________________
P ૩૩૫
P. ૩૩૬
પ્રકરણ : ૪૮ જૈન પાઠય કૃતિઓનાં સંસ્કૃત વિવરણો
જૈનોએ પાલી સિવાયની જાતજાતની મુખ્ય પાઈય ભાષાઓમાં કૃતિઓ રચી છે. તેમાં અદ્ધમાગણી ભાષા તરફ એમનો સહજ પક્ષપાત છે કેમકે એ એમના પ્રાણરૂપ આગમોની ભાષા છે. આથી આ ભાષામાં રચાયેલા આગમનાં વિવરણોને હું પ્રથમ સ્થાન આપીશ અને ત્યાર બાદ આગમતર યાને અનાગમિક સાહિત્યનો વિચાર કરીશ. આમ કરતી વેળા મૂળ કૃતિના રચનાસમય પ્રમાણે તે તે કૃતિનાં વિવરણોનો હું ઉલ્લેખ કરીશ.
આ પુસ્તકનું કલેવર વધી જવાના ભયને લઈને હું પાઇય કૃતિઓનો પરિચય આપવાનું માંડી વાળું છું, સિવાય કે એ કૃતિ વિષે મેં પા. ભા. સા.માં કોઈ કારણસર વિચાર ન કર્યો હોય.
જૈન આગમોમાં આયારથી માંડીને દિઠ્ઠિવાય સુધીનાં બાર અંગો મુખ્ય સ્થાન ભોગવે છે. આ પૈકી આયારના ઉપર ગન્ધહસ્તીની ટીકા હતી. એ સંસ્કૃતમાં રચાઇ હોય તો પણ આજે તો મળતી નથી.
આ આયાર ઉપર તેમ જ સૂયગડ ઉપર શીલાંકસૂરિએ ટીકા રચી છે. આયાર (સુય. ૧)ની ટીકાના રચનાવર્ષ તરીકે ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવાય છે : શકસંવત્ ૭૭૨, શકસંવત્ ૭૮૮, શકસંવત્ ૭૯૮ અને ગુપ્તસંવત્ ૭૭૨. આ બંને ટીકાની રચનામાં વાહરિગણિએ શીલાંકસૂરિને સહાય કરી હતી.
પૃથ્વી ફરે છે કે સૂર્ય એ બાબત મતભેદ ઘણા લાંબા સમયથી પ્રવર્તે છે. યુરોપીય ખગોળશાસ્ત્રીઓ પૈકી ઇ.સ. ૧૪૭૩માં જન્મેલા અને ઇ.સ. ૧૫૪૩માં અવસાન પામેલા નિકોલસ કોપર્નિક્સ (Nicholus Copernicus) પૃથ્વી ફરે છે એમ જેમ કહ્યું છે તેમ આપણા દેશમાં આર્યભટ્ટ પહેલા (ઈ.સ. ૪૯૯)એ કહ્યું છે. એમને કે અન્યને ઉદેશીને શીલાંકસૂરિએ આયાર (સુય ૧, અ. ૮, ઉં. ૧, સુત્ત ૧૯૯)ની ટીકા (પત્ર ૨૬૬આ)માં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે –
"भूगोल: केषाञ्चिन्मतेन नित्यं चलन्नेवास्ते, आदित्यस्तु व्यवस्थि एव । तत्रादित्यमण्डलं दूरत्वाद ये पूर्वतः पश्यन्ति तेषामादित्योदयः, आदित्यमण्डलाधो व्यवस्थिातानां मध्याह्नः, ये तु द्रातिक्रान्तत्वान्नपश्यन्ति तेषामस्त इति ।"
અહીં ‘ભૂગોલ” શબ્દ વપરાયો છે. તેનો અર્થ “પૃથ્વીનો ગોળો' થાય છે તો એ પ્રશ્ન ફુરે છે કે શું શીલાંક સૂરિ પૃથ્વીના આધુનિક ખગોળશાસ્ત્રીઓની જેમ પૃથ્વીને નારંગી કે સફરજન જેવા આકારની માને છે કે જૈન ઉલ્લેખો અનુસાર થાળીના આકારની ?
૧. કેટલીક પાઇય કૃતિઓની સંસ્કૃત છાયા થયેલી નજરે પડે છે. આ છાયાને ‘પ્રતિસંસ્કૃત' કહે છે. આવી
પ્રતિસંસ્કૃતથી અલંકૃત કેટલીક કૃતિની નોંધ મેં “પ્રતિસંસ્કૃતથી અલંકૃત પાઠય કૃતિઓ” નામના મારા લેખમાં લીધી છે અને એ લેખ “જૈ. સ. પ્ર” (વ. ૧૬, અં. ૬, પૃ. ૧૪૩-૧૪૭)માં છપાયો છે. બાકી આ જાતના સંસ્કૃત સાહિત્યને આ પુસ્તકમાં સ્થાન આપી શકાય તેમ નથી કેમકે એની એ જાતની મર્યાદા છે. ૨. એમનો પરિચય મેં “શ્રીશીલાંકરિ તે કોણ ?” નામના મારા લેખમાં આપ્યો છે. આ લેખ “જૈ. સ. પ્ર.”
(વ. ૭, એ ૧-૩)માં છપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org