SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૮ P. ૩૪૬ એ મૂળ સ્તોત્ર અવસૂરિ સહિત જૈનસ્તોત્રદોહ (ભા. ૧, પૃ. ૨૭૩)માં છપાયું છે. એ મૂળ સ્તોત્ર વિવિધ વૃત્તિઓથી વિભૂષિત છે. એમાંની એક જ. મ. માં છે. બાકીની નિમ્નલિખિત વૃત્તિઓ સંસ્કૃતમાં છે :(૧) કથાર્ણવાંક- આ ટીકા “ખરતર' ગચ્છના ગુણરત્નસૂરિના શિષ્ય પદ્મમન્દિરગણિએ વિ. સં. ૧૫૫૩માં રચી છે. (૨) વૃત્તિ- સાધુવિજયગણિના શિષ્ય શુભવર્ધનગણિની આ વૃત્તિ ૧૮000 શ્લોક જેવડી છે. (૩). પ્રભાતવ્યાખ્યાપદ્ધતિ- આ “ખરતરમ્ ગચ્છના હર્ષનંદને વિ.સં. ૧૭૦૪માં ૪૨૦૦૦ શ્લોક જેવડી રચેલી ટીકા છે. (૪) વૃત્તિ- “અંચલ' ગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય ભુવનતુંગસૂરિની આ ૪000 શ્લોક જેવડી રચી છે. આ ઉપરાંત કીર્તિરને, ખરતર' ગચ્છના જિનસાગરસૂરિએ, લક્ષ્મીસૂરિએ અને શીલરત્ન એકેક વૃત્તિ રચી છે. વળી મૂળ કૃતિ ઉપર કોઇકની અવચૂરિ છે. ધર્મસાગરગણિના શિષ્ય શ્રુતસાગરગણિએ વિ. સં. ૧૬૭૮માં બાલાવબોધ રચ્યો છે. ઇસિમંડલથવ- ૨૭૧ ગાથામાં રચાયેલો અને ૪૬૧૪ શ્લોક જેવડી કોઈકની સંસ્કૃત વૃત્તિથી વિભૂષિત એવો એક સ્તવ જ. મ. માં છે. P. ૩૪૭ સિદ્ધાન્તસાર– આ ૭૯ ગાથાની કૃતિના રચનાર દિ. જિનચન્દ્રસૂરિ છે. આના ઉપર સુમતિકીર્તિનું ભાષ્ય છે. એનું સંશોધન વીરચન્દ્રના શિષ્ય જ્ઞાનભૂષણે કર્યું હતું. આ પ્રમાણે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૪૦)માં ઉલ્લેખ છે. જૈ. સા. ઇ. (પૃ. ૫૭)માં તો ભાષ્યના કર્તા તરીકે ગુજરાતના રહીશ અને બહુશ્રુત જ્ઞાનભૂષણનું નામ અપાયું છે. વળી એમણે લક્ષ્મીચન્દ્ર અને વીરચન્દ્ર એ બે શિષ્યને કે પછી પ્રશિષ્યને ભણવા માટે આ ભાષ્ય રચ્યું હતું એમ પણ અહીં કહેવાયું છે. આ જ જ્ઞાનભૂષણના શિષ્ય વિજયકીર્તિના શિષ્ય તરીકે અનેક ગ્રંથોના કર્તા શુભચન્દ્ર (વિ. સં. ૧૬૦૮)નો ઉલ્લેખ કરાયો છે. એમની ગુરુપરંપરાનો પ્રારંભ પદ્મનન્દિથી કરી સકલકીર્તિનો અને ભુવનકીર્તિનો નિર્દેશ કરાયો છે. આ જ્ઞાનભૂષણની અન્ય કૃતિ તે તત્ત્વજ્ઞાનતરંગિણી છે. એની પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે સિદ્ધાન્તસારનું ભાષ્ય એમણે વિ.સં. ૧૫૬૦માં રચ્યું છે. દાણાઇકુલય (ઉં. વિ. સં. ૧૩૨૭)- આ વિ. સં. ૧૩૨૭માં સ્વર્ગે સંચરેલા દેવેન્દ્રસૂરિની ૮૦ P ૩૪૮ પદ્યોની કૃતિ છે. એમાં દાન, શીલ, તપ અને ભાવ એ ચારને અંગે વીસ વીસ પડ્યો છે. એના ઉપર ૧. જુઓ. જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૩૭૩, ટિ. ૧) ૨. આ “આત્મવલ્લભ ગ્રંથમાલા”માં પ્રકાશિત છે. ૩. આ માટે જુઓ આ પૃ. ૧૮૮ ૪. આ કૃતિ અજ્ઞાતકક ટીકા સહિત “મા. દિ. ગ્રં.”માં કેટલાક ગ્રંથો સહિત સિદ્ધાંતસારાદિસંગ્રહના નામથી ગ્રંથાંક ૨૧ તરીકે વિ.સં. ૧૯૭૯માં છપાઈ છે. ૫. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈ.સ. ૧૯૨૨માં છપાવાઈ છે. ૬. આ લઘુ કતિ ધર્મરત્નમંજૂષા તેમ જ લાભકસલગણિકત ટીકા સહિત હીરાલાલ હંસરાજ તરફથી ત્રણ ભાગમાં .સ. ૧૯૧૫માં છપાવાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy