SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૮ (૨) મલવાદીએ રચેલી ટીકા– “વાદિમુખ્ય’ મલવાદીએ સમ્મઈપયરણ ઉપર સંસ્કૃતમાં ટીકા રચી હતી એમ હરિભદ્રસૂરિકૃત અનેકાન્તજયપતાકાની સ્વોપજ્ઞ વ્યાખ્યા (ખંડ ૧, પૃ. ૫૮ ને ૧૧૬) જોતાં જણાય છે. યશોવિજયગણિએ અષ્ટસહસ્ત્રીની ટીકામાં મલ્લવાદીનો સમ્મઈપયરણના ટીકાકાર તરીકે ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં મલ્લવાદીએ આ ટીકામાં કોટિશઃ ભંગો દર્શાવ્યા છે એમ પણ એમણે કહ્યું છે. બુ. ટિમાં આ ટીકાનું પરિમાણ ૭૯૦ શ્લોકનું નોંધાયું છે. આ ટીકાની હાથપોથી હજી સુધી તે કોઈ સ્થળેથી મળી આવી નથી એટલે વિશેષ તપાસ થવી ઘટે. એમ લાગે છે કે યશોવિજયગણિએ તો આ ટીકા જોઈ હતી. એ જો લુપ્ત હોય તો સમ્મઈપયરણના અભ્યાસ માટેનું એક ઉત્તમ સાધન આપણે ગુમાવ્યું છે એમ કહેવાય. . (૩) સુમતિકૃત ટીકા- હરિભદ્રસૂરિએ શાન્તરક્ષિતનો ઉલ્લેખ કર્યો છે. આ શાન્તરક્ષિત બૌદ્ધ ગ્રંથકાર છે. એમણે તત્ત્વસંગ્રહ રચ્યો છે. આમાં “સ્યાદ્વાદપરીક્ષા” (કારકિા ૧૨૬૨ ઇ.) અને બહિરWપરીક્ષા” (કારિકા ૧૯૮૦ ઈ.)માં સુમતિનું ખંડન કર્યું છે. આ દિગંબર સુમતિએ સમ્મઇપયરણ ઉપર ટીકા રચી છે એ વાત વાદિરાજસૂરિકૃતિ પાર્શ્વનાથચરિત્રના પ્રારંભ ઉપરથી અને શ્રવણ બેલ્ગોલાની મલ્લિણપ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે. આ સુમતિનું બીજું નામ સન્મતિ પણ છે. એમણે રચેલી ટીકાની કોઈ હાથપોથી મળતી હોય એમ જણાતું નથી. (૪) તત્ત્વબોધવિધાયિની કિંવા વાદમહાર્ણવ- પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય તર્કપંચાનન” અભયદેવસૂરિએ ૨૫OOO શ્લોક જેવડી અને પોતાના સમય સુધીની વિવિધ દાર્શનિક ચર્ચાઓને રજૂ કરનારી તબોધવિધાયિની નામની અને વાદમહાર્ણવ તરીકે પ્રખ્યાતિ પામેલી વિવૃતિ રચી છે. સમ્મઇપયરણના દ્વિતીય કાંડની ૪૦મી ગાથાની વિવૃત્તિ (પૃ. ૪૪૭)માં એમણે કહ્યું છે કે એ આદ્ય બે ભંગોના ત્રણ ત્રણ પ્રકારો, તૃતીય અને ચતુર્થના દસ દસ અને પાંચમા વગેરેના ૧૩૦ પ્રકારો છે તે મલ્લવાદીએ દર્શાવ્યા છે. વળી એ મલ્લવાદીએ કહ્યું છે કે એ ૧૪ર૬ પ્રકારો દ્ધિ. આદિ સંયોગની કલ્પના કરતાં કરોડ થાય છે. સમ્મઈપયરણના ત્રીજા કાંડની ૬૫મી ગાથાની વિવૃત્તિમાં પૃ. ૭૫૪માં મૂર્તિને P ૩૪૪ આભરણો વડે ભૂષિત કરવી કે નહિ એ બાબતની ચર્ચા કરે છે. આ મહાકાય વિવૃતિની પ્રશસ્તિમાં ૧. એમણે સમ્માઇ-પયરણની ટીકા રચી હોય એમ જણાતું નથી અને “કલિકાલસર્વજ્ઞ' હેમચન્દ્રસૂરિ માટે પણ આમ જ ભાસે છે ખરું પણ એમ જ હોય તો એ નવાઈ જેવી હકીકત ગણાય. ૨. જુઓ એ. . ૫. (ખંડ ૨)નો મારો અંગ્રેજી ઉપોદ્રઘાત (પૃ. ૯૬). ૩. આનું અંશતઃ પ્રકાશન વીરસંવત્ ૨૪૩૬માં “યશોવિજય જૈન ગ્રંથમાલા” તરફથી કરાયું હતું. એ અપૂર્ણ કાર્ય પુરાતત્ત્વ મંદિર” તરફથી પૂર્ણ કરાયું છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૫૬-૧૫૭). એનું આ સંપાદન તેર પરિશિષ્ટો સહિત પં. સુખલાલ સંઘવી અને પં. બેચરદાસ દોશીને હાથે થયું છે. સંપાદનના પ્રમાણમાં કાગળ સારા વપરાયા નથી એ વાત ખટકે છે. આ સંસ્કરણમાં જે મહત્ત્વની ભૂલો રહી ગઈ છે તેનું તત્ત્વસંગ્રહ સટીકના પરામર્શપૂર્વક પરિમાર્જન થવું ઘટે. [દિવ્યદર્શનટ્રસ્ટ તરફથી હિંદી વિવેચન સાથે ૩ ભાગમાં આનું પ્રકાશન થયું છે.] ૪. ન્યાયાચાર્ય અસહસ્ત્રીવિવરણ (પૃ. ૨૧૦)માં આ કરોડ પ્રકારો મલવાદીએ સમ્મતિની ટીકામાં દર્શાવ્યાનું કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy