SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત [25] ૨૫ મુનિવરોએ પણ એકબીજાનાં ખોટાં જણાતાં મંતવ્યોના નિરસનાર્થે કૃતિઓ યોજી છે. આ ઉપરાંત મૂર્તિપૂજક શ્વેતાંબર પંથના મુનિવરોએ સ્થાનકવાસી-લુપકોને ઉદેશીને ગ્રંથો રચ્યા છે. આમ જે બીજા પ્રકારની ખંડનાત્મક કૃતિઓ છે તે પૈકી કેટલીકની મેં નોંધ પૃ. ૧૫૯ વગેરેમાં લીધી છે. આવી કૃતિઓ નોંધીને મારે કોઠીમાંનો કાદવ કાઢવા જેવી અધમ વૃત્તિને પોષવી ન હતી પરંતુ સાંપ્રદાયિક ઇતિહાસની ભૂમિકા પૂરી પાડવા માટે અને વેરવિરોધના પ્રસંગો સમભાવથી ઉકેલવા માટે વિચારવા લાયક મુદાઓ દર્શાવવા માટે મેં આ પ્રકરણ યોજયું છે. | ‘પ્રકીર્ણક વિષયો' નામક પ્રકરણમાં નિર્દેશાયેલી કૃતિઓમાં અષ્ટકપ્રકરણ અને કાત્રિશદ્ધાત્રિશિકા તેમ જ વિવેકવિલાસ એમાં નિરૂપાયેલા વિદ્વિધ વિષયોને લઈને નોંધપાત્ર છે. શ્રમણોને આત્મોન્નતિ સાધવામાં માર્ગદર્શક થઈ પડે એવી બે કૃતિ જિનવલ્લભગણિએ રચી છે અને એ પૈકી સંઘપટ્ટક તો ઉત્કીર્ણ પણ છે. આ પ્રકરણમાં કેટલીક પટ્ટાવલીઓને સ્થાન અપાયું છે તે એક જાતની ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે. હીઝન, સેનપ્રશ્ન, તાત્ત્વિકપ્રશ્નોત્તર અને વિચારરત્નાકર જિજ્ઞાસુઓની શંકાઓના સમાધાન માટે ઉપયોગી છે. શૃંગારવૈરાગ્યતરંગિણી એ શબ્દોની જાતજાતની રમતોના ઉત્તમ નિદર્શનની ગરજ સારે છે. મૂળ શબ્દમાં અક્ષરની વૃદ્ધિ, મૂળ શબ્દગત કોઇ અક્ષરનો લોપ, કોઇ શબ્દમાં અક્ષરની વૃદ્ધિ અને સાથે સાથે કોઈ અક્ષરનો લોપ, અનેકાર્થિકતા, પદચ્છેદની ભિન્નતા તેમ જ અક્ષરોમાં પરિવર્તન રમતોની વિવિધતામાં કારણરૂપ છે. આ બાબત હું નીચે મુજબ દર્શાવું છું. દૃષ્ટિપાત (૭) ઋષ્ટિપાત અલિક (૧૫) અલીક નિતંબ (૨૯) બિંબ આનન (૮) કાનન (૩૦) પુર (૨૪) કરક (૨) કલેશ વદન (૧૧) વન ગલ (૧૫) અર્ગલ વધૂ (૩૨) ધૂ ભુજ (૧૯) ભુજગ વલયભર (૨૩) બલભર મુખ (૯) આમુખ વિષય (૩૪) વિષ વિક્રકચ નવક્રકચ સ્પર્શ (૧૬) સ્પશ (૧) વ્યાલ સ્ત્રી (૩૧) શસ્ત્રી વૃદ્ધિ તથા લોપ હાર કુણ્ડલયુગ (૧૩) કુયુગલ (૨૫) નીહાર લોપ સ્તન (૧૭) અસ્ત અધર (૧૨) ધર ત્યર્થક કુન્તલભાર (૪) કુન્તભાર અલીક (૫) જઘન (૨૮) ઘન દોષાવગૂઢ (૨૧) ૧. “દીવા નથી દરબારમાં થયું અંધારું ઘોર” એ જાણીતી પંક્તિ છે. નૂપુર કર કેશ વોલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy