૯૮૫માં ૫. સુખલાલના ગુજરાતી વિવેચન સહિત “જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ” તરફથી અમદાવાદથી ઈ.સ. ૧૯૩૦ (બીજી આવૃતિ ૧૯૪૦માં અને ત્રીજી ૧૯૪૯માં) અને ૫. સુખલાલના હિન્દી વિવેચન સહિત “આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ટ્રસ્ટ બોર્ડ” તરફથી પ્રથમ સંસ્કરણ ઈ.સ. ૧૯૩૯માં છપાયા બાદ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરાઈ છે. જપાની અનુવાદ-શિજેનોબુ સુઝુકી (Shigenobu suzuki) નો ત. સૂ.નો અને કલ્પસૂત્રનો જપાની અનુવાદ ઇ.સ. ૧૯૨૧માં પ્રસિદ્ધ કરાયો છે. અંગ્રેજી ભાષાંતરો- ઇ. કાનાકુરા (E. Kanakura)ના પુસ્તક નામે “Study of Spiritual Culture of India”માં ત. સૂ. અને ન્યાયાવતારનું અંગ્રેજી ભાષાંતર ઈ. સ. ૧૯૪૪માં પ્રકાશિત કરાયું છે. આ. રાજશેખરસૂરિ અને ૫. ધીરુભાઈના ગુ. અનુવાદ સાથે પ્રસિદ્ધ થયેલ છે.] આ ઉપરાંત દિગંબરીય માન્યતા મુજબના પાઠવાળું ત. સૂ. સ્વ. જગમંદરલાલ જૈનીના અંગ્રેજી અનુવાદ અને સ્પષ્ટીકરણ સહિત “ધ સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ, આરા” તરફથી ઈ.સ. ૧૯૨૦માં છપાવાયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy