SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ પ્રથમ પદ્ય મંગલાચરણરૂપ છે અને એ આ કૃતિની ગુણરત્નસૂરિકૃત તર્કરહસ્યદીપિકા નામની વૃત્તિ પ્રમાણે અનેકાર્થી છે. પદર્શનસમુચ્ચયને અંગે વિવિધ વિવરણાત્મક સાહિત્ય રચાયું છે. અહીં તો હું એનો જ ઉલ્લેખ કરું છું - (૧) ટીકા- આ “રુદ્રપલ્લીય ગચ્છના સંઘતિલકસૂરિના શિષ્ય સોમતિલક ઉર્ફે વિદ્યાતિલકે વિ.સં. ૧૩૯૨માં રચી છે. P ૩ (૨) તર્કરહસ્યદીપિકા- આ વૃત્તિ ‘તપા' ગચ્છના દેવસુદરસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિએ રચી છે અને તેમ કરતી વેળા એમણે રાજશેખરસૂરિકૃત પદર્શનસમુચ્ચયનો ઉપયોગ કર્યો છે. જૈન ગ્રંથાવલી (પૃ. ૭૯) પ્રમાણે આની બે વાચના છે. ભાષાંતર– પ્રો. મણીલાલ ન. દ્વિવેદીએ મૂળ કૃતિનું તેમ જ ત. ૨. દી.નું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. [૫. મહેન્દ્રકુમારે હિંદીમાં અનુવાદ કર્યો છે.] સર્વસિદ્ધાન્તપ્રવેશક (ઉ. વિક્રમની ૧૧મી સદી)- આ પકૃતિ આપણા દેશનાં વિવિધ દર્શનોની રૂપરેખા પૂરી પાડે છે. આના કર્તાનું નામ જાણવામાં નથી. એઓ જૈન છે એમ પ્રારંભિક પદ્ય ઉપરથી જણાય છે. આ કૃતિમાં તૈયાયિક, વૈશેષિક, જૈન, સાંખ્ય, બૌદ્ધ, મીમાંસક અને લોકાયતિક એમ સાત P ૪ દર્શનોનું નિરૂપણ છે એ અતિવિસ્તૃત કે અતિસંક્ષિપ્ત નથી પરંતુ એ મધ્યમ કોટિનું છે. એની નિરૂપણની દ શૈલી સુબોધ છે. એથી એ સામાન્ય અભ્યાસીઓને ઉપયોગી નીવડે તેવું છેઆ કૃતિના પ્રારંભમાં એક પદ્ય છે જ્યારે બાકીનું લખાણ ગદ્યમાં છે આ કૃતિ વિક્રમની અગિયારમી સદીમાં રચાયાનું મનાય છે. આ કૃતિમાં બૌદ્ધ દર્શનના નિરૂપણના પ્રસંગે ન્યાયબિન્દુમાંથી એક અવતરણ અપાયું છે. એ આ કૃતિની પૂર્વ સીમાનું ઘતન કરે છે. ષદર્શનસમુચ્ચય (ઉં. વિ. સં. ૧૪૦૫)– “માલધારી' રાજશેખરસૂરિએ ૧૮૦ પધોમાં આ કૃતિ ૧. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “પદર્શનસમુચ્ચય અને એની ટીકાઓ”. આ લેખ “આત્માનંદ પ્રકાશ” (પુ. ૪૮, અં. ૮)માં છપાવાયો છે. શ્રીહરિભદ્રસૂરિ (પૃ. ૧૫૭-૧૫૮)માં મેં આઠ વિવરણોની નોંધ લીધી છે. ૨. આ “વડોદરા દેશી કેળવણીખાતું” તરફથી ઈ.સ. ૧૮૯૩માં છપાવાયું છે. ૩. આ કૃતિનું પાઠાંતરો તેમ જ વિશિષ્ટ ટિપ્પણો સહિતનું સંપાદન મુનિશ્રી જંબૂવિજયજીએ કર્યું છે. આ કૃતિ “જૈન સત્ય પ્રકાશ” (વ. ૧૬, અં. ૨, ૩, ૫, ૭, ૧૦ અને ૧૧-૧૨)માં છ કટકે પ્રકાશિત કરાઈ છે. એમાં વિવિધ દર્શનના મૌલિક ગ્રંથો સાથે તુલના કરવાનો પ્રયાસ કરાયો છે. ત્યાર બાદ આ કૃતિ એક પુસ્તકરૂપે “જૈન સાહિત્ય વિકાસ મંડળ” તરફથી ઇ.સ. ૧૯૬૪માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં મૂળ કૃતિગત અવતરણોનાં મૂળ દર્શાવાયા છે. ૪. આની બે તાડપત્રી હાથપોથી જેસલમેરના ભંડારમાં છે. એ પૈકી એક વિ.સં. ૧૨૦૧માં લખાયેલી છે. બીજી એથી પણ પચાસેક વર્ષ જેટલી પ્રાચીન છે. ૫. આ કૃતિની સંક્ષિપ્ત રૂપરેખા મેં ‘શ્રીહરિભદ્રસૂરિ' (પૃ. ૧૫૯)માં આલેખી છે. ૬. આ “યશોવિજય જૈન ગ્રંથમાલા”મા વીરસંવત્ ૨૪૩૬માં અને “આગમોદય સમિતિ” તરફથી હારિભદ્રીય પદર્શનસમુચ્ચય સહિત ઈ.સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાયેલ છે. ભારતીય વિદ્યા પ્ર. દિલ્હીથી છપાયું છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy