SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ [24] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ ૩ સ્નાત્ર પંચાશિકાઓ ઈત્યાદિ. આ પૈકી સંસ્કૃત કૃતિઓની નોંધ લેતી વેળા મેં જિણન્ડવણવિહિની તેમજ અજ્ઞાતકક જન્માભિસેયની નોંધ લીધી છે. એથી અહીં તો નન્નશે તેમ જ અન્ય કોઈએ રચેલા મહાવીરકલસ તથા જયમંગલકૃત મહાવીરવૃદ્ધકલશનો ઉલ્લેખ કરવો બસ થશે કેમકે સ્નાત્રપંચાશિકા નામની ચાર કૃતિઓ વિષે તો મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૨૬૩)માં સંક્ષેપમાં નિર્દેશ કર્યો છે. બેસતે મહિને તેમ જ અન્ય કેટલાક પ્રસંગોએ જિનાલયોમાં સ્નાત્ર ભણાવાય છે. કેટલીક વાર શાન્તિ-સ્નાત્ર અને કોઈ કોઈ વાર અષ્ટોત્તરી સ્નાત્ર માટે પણ તેમ કરાય છે. તીર્થકરના અભિષેકને ઉદેશીને રચાયેલી અહંદભિષેકવિધિ મહત્ત્વપૂર્ણ છે. સ્વમતસમર્થક કિવા ખંડનમંડનાત્મક ગ્રન્થો જૈન દૃષ્ટિ પ્રમાણે જગત્ અનાદિ અનંત છે. આથી એમ કહી શકાય કે સત્ય અને અસત્ય એ બંને જગજૂનાં છે-શાશ્વત છે. વળી આ બંને એક બીજાના કટ્ટર દુશ્મન છે. આથી તો એકનો સ્વીકાર કરનાર અન્યને સાથ આપી શકે નહિ એ દેખીતી વાત છે. જે પદાર્થ જેવો હોય તેવો તેને રજૂ કરવો એ સત્ય હકીકત છે. આમ કરવા માટે બે રીતે કામમાં લઈ શકાય તેમ છે : (૧) મંડનાત્મક અને (૨) ખંડનાત્મક. પ્રથમ રીતે ગ્રહણ કરનાર પોતાનું મંતવ્ય સીધે સીધું રજૂ કરે છે અને તેમ કરતી વેળા એની ઇચ્છા હોય તો તેના સમર્થનાર્થે પ્રમાણો પણ પૂરાં પાડે છે પરંતુ એ કંઈ વિરુદ્ધ મંતવ્યના દોષો રજૂ કરતો નથી. ખંડનાત્મક રીતે પસંદ કરનાર પોતાના પક્ષનું સ્થાપના કરે છે અને તેમ કરતી વેળા વિરુદ્ધ પક્ષની ખબર પણ લે છે. અને એમાં પ્રચ્છન્ન કે પ્રગટ સ્વરૂપે રહેલા દોષો એ દર્શાવે છે અને એની સાબિતી પણ આપે છે. મંડનાત્મક ગ્રન્થોમાં ખંડન ગર્ભિત રીતે હોય છે એટલે કડવાશનો પ્રસંગે ઉપસ્થિત થતો નથી. આથી તો એવા ગ્રન્થ વાંચનારને પોતાના મતથી વિરુદ્ધ વાતો વાંચતાં પણ ગુસ્સો ચડતો નથી બલ્ક પોતાના મંતવ્યને કસી જોવાનો લાભ મળે છે. ખંડનાત્મક ગ્રન્થોની વાત જુદી છે. એ સામા પક્ષનાં મંતવ્યો ઉપર પ્રહાર કરે છે એટલે એ એટલે અંશે અરુચિકર બને છે. તેમાં પણ જો એ ગ્રન્થ દ્વારા ખોટી વસ્તુને વખોડવાને બદલે એના પ્રરૂપકને ઉધડે હાથે લેવાનું-વિરુદ્ધ મત ધરાવનાર તરફ વૈષ દર્શાવવાનું કે એનો ઉપહાસ કરવાનું પગલું ભરાયું હોય તો તે વધારે પ્રમાણમાં અરુચિકર બને છે અને કેટલીક વાર તો અદાવત કેળવવામાં સહાયક બને છે. આવી પરિસ્થિતિ હોવા છતાં કેટલીક વાર ખંડનાત્મક ગ્રન્થો યોજાયા છે અને યોજાય છે. દાર્શનિક કૃતિઓમાં સામાન્ય રીતે ઈતર દર્શનનાં મંતવ્યોનું ખંડન હોય છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચય જેવી કૃતિ કેવળ ખંડનાત્મક નથી પરંતુ એનું લક્ષ્ય સમન્વય સાધવાનું પણ છે એટલે એ તો અપવાદરૂપ ગણાય. આથી આ ઈતિહાસમાં જે દાર્શનિક કૃતિઓની નોંધ લેવાઈ છે તે એક પ્રકારની ખંડનાત્મક કૃતિઓ છે. આ ઉપરાંતની અન્ય પ્રકારની પણ ખંડનાત્મક કૃતિઓ જૈનોને હાથે રચાઈ છે અને તેમાં એક સંપ્રદાયે અન્ય સંપ્રદાયની ઝાટકણી કાઢી છે. દા. ત. શ્વેતાંબરોએ દિગંબરોની અને દિગંબરોએ શ્વેતાંબરોની માન્યતાઓનું જોરશોરથી નિરસન કર્યું છે. આ તો બે ભિન્ન ભિન્ન સંપ્રદાયની વાત થઈ. એક જ સંપ્રદાયની વ્યક્તિઓમાં પણ મુખ્યતયા ક્રિયાકાંડને અંગે વિરોધ ઉદ્ભવતાં ખંડનાત્મક કૃતિઓ રચાઈ છે અને રચાય છે. “તપા' ગચ્છના કેટલાક મુનિવરોએ સ્વતંત્ર રીતે કે ઈતર ગચ્છાનુગામીઓના આક્ષેપોના ઉત્તરરૂપે તે તે ગચ્છના મંતવ્યોનું નિરસન કર્યું છે. એવી રીતે ખરતર વગેરે ગચ્છના મુનિવરોએ સ્વતંત્ર રીતે કે આક્ષેપોના જવાબરૂપે કૃતિઓ યોજી છે. વળી કેટલીક વાર એક જ ગચ્છના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy