SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત [23] ૨૩ કલ્પ-સાહિત્ય ઉદ્ભવ-જૈન ધર્મ નિવૃત્તિપ્રધાન છે અને એના અનુયાયીઓ વીતરાગ પરમાત્માના ઉપાસક છે. આથી કેટલાક વિદ્વાનો એવી કલ્પના કરે છે કે બૌદ્ધો તરફથી તાંત્રિક સાહિત્ય રચાતાં વૈદિક હિંદુઓએ પણ એવું સાહિત્ય રચ્યું અને આગળ જતાં એ બંનેના સહવાસમાં આવનારા રહેનારા જૈનોએ પણ એ પ્રકારનું સાહિત્ય રચ્યું. તેમાં પણ પ્રથમ તો જૈનોએ મત્રો અને યન્ત્રોને લગતા સાહિત્યનું સર્જન કર્યું અને ત્યાર બાદ “કલ્પ' રચવાનું કાર્ય એમણે હાથ ધર્યું. આ પ્રકારના મંતવ્યો સાથે સંમત થતાં હું અચકાઉં છું કેમકે જૈન પરંપરા પ્રમાણે ભ. ઋષભદેવના સમકાલીન અને એમના અનન્ય ભક્ત નમિ અને વિનમિ એ બંને અનેક વિદ્યાઓના જાણકાર બન્યા હતી. આ વાત બાજુએ રાખીએ તો પણ દિઢિવાયના એક પુવ્યમાં વિદ્યા, મત્ર વગેરેને સ્થાન અપાયું હતું. એવા ઉલ્લેખો મળે છે અને એ પુવ્યની રચના તો મહાવીરસ્વામી સર્વજ્ઞ બન્યા પછી તરત જ થયેલી છે તેનું કેમ ? નામાવલી–જૈન મુનિવરોએ જાતજાતના કલ્પ રચ્યા છે. એ પૈકી કેટલાકનાં નામ હું અહીં ગણાવું છું. ચિન્તામણિ-કલ્પ રક્ત-પદ્માવતી-કલ્પ જ્વાલામાલિની-કલ્પ વર્ધમાન-વિદ્યા-કલ્પ નમસ્કાર-કલ્પ શકસ્તવ-કલ્પ નમિઊણસ્તોત્ર-કલ્પ સરસ્વતી-કલ્પ ભૈરવ-પદ્માવતી-કલ્પ સૂરિ-મંત્ર-કલ્પ આમ્નાય-મહાપ્રભાવિક નવસ્મરણમાં નીચે મુજબના પાંચ આમ્નાય અપાયા છે. નવકાર-મંત્રા—ાય, સન્તિકર-સ્તવાસ્નાય, તિજયપઘુત્ત-સ્તોત્રાસ્નાય, ભક્તામર-સ્તોત્રમત્રતત્રાસ્નાય અને કલ્યાણમન્દિર-સ્તોત્ર-મન્નાસ્નાય. | વિંશતિયગ્નવિધિ નામની મેઘવિજયગણિની કૃતિમાં જાત-જાતના યન્ત્રોનું આલેખન છે. આ વિષયને લગતી આથી પ્રાચીન કોઈ કૃતિ હોય તો તે મારા જાણવામાં નથી. અનુષ્ઠાનો જાતજાતનાં છે. આ વિષય નિર્વાણલિકા અને આચારદિનકરમાં સારી રીતે નિરૂપાયો છે. જિનપ્રતિમાની પ્રતિષ્ઠાની વિધિ અંગે પુષ્કળ કૃતિઓ રચાઈ છે. જૈન મંતવ્ય મુજબ પ્રત્યેક તીર્થકરના જીવનમાં પાંચ વિશિષ્ટ પ્રસંગો ઉદ્ભવે છે. દરેકને ‘કલ્યાણક' કહે છે. પાંચ કલ્યાણકો પૈકી જન્મ-કલ્યાણક વખતે “મેરુ પર્વત ઉપર ઈન્દ્રો તરતના જન્મેલા તીર્થકરનો અભિષેક કરે છે. ભ. ઋષભદેવનો તો રાજ્યાભિષેક પણ ઉજવાયો હતો. જન્માભિષેકને લક્ષીને જાતજાતની કૃતિઓ રચાઈ છે. જેમકે જીવદેવસૂરિકૃત જિણ~વણવિધિ, વાદિવેતાલકૃત અહંદભિષેકવિધિ, અજ્ઞાતકર્તૃક જમ્માભિસેય, આશાધરાદિકૃત મહાભિષેક, નગ્નગકૃત મહાવીરકલસ અને વિવિધ ૧. જુઓ “જૈનાચાર્ય” શ્રીઆત્માનંદ જન્મશતાબ્દિ સ્મારક ગ્રન્થ પૃ.૯. ૨. આ અપભ્રંશમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy