SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ [22] જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભાગ ૩ અધ્યાત્મકભેદ, અધ્યાત્મકમલમાર્તડ, અધ્યાત્મકલિકા, અધ્યાત્મગીતા, અધ્યાત્મતરંગિણી, અધ્યાત્મપરીક્ષા, અધ્યાત્મપ્રદીપ, અધ્યાત્મપ્રબોધ, અધ્યાત્મબિંદુ લવિંશિકા, અધ્યાત્મલિંગ, અધ્યાત્મવિદ્યોપનિષદ્ અધ્યાત્મસાર, અધ્યાત્મસારોદ્ધાર, અધ્યાત્માષ્ટક અને અધ્યાત્મોપનિષદ્ર આમાં હું બે આધુનિક કૃતિઓ ઉમેરું છું : (૧) અધ્યાત્મતત્ત્વાલક અને (૨) અઝત્તતત્તાલોય. બીજી કૃતિ મુખ્યત્વે કરીને પ્રથમ કૃતિની છાયારૂપ છે. બંને કૃતિના કર્તા ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજી છે. અધ્યાત્મવિષયક પ્રાચીન કૃતિઓ પૈકી અધ્યાત્મગીતા ગુજરાતીમાં છે અને અધ્યાત્મમત પરીક્ષા જ. મ. માં છે એટલે એ બે વિષે અહીં વિચાર કરવાનો રહેતો નથી. બાકીની બીજી કૃતિઓમાં અધ્યાત્મકલ્પદ્રુમ વિશેષતઃ સુપ્રસિદ્ધ તેમ જ અધ્યાત્મવિદ્યોપનિષદ્ એ સૌથી પ્રાચીન છે. યોગમાર્ગની દ્વિતીય ભૂમિકા તે ‘ભાવના છે. એને લગતી અન્યાન્ય કૃતિઓમાં ગેયતાની દૃષ્ટિએ તો શાન્તસુધારસ અનુપમ છે. ભાવના પછી ધ્યાનને ઉદેશીને મેં જે કેટલીક કૃતિઓનો નિર્દેશ કર્યો છે. તેમાં ધ્યાનના માર્ગના ૨૪ પ્રકારો વિષેની યથેષ્ટ માહિતી ધ્યાનવિચાર નામની અજ્ઞાતકર્તક કૃતિ પૂરી પાડે છે. સમતા માટે બે જ કૃતિ મારા જોવામાં આવી છે. સમાધિને અંગેની કૃતિઓમાં પૂજ્યપાદકૃત સમાધિશતક મોખરે છે. વૈરાગ્યકલ્પલતા વૈરાગ્ય ઉપરાંત સમાધિનું સ્વરૂપ પણ રજૂ કરે છે. આત્માનુશાસન નામની દિ. ગુણભદ્રની રચના નોંધપાત્ર છે. આત્મોન્નતિના ક્રમ ઉપર રત્નશેખરસૂરિકૃત ગુણસ્થાનકમારોહ મહત્ત્વનો પ્રકાશ પાડે છે. “જ્ઞાની મતં વિરતિ” અર્થાત્ જ્ઞાનનું ફળ વિરતિ છે એમ વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ પ્રશમરતિ (ગ્લો. ૭૨)માં જે કહ્યું તે જૈન મંતવ્ય સચ્ચારિત્ર ઉપર કોરા જ્ઞાન કરતાં વિશેષ ભાર મૂકે છે એમ દર્શાવે છે. મોક્ષ મેળવવા માટે સૌથી પ્રથમ તો માર્ગાનુસારી બનવું જોઈએ. એના પાંત્રીસ ગુણો કેળવવા જોઈએ. આ બાબત ધર્મબિન્દુમાં પ્રારંભમાં દર્શાવાઈ છે. શ્રાવકોના આચાર અંગે રત્નકરંડક વગેરે કૃતિઓ વિચારવી ઘટે. મત્રશાસ્ત્રના અભ્યાસ માટે પ્રાચીનતાની દૃષ્ટિએ અનુભવસિદ્ધ-મત્રદ્ધાત્રિશિકાનો અને અનેક મન્ત્રશાસ્ત્રના સંગ્રહ જાણવાની ઈચ્છાની પૂર્તિ કરનાર તરીકે વિદ્યાનુશાસનનો ઉલ્લેખ થઈ શકે તેમ છે. શાશ્વત કલ્પપુસ્તકો અંગે કોઈ સ્વતંત્ર કૃતિ સંસ્કૃતમાં હોય એમ જણાતું નથી. ૧. આ નામની બે કૃતિ છે. ૨. આ નામની એક કૃતિ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચી છે. ૩. આનું બીજું નામ અધ્યાત્મઉપનિષદ્ છે. પ્રચલિત નામ “યોગશાસ્ત્ર' છે. અને એના કર્તા “કલિ૦' હેમચન્દ્રસૂરિ છે. ૪. આ કતિ ખરતર દીપચંદના ભક્ત (શિષ્ય) દેવચન્દ્ર ૪૯ પદ્યોમાં રચી છે અને એને આત્મગીતા પણ કહે છે. નવ પદ્યની અધ્યાત્મગીતા નામની એક કતિ કમલકીર્તિએ રચી છે. જુઓ D C G C M (VOI, XVIII, pt. I, p. 86) આ સૂચીપત્ર (પૃ. ૧૫૯-૧૬૧)માં મેં અધ્યાત્મબાવની નામની ગુજરાતી કૃતિ તેમ જ અધ્યાત્મફાગ નામની હિન્દી કૃતિ વિષે અને પૃ. ૧૭૮માં નેમિદાસે ગુજરાતી પદ્યમાં રચેલી અધ્યાત્મમાલા યાને અધ્યાત્મસારમાલા વિષે નોંધ કરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy