SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૮ ૬૬૫) સુધીમાં એક મનનીય કૃતિ નામે વિસસા. રચી છે. એના ઉપર એમણે જાતે સંસ્કૃતમાં ટીકા રચી છે. આ છઠ્ઠા ગણધરની સંપૂર્ણ વક્તવ્યતા સુધીની અર્થાત્ ગાથા ૨૩૧૮ (આ. નિ.ની ગા. ૪૬૪) સુધીની જ છે. એમાં દિનાગકૃત પ્રમાણસમુચ્ચયના દ્વિતીય સ્વાર્થાનુમાન પરિચ્છેદની “સાતવાલાવિસંવાલ્સામાન્યાનુમનતા''રૂપ અડધી કારિકા ઉદ્ધત કરાઈ છે એટલું જ નહિ પણ દિનાગે યોજેલી ન્યાયપરિભાષા પણ કેટલેક સ્થળે દૃષ્ટિગોચર થાય છે. ક્ષમાશ્રમણના સ્વર્ગવાસને લઇને અપૂર્ણ રહેલી સ્વોપજ્ઞ ટીકા કોટ્ટાર્યવાદિગણિ મહત્તરે પોતાના તરફથી પૂર્ણ કરી છે. એ વિસસા.ની ગા. ૨૩૧૯-૨૬૦૩ને અંગેની છે પ્રારંભમાં ત્રણ પદ્યો સંસ્કૃતમાં છે. એ ટીકામાં પ્રમાણસમુચ્ચય તેમ જ દિનાગની અન્ય કૃતિ નામે ન્યાયમુખમાંથી અવતરણો અપાયાં છે પરંતુ કુમારિસ કે ધર્મકીર્તિના મંતવ્યનો કોઈ ઇસારો જણાતો નથી. વિશેષમાં કોટ્યાચાર્યે પણ એક વૃત્તિ રચી છે. એમણે ધર્મકીર્તિકૃત પ્રમાણવાર્તિકમાંથી અવતરણો આપ્યાં છે. એ હિસાબે એઓ કોટ્ટાર્યવાદિગણિ પછી થયા છે. આ ઉપરાંત મલધારી' હેમચન્દ્રસૂરિએ પણ એક ટીકા વિ.સં. ૧૧૭૫માં રચી છે. એમાં એમને પાંચ શ્રમણોએ અને બે સાધ્વીઓએ સહાય કરી P ૩૪૦ હતી. આ હેમચન્દ્રસૂરિ ‘હર્ષપુરીય' (મલધાર) ગચ્છના મુનિચન્દ્રસૂરિના શિષ્ય અભયદેવસૂરિના શિષ્ય થાય છે. પ્રાકૃત થાશ્રય ઉપર વિ. સં. ૧૩૮૭માં રચાયેલી “લધારી' રાજશેખરસૂરિકૃત વૃત્તિની પ્રશસ્તિમાં સૂચવાયા મુજબ એઓ પ્રદ્યુમ્ન નામના રાજસચિવ હતા અને એમણે ચાર પત્નીઓ હતી. આ પદવી અને પત્નીનો મોહ જતો કરી એમણે અભયદેવસૂરિ પાસે દીક્ષા લીધી હતી. એમણે જીવસમાસ ઉપર વિ.સં. ૧૧૬૪માં વૃત્તિ રચી છે. વળી એમણે અણુઓગદાર ઉપર વૃત્તિ, નન્દીસુત્ત ઉપર અને હારિભદ્રીય આવશ્યકવૃત્તિ ઉપર ટિપ્પનક તેમ જ સયાગ ઉપર વિવરણ રચ્યાં છે. આ ઉપરાંત એમણે ઉવએસમાલા રચી એને સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કરી છે. એવી રીતે ભવભાવણા રચી એ ઉપર પણ એમણે સ્વોપજ્ઞ વૃત્તિ રચી છે. આ વિ. સં. ૧૧૭૦માં રચાયેલી વૃત્તિમાં નેમિનાથનું અને સાથે સાથે કૃષ્ણનું ચરિત્ર વિસ્તારથી જ. મ. માં પદ્યમાં આલેખાયું છે જ્યારે ભુવનભાનુકેવલિચરિત્ર સંસ્કૃતમાં પ્રાયઃ ગદ્યમાં રચાયું છે. આ “માલધારી' હેમચન્દ્રસૂરિના શિષ્ય વિજયસિંહના કથન મુજબ એક લાખ શ્લોક જેવડું એમના ગ્રંથોનું પૂર છે. ૧. આ ટીકા સહિત “લા. દ. વિદ્યામંદિર” તરફથી ત્રણ ભાગમાં અનુક્રમે ઇ.સ. ૧૯૬૬ ઇ. સ. ૧૯૬૮ અને ઇ.સ. ૧૯૬૯માં છપાવાઈ છે. એમાં અનુક્રમે ગા. ૧-૧૫૨૮, ગા. ૧૫૨૯-૨૩૧૮, ગા. ૨૩૧૯-૩૧૬૧ અને ગા. ૩૧૬૨-૩૬૦૩ છે. ૨. આ ભા. ૧-૨માં છપાઈ છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૩. એમની ટીકા ભા. ૨ના ઉત્તરાર્ધમાં તેમ જ ભા. ૩માં છપાઈ છે. જુઓ ટિ. ૧. ૪. એમનાં મુબારક નામ નીચે મુજબ છે : અભયકુમારગણિ, જિનભદ્રગણિ, ધનદેવગણિ, લક્ષ્મણગણિ અને વિબુધચન્દ્ર. ૫. આનંદશ્રી મહત્તા અને વીરમતી ગણિની. ૬. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૪૫). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy