SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૮ : જૈન પાઈય કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૩૩૫-૩૩૮] ૧૮૩ ઠાણથી માંડીને વિવાગસુય સુધીનાં નવ અંગો ઉપર અભયદેવસૂરિએ ટીકા રચી છે. તેમાં ઠાણ, રે ૩૩૭ સમવાય અને નાયાધમ્મકહાની ટીકા વિ.સં. ૧૧૨૦માં અને વિવાહપણત્તિની ટીકા વિ. સં. ૧૧૨૮માં એમણે રચી છે. બાકીનાં અંગોની ટીકા માટે રચનાવર્ષનો ઉલ્લેખ નથી. આ હકીકત એમણે વવાય નામના એક ઉવંગ ઉપર જે ટીકા રચી છે તેને પણ લાગુ પડે છે. આ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિએ પણવણાતઇયાયસંગહણી, પંચાસગની વૃત્તિ (વિ. સં. ૧૧૨૪), જયતિથ્રણથોત્ત, પંચનિયંઠી અને સત્તરિયાભાસ રચ્યાં છે. એકંદરે સાઠેક હજાર શ્લોક જેવડું એમનું લખાણ છે. એમણે પહાવાગરણ (આસવદાર ૪)ની ટીકામાં વાસુદેવ કૃષ્ણનું ચરિત્ર આલેખ્યું છે. શ્વેતાંબરીય સંસ્કૃત રચનાઓમાં એ પહેલવહેલું હોય એમ ભાસે છે. મલયગિરિસૂરિએ એક અંગ, છ ઉવંગ, બે છેયસુત્ત અને ત્રણ મૂલસુત્ત ઉપર એકેક વૃત્તિ રચી છે. જુઓ પૃ. ૨૮. વળી એમણે નંદીસુત્ત, જોઈસકરંડગ અને વિસસા. ઉપર વૃત્તિ રચી છે. આ ૩૩૮ ઉપરાંત એમણે શિવશર્મસૂરિકૃત કમ્મપયડ, છાંસીઇ, સત્તરિયા, પંચસંગહ, ઉમાસ્વાતિકૃત ત. સૂ, દેવિન્દનરઈન્દપયરણ, હરિભદ્રસૂરિકૃત ધમ્મસંગહણી તથા ધર્મસાર તેમ જ જિનભદ્રીય સંગહણી અને ખેત્તસમાસ ઉપર પણ વૃત્તિ રચી છે. જુઓ પૃ. ૨૯. ઉપરાંત એમણે શબ્દાનુશાસન પણ રચ્યું છે. નન્દીના પ્રારંભિક ભાગ ઉપરની એમની વૃત્તિ દર્શનશાસ્ત્રના અભ્યાસ માટે મહત્ત્વનું સાધન પૂરું પાડે છે. આવસ્મય ઉપર જિનભટસૂરિએ ટીકા રચી હતી પરંતુ એ મળી આવી નથી. એ સંસ્કૃતમાં હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે. આ ટીકા વગેરેના આધારે હરિભદ્રસૂરિએ આ આગમ ઉપર બે વૃત્તિ રચી છે. વિશેષમાં એમણે પણ વણા, જીવાજીવાભિગમ, અણુઓગદાર અને નન્દીસુત્ત તેમ જ ચેઇયવન્દણસુત્ત ઉપર એકેક વૃત્તિ રચી છે. એમણે દસયાલિય ઉપર બે વૃત્તિઓ રચી છે. આ બધી વૃત્તિઓ વિષે મેં “શ્રીહરિભદ્રસૂરિ”માં કેટલીક બાબતો દર્શાવી છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પાઈયમાં ૩૬૦૩ પદ્યમાં મોડામાં મોડી શકસંવત્ પ૩૧ (વિ. સં. ૧. એમનો વિસ્તૃત પરિચય અ. બેચરદાસ જી. દોશીએ “નવાંગીવૃત્તિકાર શ્રી. અભયદેવસૂરિ'માં આપ્યો છે. આ પુસ્તિકા શ્રી. વાડીલાલ એમ. પારેખે કપડવણજથી વિ.સં. ૨૦૧૦માં પ્રસિદ્ધ કરી છે. ૨. એમનો પરિચય સટીક શતક અને સપ્તતિકા નામના પાંચમાં અને છઠ્ઠા કર્મગ્રન્થોની પ્રસ્તાવના (પૃ. ૧૫ ૨૧)માં વિદ્વવલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ આપ્યો છે. ૩. આ પૈકી જબૂદીવપણત્તિની એમણે રચેલી વૃત્તિ પુયસાગરને અને શાન્તિચન્દ્રને નહિ મળવાથી નહિ મળવાથી બંનેએ આ નાશ પામ્યાનો ઉલ્લેખ કર્યો છે પણ સદ્ભાગ્યે આજે એ જેસલમેરના ભંડારમાં છે. ૪. જુઓ શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૨૭૧). ૫. જોઇસકરંડગની વૃત્તિ (પત્ર ૨૭, ૧૦૧, અને ૧૦૭)માં ક્ષેત્રસમાસ ઉપર વૃત્તિ રચ્યાનું મલયગિરિસૂરિએ કહ્યું છે. ૬. એમની કૃતિઓ ઈત્યાદિ વિષે મેં શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૨૭૦-૨૭૩)માં નોંધ લીધી છે. આ ક્ષમાશ્રમણના કેટલાક વિચારો વગેરે અંગે “લા. દ. વિદ્યામન્દિર” તરફથી ઈ.સ. ૧૯૬૭માં પ્રકાશિત નિમ્નલિખિત પુસ્તકમાં રજૂ કરાયા છે :Akalanka's Criticism of Dharmakirti's Philosophy A Study (પૃ. ૨૩-૨૯, ૩૬, ૧૪૭ અને ૨૩૨) આમાં પ્ર. ૨૬માં જિનભદ્રગણિના એક મંતવ્યનું અકલંકે રાજવાર્તિકમાં ખંડન કર્યાનો ઉલ્લેખ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy