SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૮ : જૈન પાઈય કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. ૩૪૨-૩૪૫] ૧૮૭ અભયદેવસૂરિએ કહ્યું છે કે આ રીતે (સમ્મઈપયરણનાં) કેટલાંક સૂત્રોની વ્યાખ્યા વડે જે પુષ્કળ પુણ્ય મેં ઉપાર્જન કર્યું છે તેના વડે ભવ્ય જીવોનો સંસારનો ભય દૂર થઈ તેઓ જ્ઞાનગર્ભિત, નિર્મળ અને આનંદપૂર્ણ એવા અભયદેવ (?) અર્થાત્ મોક્ષને પામો. આમ જો કે અહીં કેટલાંક સૂત્રો' એમ કહ્યું છે છતાં એમણે વ્યાખ્યા કરતી વેળા એકે પદ્યને કે એના મુખ્ય અંશને છોડી દીધેલ નથી. સમ્મઈપયરણનો સાંગોપાંગ અભ્યાસ કરનારે વાદમહાર્ણવનું પરિશીલન કરવું જોઇએ પરંતુ આ મહાસાગરમાં પ્રવેશ કરવો એ કંઈ સાધારણ વાત નથી. આને લક્ષમાં રાખીને જૈનાચાર્ય શ્રીવિજયલબ્ધિસૂરિએ સમ્મતિતત્ત્વસોપાનની યોજના કરી છે. (૫) ન્યાયાચાર્યકૃત ટીકા- ન્યાયાચાર્ય યશોવિજયગણિએ સમ્મઈપયરણનું આકંઠ પાન કર્યું છે. એમણે પોતાની વિવિધ કૃતિઓને આ અમૂલ્ય કૃતિમાંથી અવતરણો આપી એનું મૂલ્ય વધાર્યું છે. વિશેષમાં એ અવતરણો ઉપર પોતે વિવરણ પણ રચ્યું છે. કેટલીક વાર તો એ સ્વતંત્ર છે કેમકે એ વાદમહાર્ણવને અનુસરતું નથી કઈ કઈ કૃતિમાં સમ્મઇપયરણની ગાથાઓ આવે છે એ બાબત ઉપર્યુક્ત સંસ્કરણમાં પાંચમાં ભાગમાં ત્રીજા પરિશિષ્ટરૂપે રજૂ થઈ છે એટલે હવે તે તે સ્થળો તેમ જ ત્યાર પછી પ્રકાશિત કેટલીક કૃતિઓ જોઇ ફક્ત સંકલના જ કરવાની બાકી રહે છે. એ થતાં આપણને આ મહત્ત્વપૂર્ણ કૃતિ ઉપર યશોવિજયગણિ જેવા પ્રતિભાશાળીને હાથે રચાયેલી લઘુ ટીકા મેળવવાનો P ૩૪૫ લાભ થશે. (૬) અજ્ઞાતકર્તૃક ટીકા- સમ્મઈપયરણ ઉપર કોઇકની ટીકા હોવાનો ઉલ્લેખ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૨૩)માં છે. કવિદપ્પણ- કોઇક જૈને આ પાંચ પ્રકરણોમાં રહ્યું છે. એમણે હૈમ છન્દોડનુશાસનમાંથી અવતરણ આપ્યું છે તેમ જ પત્તા અને કડવનાં ઉદાહરણોમાં કુમારપાલનો ઉલ્લેખ કર્યો છે. આના ઉપર કોઈ જૈને વૃત્તિ રચી છે. એમાં ત્રિલોચનદાસ, ગિલ, મનોરથ, સૂર અને સ્વયંભૂ એ છંદશાસ્ત્રીઓનો તેમ જ પાઇય છંદકંદલીનો ઉલ્લેખ કર્યો છે. વળી એમણે પાદલિપ્તસૂરિને અંગેનું એક પદ્ય ઉદ્ધત કર્યું છે. છન્દોડણસાસણ- જિનેશ્વરસૂરિએ પાઇયમાં ૨૩ ગાથામાં ગાથાને અંગે ઇન્દ્રોડણસાસણ રચ્યું છે. એના ઉપર ૨૪૩ શ્લોક જેવડી વૃત્તિ મુનિચન્દ્રસૂરિએ રચી છે. ઇસિમંડલથીd કિંવા મહરિસિકુલ– પ્રાચીન ઋષીઓના ગુણોત્કીર્તનરૂપે ધર્મઘોષસૂરિએ ૨૦૮ ગાથાનું જ. મ. માં સ્તોત્ર રચ્યું છે. એને મહર્ષિકુલ તેમ જ મહર્ષિગુણસંસ્તવ પણ કહે છે. ૧. આ કૃતિ “શ્રીલબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”ના પંદરમા મણિ તરીકે જાણીથી ઈ.સ. ૧૯૦૬માં પ્રકાશિત થઇ છે. ૨. દા. ત. અનેકાતન્તવ્યવસ્થા ૩. આ વૃત્તિ સહિત ABORIમાં ઈ. સ. ૧૯૩૫માં છપાયેલ છે. ૪. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૬૪-૬૫).. ૫. આ પ્રકાશિત છે. જુએ ટિ. ૧. ૬. મૂળ કૃતિ કથાર્ણવાંક સહિત “આત્મવલ્લભ ગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૩૯માં અને એ મૂળ કૃતિ કોઈકની અવચૂરિ સહિત “શ્રુતજ્ઞાન અમીધારા ગ્રંથમાલામાં ઇ.સ. ૧૯૫૦માં છપાઈ છે. [વિદ્યાશાળાથી ભાષાંતર છપાયું છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy