SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૨-૬] ૩ રચી છે અને એમાં જૈન, સાંખ્ય, મીમાંસક, શૈવ, વૈશેષિક અને બૌદ્ધ દર્શનોની રૂપરેખા આલેખી છે. તેમ કરતી વેળા એમણે હરિભદ્રસૂરિની જેમ દર્શનદીઠ દેવ અને તત્ત્વ એ બેનું જ નિરૂપણ ન કરતાં પ્રત્યેક દર્શન સંબંધી લિંગ, વેષ, આચાર, ગુરુ, ગ્રંથ અને મોક્ષને લગતી વિગતો પણ રજૂ કરી છે. એથી એમની કૃતિ વિશેષતઃ ઉપયોગી બની છે ખરી પરંતુ આ સામગ્રી પીરસતી વેળા એમની દૃષ્ટિ હરિભદ્રસૂરિ જેટલી વિશાળ-ઉદાત્ત રહી નથી. ૨૯મા પદ્યમાં સિદ્ધાન્તસાર નામના ન્યાયના એક ગહન ગ્રંથનો ઉલ્લેખ છે. ટીકા- આ અજ્ઞાતકક છે. મૂળ કૃતિ તો બે સ્થળેથી છપાયેલી છે તો આ ટીકા પણ છપાવાય તો સારું. પદર્શનસમુચ્ચય ક્વિા પડદર્શનનિર્ણય (ઉ. વિ. સં. ૧૪૪૯)- મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય મેરૂતુંગે આ પદર્શનસમુચ્ચય રચ્યો છે. સત્તરિના ઉપર વિ.સં. ૧૪૪૯માં જે ભાસ આ મુનિવરે રચ્યું ? ૫ છે તેની પ્રશસ્તિમાં આ કૃતિની નોંધ છે. આને પદર્શનનિર્ણય પણ કહે છે. આમાં બૌદ્ધ, મીમાંસા, સાંખ્ય, ન્યાય, વૈશેષિક અને જૈન એ છ દર્શનોનું નિરૂપણ છે. આની એક જ હાથપોથી હોય એમ જણાય છે. એ મુંબઈની “રોયલ એશિયાટિક સોસાયટીના પુસ્તકાલયમાં છે. એની નોંધ પ્રો. વેલણકરે A Descriptive Catalogue of the Manuscripts in the Bombay Branch of the Royal Asiatic Society" નામના સૂચીપત્ર (No. 1666) માં લીધી છે. આ કૃતિ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ કરાઈ હોય એમ જણાતું નથી તો એ માટે યોગ્ય પ્રબંધ થવો ઘટે. [આ કૃતિ ગુજ. અનુવાદ સાથે આર્ય જય કલ્યાણ કેન્દ્ર મુંબઈથી પ્રસિદ્ધ છે.] લઘુષદર્શનસમુચ્ચય- આ અજ્ઞાતકર્તુક કૃતિના પ્રારંભમાં બે પડ્યો છે. વળી અંતમાં તેમ જ વચમાં એકેક અવતરણ પદ્યમાં છે. એ સિવાયનો ભાગ ગદ્યમાં છે. અંતમાં નવો પ્રમાણે દર્શનોનું વર્ગીકરણ છે. આ લઘુ કૃતિ આ નામે તો જિનરત્નકોશમાં નોંધાયેલી નથી પરંતુ જે નિર્નામક કૃતિઓ મેં આ તેમ જ પૃ. ૬માં ગણાવી છે તેમાંની કોઈક આ હોય તો ના નહિ. અંતિમ નિર્ણય માટે તો એની હાથપોથીઓ તપાસવી જોઇએ. આ કૃતિ “જૈનદાર્શનિકપ્રકરણ સંગ્રહ સંપા. નગીન જે. શાહ, લા. દ. વિદ્યામંદિરથી .સ. ૧૯૭૩માં પ્રસિદ્ધ છે.] છ દર્શન સંબંધી અન્ય કૃતિઓ- જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૦-૪૦૩)માં જે નીચે મુજબની કૃતિઓ નોંધાઈ છે તે સંબંધમાં વિશેષ માહિતી મેળવવા એની હાથપોથીઓ તપાસવી જોઈએ. (૧) પડ્રદર્શનખંડન. (૨) પદર્શનદિમાત્રવિચાર. (૩) પદર્શનનિર્ણયોપનિષદ્, (૪) શુભચન્દ્રકૃત P ૬ પદર્શન પ્રમાણપ્રમેય. (૫) પદર્શનસંક્ષેપ (૬) પદર્શનસ્વરૂપ. (૭) ક્ષમતનાટક. [(૮) પદર્શનદર્પણ કર્તા આ. સુશીલસૂરિ પ્ર. જ્ઞાનોપાસક સમિતિ બોટાદ (૯) “પદર્શનપરિક્રમ” અનુસંધાન ૧૪.] ૧. આમાંની કેટલીક તો ત. ૨. દી.માં સુધારાવધારા સાથે નજરે પડે છે. ૨. આ કૃતિ “મુક્તાબાઈ જ્ઞાનમંદિર” (ડભોઇ) તરફથી વિ.સં. ૨૦૦૬માં પ્રકાશિત અને શ્રીવિજયજંબુસૂરિજી દ્વારા સંપાદિત પદર્શનસમુચ્ચયની (વિદ્યાતિલકકૃત વૃત્તિ સહિત) આવૃત્તિના અંતમાં છપાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy