________________
P ૭
P. ¿
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬
શાસ્ત્રવાર્તાસમુચ્ચય' (ઉ.વિ.સં. ૮૨૦)- આ સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિની સર્વધર્મસમભાવના રંગે રંગાયેલી હૃદયંગમ રચના છે. એમાં ૭૦૦ પદ્યો છે. એ દ્વારા ચાર્વાક વગેરે દર્શનોની મીમાંસા કરાઇ છે. વિશેષમાં એમાં જગત્કર્તૃત્વવાદ ઇત્યાદિ સંબંધી અજૈન મંતવ્યોની આલોચના કરી એનો સમન્વય સાધવાનો-જૈન દૃષ્ટિ અનુસાર મેળ મેળવવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો છે.
દિક્મદા– આ સ્વોપન્ન વૃત્તિ છે. એ ૨૨૫૦ (? ૭૦૦૦) શ્લોક જેવડી છે.
૪
સ્યાદ્વાદકલ્પલતા— આ ૧૨૦૦૦ શ્લોક જેવડી ટીકાના પ્રણેતા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. આ ટીકા નવ્ય ન્યાયથી વિભૂષિત છે. ટીકાકારે મૂળ લખાણને ૧૧ સ્તબકોમાં વિભક્ત કર્યું છે.
કલ્પલતાવતારિકા– આ શ્રીવિજયામૃતસૂરિજીની કૃતિ છે. એ સ્યાદ્વાદકલ્પલતાના પ્રવેશદ્વારની ગરજ સારે છે. એમાં સ્યાદ્વાદકલ્પલતાનાં તેમ જ શાસ્ત્રવાર્તાસમુચ્ચયનાં કોઇ કોઇ પદ્યો ઉદ્ભુત કરાયાં છે. સ્યાદ્વાદવાટિકા આ શ્રીવિજયલાવણ્યસૂરિજીની રચના છે. એમાં એમણે દિક્પદા અને સ્યાદ્વાદકલ્પલતાનો ઉપયોગ કર્યો છે. આ સ્યાદ્વાદવાટિકાનો પ્રારંભ સાત પદ્યોથી કરાયો છે. એમાં નાસ્તિક મતનું નિરસન છે તેમ જ આત્માની અને કર્મની સિદ્ધિ કરાઇ છે.
પંચદર્શનસ્વરૂપ (ઉ.વિ.સં. ૧૫૧૦)– ‘ભાંડારકર પ્રાચ્યવિદ્યા-સંશોધનમંદિર’’માં મુંબઈ સ૨કા૨ની માલિકીની જે લગભગ ૨૫૦૦૦ હાથપોથીઓ છે તેમાં વિ. સં. ૧૫૧૦માં લખાયેલી એક હાથપોથી છે. ૧. આ ગ્રંથ દિક્મદા સહિત “વિજયદેવસૂર સંઘ” (ગોડીજીનો ઉપાશ્રય) તરફથી મુંબઈથી ઇ.સ. ૧૯૨૯માં છપાવાયો છે. આ પૂર્વે આ ગ્રંથ સ્યાદ્વાદકલ્પલત્તા સહિત “દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ'' નામની સંસ્થા તરફથી ઇ.સ. ૧૯૧૪માં પ્રસિદ્ધ કરાયો હતો. [સ્યાદ્વાદ કલ્પલતા અને એના હિંદીવિવેચન સાથે આ ગ્રંથ આ. શ્રી જયસુંદરસૂરિસંપાદિત છે. પ્ર. દિવ્યદર્શન] આ કૃતિ ડો. કૃષ્ણકુમાર દીક્ષિતના હિન્દી ભાષાનુવાદ ટિપ્પણ અને પ્રસ્તાવના સહિત “લા. દ. વિદ્યામંદિર'' તરફથી ઇ. સ. ૧૯૬૯માં પ્રસિદ્ધ કરાઇ છે.
૨. આનો પરિચય મેં અ. જ. ૫. (ખંડ ૨)ના મારા અંગ્રેજી ઉપોદ્ઘાત (પૃ. ૩૮-૪૧), શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૪૯-૧૫૧) તેમ જ યશોદોહન (પૃ. ૨૦૨)માં આપ્યો છે.
૩-૪. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧.
૫. આના વિશેષ પરિચય માટે જુઓ યશોદોહન (પૃ. ૧૦, ૧૫, ૩૮, ૮૨, ૧૩૫, ૧૬૧, ૧૬૪, ૧૬૬, ૧૯૬, ૨૦૧, ૨૦૨, ૨૦૪-૨૦૬, ૨૧૫, ૨૧૯, ૨૪૨, ૩૨૨, ૩૨૯ અને ૩૩૫)
૬. આ કૃતિ ‘જૈન સાહિત્ય વર્ધક સભા' તરફથી શિરપુરથી વિ.સં. ૨૦૧૪માં પ્રકાશિત કરાઇ છે. એમાં એના પ્રણેતાએ આનો આપેલો પરિચય સ્યાદ્વાદકલ્પલતાના ૧૧ સ્તબકો ઉપર પ્રકાશ પાડે છે.
૭. આ ટીકા પ્રથમ સ્તબક પૂરતી ‘“વિજયલાવણ્યસૂરીશ્વરજ્ઞાનમન્દિર'' તરફથી બોટાદથી વિ.સં. ૨૦૧૦માં છપાવાઇ છે. એમાં સાથે સાથે પ્રથમ સ્તબક (મૂળ), એ મૂળનાં પદ્યોની અકારાદિ ક્રમે સૂચી, એ પદ્યોનો પં. શ્રીસુશીલવિજયગણિએ ગુજરાતીમાં કરેલો સંક્ષિપ્ત ભાવાર્થ તેમ જ ટીકાનો સંસ્કૃતમાં વિસ્તૃત વિષયાનુક્રમ અપાયાં છે. ત્યાર બાદ બીજા બે ભાગ વિ. સં. ૨૦૧૨ અને વિ.સં. ૨૦૧૬માં અનુક્રમે પ્રકાશિત કરાયા છે. બીજા ભાગમાં સ્તબક ૨ અને ૩ને અને ત્રીજામાં સ્તબક ૪-૬ને ઉપર મુજબ સ્થાન અપાયું છે. ત્રીજા ભાગમાં પદ્યાનુક્રમણિકા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org