________________
શ્રી વીતરાય નમઃ |
જેન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
[ભાગ-૩]
P
૧
ખંડ ૩ઃ ધાર્મિક સાહિત્ય પ્રકરણ ૩૬ દર્શનમીમાંસા
ઉત્થાનિકા- આપણા આ “ભારત દેશમાં દર્શન-શાસ્ત્રનું ક્ષેત્ર પરાપૂર્વથી ખેડાતું આવ્યું છે. એને લઈને વિવિધ દર્શન ઉદ્ભવ્યાં છે. એ પ્રત્યેક દર્શનનાં મંતવ્યો વિષે એના અનુયાયીઓમાં ગંભીર મતભેદ ઊભો થતાં કેટલીક વાર એની પ્રશાખારૂપ ગણાય તેવા એક કે વધારે સંપ્રદાયની – ફિરકાઓની ઉત્પત્તિ થઈ છે. એ પૈકી અજૈન સંપ્રદાયો વગેરે મહત્તાના પ્રમાણમાં જૈનાચાર્યોએ જૈન દર્શનની સાથે સાથે એનો પણ ચૂનાધિક પ્રમાણમાં વિચાર કર્યો છે. આથી હું વિવિધ ભારતીય દર્શનોની રૂપરેખા પૂરી પાડનારા ગ્રન્થોથી આ પ્રકરણનો પ્રારંભ કરું છું.
પડદર્શનસમુચ્ચય' (ઉ. વિ. સં. ૮૨૦)- આ યાકિની મહત્તરાના ધર્મપુત્ર તરીકે સુવિખ્યાત, # ૨ અનેક ગ્રન્થોના પ્રણેતા અને સમભાવભાવી હરિભદ્રસૂરિની લઘુ પરંતુ મહત્ત્વપૂર્ણ કૃતિ છે. એમાં ૮૭ પદ્યો છે. ૪૨મું પદ્ય ઉપજાતિમાં અને ૮૨મું પદ્ય સુન્દરી યાને વિયોગિની એવા નામાંતરવાળા વૈતાલીય છંદમાં છે જયારે બાકીનાં બધાં પડ્યો અનુણ્ભમાં છે. આ કૃતિનું નામ જ કહી આપે છે તેમ આમાં છ દર્શન અને એક રીતે સાત વિષે વિચાર કરાયો છે. જેમકે બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક, જૈમિનીય અને લોકાયત. ૧. આ કૃતિ તર્કરહસ્યદીપિકા સહિત “બિબ્લિઓથેકા ઇન્ડિકા”માં ઈ. સ. ૧૯૦૫ થી ઈ. સ. ૧૯૦૭માં અને
જૈન આત્માનંદ સભા” તરફથી ઈ.સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાઈ છે. વળી આ મણિભદ્ર (?)કૃત ટીકા સહિત ચૌખંબા સંસ્કૃત ગ્રંથમાલા'માં ઇ.સ. ૧૯૦૫માં પ્રસિદ્ધ કરાઈ છે. ભારતીય જ્ઞાનપીઠ તરફથી પદર્શન સ. ગુણરત્નસૂરિટીકા, અવચૂરિ, અને પં. મહેન્દ્રકુમારના હિંદી અનુવાદ તથા સોમતિલકસૂરિકૃત લઘુંટીકા, આ. રાજશેખરસૂરિ કૃત ષડ ઇ. સ. સાથે પ્રગટ થયો છે. મુનિ વૈરાગ્યરતિવિ.ના અનુવાદ સાથે “પ્રવચન પ્રકાશન”
પુનાથી પ્રસિદ્ધ.] . ૨. આનો પરિચય મેં અનેકાન્તજયપતાકા (ખંડ ૨)ના અંગ્રેજી ઉપોદ્ધાત (પૃ. ૪૧-૪૪)માં તેમ જ શ્રી
હરિભદ્રસૂરિ (પૃ. ૧૫૩-૧૫૬ અને ૧૫૯)માં આપ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org