SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : [પ્ર. આ. ૩૨૮-૩૩૨] ૧૭૯ ૭૭ પ્રશ્નને અંગે તેમણે ગુજરાતીમાં વિવેચન કર્યું છે. એને “અવતરણ' તરીકે ઓળખાવાયું છે. આ કૃતિ જિનભદ્રગણિ ક્ષણાશ્રમણકૃત વિસે સણવઇનું મરણ કરાવે છે. વિચારરત્નાકર કિંવા વિશેષ સમુચ્ચય (વિ. સં. ૧૬૯૦) – આ મુખ્યતયા ગદ્યાત્મક કૃતિ રે ૩૩૧ ‘જગદ્ગ” હીરવિજયસૂરિના શિષ્ય કીર્તિવિજયગણિએ વિ સં. ૧૬૯૦માં રચી છે. આ ગણિની બીજી કૃતિ તે પ્રશ્નોત્તરસમુચ્ચય કિંવા હીરપ્રશ્ન છે. પ્રસ્તુત કૃતિના પ્રારંભમાં પાંચ પડ્યો છે અને અંતમાં છત્રીસ પદ્યની પ્રશસ્તિ છે. આ કૃતિની શરૂઆતના ચોથા પદ્યમાં સૂચવાયા મુજબ આ અંગ, ઉવંગ ઈત્યાદિ આગમાં, એની વિવૃત્તિ, પ્રકરણો વગેરેમાં દૃષ્ટિગોચર થયેલા રુચિર વિચારોના સમૂહરૂપ કૃતિ છે. એ પ્રાચ્ય તટ, મધ્યમ ભાગ અને અપર તટ એમ ત્રણ ખંડમાં વિભક્ત છે. પત્ર ૧અ-પત્ર ૮૧-અ જેવડા પ્રાચ્ય તટમાં ૧૧ તરંગો છે અને એ અનુક્રમે આયાર, સૂયગડ એમ વિવાગસુય સુધીનાં છે. ત્યાર પછીનું પદ્ય મધ્યમ ભાગના મંગલાચરણરૂપ હોય એમ લાગે છે, જો કે સંપાદકે તો એનો અંક ચાલુ આપ્યો છે. આ મધ્યમ ભાગ પત્ર ૮૧-અથી પત્ર ૧૪૧-અ સુધીનો છે. એમાં દસ તરંગ, એક આવર્ત અને એક કલિકા છે. પ્રારંભમાં ઓલવાઈય વગેરે ૧૨ ઉજંગોમાંના વિચારો રજૂ કરાયા છે અને એ માટે આઠ તરંગોની યોજના કરાઇ છે. આઠમો તરંગ નિરયાવલિયા વગેરે પાંચ વિંગને લગતો છે. એના પછી નન્દી સુત્તને અંગે નવમો અને અણુઓગદારને અંગે દસમો તરંગ છે. ત્યારે બાદ વિવિધ જૈન શાસ્ત્રોમાં જે મતાંતરો જોવાય છે તેને અંગે મતાંતર-સમુચ્ચય' નામનો આવર્ત રજૂ કરાયો છે. એ પત્ર ૧૨૦-આથી પત્ર ૧૨૫-અ સુધીનો છે. આના પછી મૂલસુત્તમાંથી કેટલાક વિચારો ઉપસ્થિત કરાયા છે અને એટલા વિભાગને “કલિકા' તરીકે ઓળખાવાયો છે. એ પૂર્ણ થતાં એક પદ્ય દ્વારા આ મધ્યભાગની પૂર્ણાહૂતિ કરાઈ છે. પત્ર ૧૪૧-અથી અપર તટની શરૂઆત થાય છે. એમાં છ તરંગ છે અને અંતમાં ‘વેલા છે. સૌથી પ્રથમ એમાં નિસીહ, મહાનિસીહ, દસાસુયખબ્ધ, કષ્પ, વવહાર અને પંચકપ્પ એ છ બેયસુત્તને ને ૩૩૨ લગતી વિચારણા કરાઈ છે અને એ પ્રત્યેકને અંગે એકેક તરંગ યોજાયો છે. એ પૂર્ણ થતાં પત્ર ૧૭૭આ ઉપર અપર તટ પૂર્ણ થાય છે. એના પછી “સંકીર્ણકવિચારસમુચ્ચય” નામની ‘વેલા” શરૂ કરાઈ છે. પ્રારંભમાં ચઉસરણ વગેરે પધણગમાના વિચારો રજૂ કરી પ્રકરણોમાંથી પવયણસારુદ્ધારની વૃત્તિ, સવિહિ વગેરે ગ્રંથોમાંથી કેટલીક બાબતો આપી આ “વેલા’ પૂર્ણ કરાઈ છે અને તેમ થતાં આ કૃતિ પૂર્ણ થાય છે. અંતમાં પ્રશસ્તિ છે. એ ઉપરથી આ કૃતિ “દર્શન-હિમકર-ગગન-રૈવેયકથી સૂચિત વર્ષમાં એટલે કે વિ. સં. ૧૬૯૦માં વિજયતિલકસૂરિના પટ્ટાલંકાર વિજયાનન્દસૂરિના સામ્રાજ્યમાં અને તે પણ ૧. આ કૃતિ “દે, લા. જૈ. પુ. સં.” તરફથી ઇ. સ. ૧૯૨૭માં પ્રકાશિત થયેલી છે. પત્ર ૧૬૮-અ તેમજ ૧૬૮ અ ઉપરના પાઠ ખંડિત છે. આ પ્રકાશનમાં સાક્ષીરૂપ પાઠોના મૂળ સ્થળોની સૂચી અને મતાંતરોના શકય સમન્વય અપાયાં હોત તો આ વિશેષ દીપી ઊઠતે. ૨. જુઓ પ્રાચ્ય તટની પુખિકા (પત્ર ૮૧ અ.). Jain Education International www.jainelibrary.org For Personal & Private Use Only
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy