SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ P. ૩૩૩ P ૩૩૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ એમના આદેશથી રચાયાનો ઉલ્લેખ છે. વળી આ કૃતિનું સંશોધન રામવિજયના શિષ્ય દેવવિજય વાચકે તેમજ કર્તાના શિષ્ય વિનયવિજયે પણ કર્યું છે. એ બાબત પણ નિર્દેશાઇ છે. વિશેષમાં આ વિનયવિજયે આ કૃતિનો પ્રથમાદર્શ લખ્યો છે એનો પણ અહીં ઉલ્લેખ છે. ૧૮૦ સ્વોપજ્ઞ ટીકા—જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૫૧)માં આ કૃતિ ઉપર ૭૧૫૫ શ્લોક જેવડી સ્વોપજ્ઞ ટીકા હોવાનો ઉલ્લેખ છે એટલું જ નહિ પણ એની એક હાથપોથી પાટણના ભંડા૨માં છે એમ કહ્યું છે પરંતુ આ વાત ગલત હોય એમ લાગે છે કેમકે આવી કોઇ ટીકા રચાયાનો કોઇ સ્થળે ઉલ્લેખ જોવાતો નથી. વળી જૈ. ગ્રં. (પૃ. ૧૩૦) પ્રમાણે તો મૂળ કૃતિ જ ૯૬૧૦ શ્લોક જેવડી છે. વસ્તુવિજ્ઞાનરત્નકોશ–આ અજ્ઞાતકર્તૃક કૃતિની નોંધ પ્રો. પિટર્સને પોતાના ત્રીજા અને છઠ્ઠા હેવાલમાં લીધી છે. વ્યાખ્યા—કોઇકે રચેલી આ વ્યાખ્યાની પણ ત્રીજા હેવાલમાં નોંધ છે. વૃદ્ધપ્રસ્તાવોક્તિરત્નાકર (વિક્રમની ૧૭મી સદી)–આના કર્તા શતાવધાની સિદ્ધિચન્દ્રગણિ છે. આ કૃતિનો ઉલ્લેખ ભક્તામરસ્તોત્રની વૃત્તિમાં સિદ્ધિચન્દ્રગણિએ પોતે કર્યો છે એટલું જ નહિ પણ એનું એક પદ્ય ભક્તામરસ્તોત્ર (શ્લો.૬)ની પોતાની વૃત્તિમાં અને બીજાં બે પદ્ય આ સ્તોત્રનાં અંતિમ પદ્યની વૃત્તિમાં એમણે રજૂ કર્યા છે. આ કૃતિનું નામ જોતાં એમ ભાસે છે કે સિદ્ધિચન્દ્રગણિના પુરોગામી જે પ્રસંગોચિત પદ્યો ઉચ્ચારતાં હતાં તેના સંગ્રહરૂપે આ કૃતિ યોજાઇ છે. આની એક હાથપોથી જિ. ૨. કો.માં નોંધાયેલી નથી તો શું આ કૃતિ લુપ્ત થઇ છે? મધ્યાહ્નવ્યાખ્યાનપદ્ધતિ (વિ. સં. ૧૬૭૩)–આ વાદી હર્ષનન્દને વિ. સં. ૧૬૭૩માં રચેલી અને અઢાર અધ્યાયમાં વિભક્ત કરેલી પદ્યાત્મક કૃતિ છે. આનો ઉદ્દેશ મધ્યાહ્નના સમયે જનતાના મનોરંજનની સાથે સાથે ઉપદેશ આપવાનો છે એટલે વક્તા ગમે તેવા હોય તો પણ તેમણે આ કાર્ય કરવું જોઇએ. આ હર્ષનન્દન સમયસુન્દરગણિના એક મુખ્ય શિષ્ય થાય છે. એમણે કાવ્યકલ્પલતાનું સંશોધન કર્યું હતું એમ સમયસુન્દરગણિએ એની પ્રશસ્તિમાં જણાવ્યું છે. સાથે સાથે એ ગણિએ અહીં હર્ષનન્દનને ચિન્તામણિમાં વિશારદ કહ્યા છે. હર્ષનન્દને એ ગણિને સામાચારીશતકની રચનામાં સહાય કરી હતી. વિશેષમાં હર્ષનન્દને ઇસિમંડલથોત્ત ઉપર વિ. સં. ૧૭૦૪માં અનેક કથાઓથી અલંકૃત ટીકા નામે પ્રભાતવ્યાખ્યાપદ્ધતિ, ઠાણની અભયદેવસૂરિષ્કૃત વૃત્તિગત પાઇય અવતરણોની વિ. સં. ૧૭૦૫માં વૃત્તિ, ઉત્તરજ્જીયણની વિ. સં. ૧૭૧૧માં વૃત્તિ ઇત્યાદિ રચ્યાં છે. ૧. આ સંબંધમાં જુઓ હૈ. સં. સા. ઇ. (ખંડ-૧, પૃ. ૧૩૩). ૨. આની સામાન્ય નોંધ મેં હૈ. સં. સા. ઇ. (ખંડ-૧, પૃ. ૫૪ અને ૨૫૫)માં લીધી છે. ૩. આ વિ. સં. ૧૬૯૯માં સ્વર્ગે સંચરેલા જિનરાજસૂરિના રાજ્યમાં રચાઇ છે. ૪. આ ગંગેશકૃત તત્ત્વચિન્તામણિ છે. પ. જુઓ સ. કૃ. કુ. (મહોપાધ્યાય સમયસુન્દર, પૃ. ૪૦). અહીં બાર કૃતિઓ ગણાવાઇ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy