SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ [26] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ ૩ નીરાગ (૩૭) નીર + અગ પરમ્ + અંગદ (૨૨) પરમ ગદ સર્વદા + આસ્ય (૧૦) સર્વ + દાસ્ય પદચ્છેદ અંગના+ઉદર (૨૬) અંગ + નો + દર અનલસ + દૃશો (૩૩) અનલ + સંદેશો તાડેલું (૧૪) તાડ-કે નર + કાન્તમ્ (૩૫) નરક + અન્તમ્ નાભીમય (૨૭) ન + અભીમય કામિની ભામા (૪૦) યામિની (૪૧) ભીમાડવી વૃદ્ધિ માટે ગુજરાતી ઉદાહરણ તરીકે હું આગેવાનનું ‘આગેહેવાન” રૂપાંતર રજૂ કરું છું. એવી રીતે “લોપ' માટે કુન્તલનું ‘કુન્ત’ રૂપાંતર સૂચવું છું. પદચ્છેદ માટે “દીવા નથી” અને “દીવાનથી'નો નિર્દેશ કરું છું. વસ્તુવિજ્ઞાનરત્નકોશ તેમ જ વૃદ્ધપ્રસ્તાવોક્તિરત્નાકર વિષે તો એટલું જ કહીશ કે એ બંને કૃતિઓ સત્વર પ્રકાશિત થવી ઘટે કે જેથી એના અર્થીઓ એનો યથેષ્ટ લાભ લઈ શકે. ૪૮મા પ્રકરણમાં મેં આગમાદિકના વિવિધ અને બહુશ્રુત વિવરણકારોની કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે તે તો દિશામાત્ર છે. એમાં ક્યા ક્યા વિશિષ્ટ પ્રણેતાનો નામનિર્દેશ પણ કરવો રહી ગયો છે તેની તપાસ કરવી બાકી રહે છે. જૈન આગમોના ઉપર વૃત્તિ રચનારા મુનિવરોનાં જે નામ પ્ર. ૪૮માં અપાયાં છે તે અકારાદિ ક્રમે દર્શાવું છું. કોટ્ટાર્યવાદિગણિ, કોટ્યાચાર્ય, ગન્ધહસ્તી, જિનભસૂરિ, જિનભદ્રગણિ, મલયગિરિસૂરિ, વાહગિણિ, શીલાંકસૂરિ, હરિભદ્રસૂરિ અને હેમચન્દ્રસૂરિ. જે અનાગમિક કૃતિઓ પાઈયમાં રચાઈ છે તેના વૃત્તિકારોનાં જે નામો પ્ર. ૪૮માં મેં નોંધ્યાં છે તે નીચે પ્રમાણે છે. અભયદેવસૂરિ તર્કપંચાનન, કીર્તિરત્ન, જગચ્ચન્દ્રવિજયજી, જયશેખરવિજયજી, જિનચન્દ્રસૂરિ (દિO), જિનસાગરસૂરિ, જિનેશ્વરસૂરિ, જ્ઞાનભૂષણ (દિ0), દેવવિજયગણિ, ન્યાયાચાર્ય, પદ્મમન્દિરગણિ, ભુવનતુંગસૂરિ, મલ્લવાદી, લક્ષ્મીસૂરિ, શીલરત્ન, શુભવર્ધનગણિ, સિદ્ધસેન દિવાકર, સુમતિ (દિ0) અને હર્ષનન્દન. ઉત્કીર્ણ સાહિત્ય શ્વેતાંબરો તેમ જ દિગંબરો એમ જૈનોના બંને સંપ્રદાયોનો ઉત્કીર્ણ સાહિત્યના સર્જનમાં ફાળો છે. પશ્ચિમ ભારત અને રજપૂતાનામાંથી ઉપલબ્ધ થતા જૈન ઉત્કીર્ણ લેખો મોટે ભાગે શ્વેતાંબર સંપ્રદાય સાથે સંબંધ ધરાવે છે જ્યારે દક્ષિણ ભારતના જૈન લેખો મોટે ભાગે દિગંબર સંપ્રદાયના જણાય છે. આ બંને સંપ્રદાયમાં જેઓ અમૂર્તિપૂજક છે તેમને તો પાષાણની કે ધાતુની જૈન પ્રતિમાઓ સાથે સંબંધ નહિ હોવાથી એમની તરફથી આવી પ્રતિમાઓ ઉપર કશું લખાણ કોતરાવાયેલું મળતું નથી. ૧. “દીવા નથી દરબારમાં થયું અંધારું ઘોર” એ જાણીતી પંક્તિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy