SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ આમાં નાના-મોટા ચાર ઉલ્લાસ છે. પ્રારંભમાં ત્રણ પદ્યો છે અને તેમાંનાં બીજા અને ત્રીજા પદ્યમાં વિષયનો નિર્દેશ છે. પ્રથમ ઉલ્લાસમાં નવ પ્રશ્નકારના ૧૩૬ પ્રશ્નો ઉત્તર સહિત અપાયા છે. એવી રીતે બીજા, ત્રીજા અને ચોથા ઉલ્લાસમાં પ્રશ્નકારોની સંખ્યા અનક્રમે ૧૭. ૪૫ અને ૨૮ છે જ્યારે પ્રશ્નોની સંખ્યા ૨૧૩, ૪૯૭ અને ૧૭૧ છે. ચોથા ઉલ્લાસના પ્રશ્નકાર વિવિધ નગરના સંઘ છે. આમ એકંદર પ્રશ્નકારોની સંખ્યા ૯૯ની છે અને પ્રશ્નોની સંખ્યા ૧૦૧૭ની છે. P. ૩૨૯ અહીં અપાયેલા પ્રશ્નો ચારે અનુયોગને સ્પર્શે છે. ગચ્છની મર્યાદા ઉપર આ કૃતિ પ્રકાશ પાડે છે. વ્યાકરણને અંગે પણ એમાં કેટલાક પ્રશ્નો વિચારાયા છે. અંતમાં ૧૭ પદ્યની પ્રશસ્તિ છે. ઉ. ૩ (પત્ર ૬૩અ)માં મહાવીરસ્વામીની જન્મકુંડલીને અંગે નીચે મુજબની મતલબનો ૧૫૪મો પ્રશ્ન છે : છૂટા પાનામાં વિર ભગવાનની જન્મોત્રી તરીકે એવો ઉલ્લેખ છે તે ચૈત્ર સુદ તેરસને મંગળવારે ઉત્તરા ફાલ્ગની’ નક્ષત્રમાં “સિદ્ધિ' યોગમાં રાત્રિની પંદર ઘડીએ “મકર' લગ્નમાં સિદ્ધાર્થ ભૂપતિને ત્યાં પુત્ર જન્મ્યો. આ જન્મોત્રી સ્કંદપુરાણમાંથી ઉદ્ધરેલી છે એમ લખ્યું છે તો તે જ આ જન્મોત્રી જાણવી P ૩૩૦ કે બીજી ? આનો ઉત્તર એમ અપાયો છે કે સ્કંદપુરાણને નામે છૂટા પાનામાં આ જન્મોત્રી જોવામાં આવે છે પરંતુ કોઇ ગ્રંથમાં જોવામાં આવી નથી. અનુવાદ–સેનપ્રશ્નનો ગુજરાતીમાં અનુવાદ વિજયકુમુદસૂરિજીએ કર્યો છે અને એનું નામ “ગુર્જરભાષા પર્યાયાત્મક સારસંગ્રહ” રાખ્યું છે. "તાત્ત્વિકપ્રશ્નોત્તર–આના કર્તા આગમોદ્ધારક છે. એઓ જાતે જ પ્રશ્નકાર તેમજ ઉત્તરકાર છે. એમણે ૧૪૪૬ પ્રશ્નો અને ઉત્તરો તેમજ કેટલીક કંડિકાઓ રચ્યાં છે. વિશેષમાં એ સંસ્કૃત વિભાગ ઉપરાંત ૧. “પં. મણિવિજયજી ગ્રંથમાલા”માં “સેનપ્રશ્ન” એ નામથી મૂળ કૃતિની સારસંગ્રહ જે વિજયકુમુદસૂરિએ ગુજરાતી અનુવાદરૂપે તૈયાર કર્યો હતો તે ઈ. સ. ૧૯૪૦માં છપાયો છે. એમાં અંતમાં દ્રવ્યાનુયોગ, ગણિત, જયોતિષ, દેવદેવી અને દેવલોક ઇત્યાદિ ઉલ્લેખપૂર્વક પ્રશ્નોની સંખ્યા નોંધાઈ છે. આનો ૭૭ પૃષ્ઠ જેવો ઉપદ્યાત પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ લખ્યો છે. એમણે સેનપ્રશ્નને હીરપ્રશ્નની પૂર્તિરૂપે ઓળખાવ્યો છે. એમણે વિજયસેનસૂરિનો જીવનવૃત્તાન્ત આપ્યો છે. ત્યાર બાદ પૃ. ૨૬-૭૭માં આજકાલની ધાર્મિક, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ વિશેના વિચારો એમણે રજૂ કર્યા છે પરંતુ એને બદલે ગ્રંથગત મુદાઓ છણ્યા હોત તો તે વધારે લાભદાયક થાત. ૨. આની નોંધ મેં "Horoscopic Data in the Jaina Literature" "Journal of Oriental Institue" નામના મારા લેખમાં લીધી છે. એ લેખ (Vol. II No. 1, pp. 42-49માં ઈ. સ. ૧૯૫૨માં છપાયો છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. ૪. આ કૃતિનો ૭૭ પ્રશ્ન પૂરતો ભાગ આગમોદ્ધારકનાં અવતરણો અને એમના પટ્ટધર શ્રીમાણિક્યસાગરસૂરિના ગુજરાતી શબ્દાર્થ સાથે “જૈન પુસ્તક પ્રચારક સંસ્થા” તરફથી ઇ. સ. ૧૯૪૯માં પ્રકાશિત થયેલો છે. ત્યાર બાદ આ વિદ્ધદુર્ભાગ્ય કૃતિનો કેટલીક કંડિકાઓ સિવાયનો ૧૪૪૬ પ્રશ્નો અને ઉત્તરોને લગતા વિભાગ “તાત્ત્વિકપ્રશ્નોત્તરાણિ”ના નામથી શ્રી પાનાચંદ સાકરચંદ મદ્રાસીએ વિ. સં. ૨૦૧૪માં પ્રકાશિત કર્યો છે. અલગ કરાયેલી કંડિકાઓના સમૂહને તાત્ત્વિકવિમર્શ નામ અપાયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy