SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : પ્રિ. આ. ૩૨૪-૩૨૮] ૧૭૭ પ્રશ્નચિત્તામણિ–કિંવા પ્રશ્નોત્તર–આ ૨૨૦૦ શ્લોક જેવડી કૃતિ શુભવિજયગણિના શિષ્ય વીરવિજયગણિએ રચી છે. એ હીરપ્રશ્નગત પ્રશ્નો અને ઉત્તરો અંગે છે. પ્રશ્નોત્તર નામની એક અજ્ઞાતકર્તક કૃતિ પણ છે. પ્રશ્નોત્તરરત્નાકર', "પ્રશ્નોત્તરસંગ્રહ કિવા સેનપ્રશ્ન (લ. વિ. સં. ૧૬૭૦) – આ સંગ્રહાત્મક કૃતિના રચનાર શુભવિજયગણિ છે. એઓ હીરવજિયસૂરિના શિષ્ય થાય છે. એમની જે અન્ય કૃતિઓનો રે ૩૨૭ સ્પષ્ટ ઉલ્લેખ એમણે આ કૃતિના અંતમાંની પુમ્બિકામાં કર્યો છે તે નીચે મુજબ છે : (૧) તર્કભાષાવાર્તિક (વિ. સં. ૧૬૬૩), કાવ્યકલ્પલતામકરન્દ (વિ. સં. ૧૬૬૫), સ્યાદ્વાદભાષાસૂત્ર (વિ. સં. ૧૬૬૭) અને એની વૃત્તિ અને કાવ્યકલ્પલતાવૃત્તિ. આ ઉપરાંત શુભવિજયગણિએ વિ. સં. ૧૯૬૧માં હૈમનામમાલાબીજક અને વિ. સં. ૧૬૭૧માં પજ્જસવણકપ્પ ઉપર સંસ્કૃતમાં ટીકા રચ્યાં છે. આ ટીકાનો અહીં સ્પષ્ટ ઉલ્લેખ નથી એટલે એ પૂર્વે પ્રસ્તુત કૃતિ રચાઇ હશે એમ લાગે છે. જૈ. સા. સં. ઈ. (પૃ.૫૯૫) પ્રમાણે તો આ કૃતિ વિ. સં. ૧૬૫૭ અને વિ. સં. ૧૬૭૧ના ગાળામાં યોજાઈ છે. ‘સેનપ્રશ્ન' નામ સૂચવે છે તેમ આમાં વિજયસેનસૂરિને એમના રાજ્ય દરમ્યાન કેટલાક P. ૩૨૮ મુનિવરો તરફથી પૂછાયેલા પ્રશ્નોને સ્થાન અપાયું છે. સાથે સાથે એમણે આપેલા ઉત્તરોની પણ અહીં નોંધ લેવાઈ છે. ૧. આ કૃતિ મુંબઇથી ઇ. સ. ૧૯૧૯માં છપાવાઇ છે. ૨. આ નામની કૃતિ વિવિધ વ્યક્તિઓએ રચી છે. જેમકે ખ. જયસોમ, જિનચન્દ્ર, દેવચન્દ્ર, દેવભદ્ર, રૂપજિયગણિ અને વિમલહર્ષગણિ. ૩. આ કૃતિ “પ્રશ્નરત્નાકરાભિધઃ શ્રીસેનપ્રશ્ન:”ના નામથી “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઇ. સ. ૧૯૧૯માં પ્રસિદ્ધ કરાઇ છે. એમાં આશરે બસો ગ્રન્થોની સાક્ષી અપાઈ છે. [જિ. આ. ટ્ર. દ્વારા છપાયું છે.]. ૪. આ નામ આ કૃતિના અંતમાંની પુપિકામાં જોવાય છે. ૫. આ નામ પ્રશસ્તિના શ્લો. ૧૩ તેમજ ૧૫માં અપાયેલું છે. ૬. અહીં શુભવિજયના નામની આગળ પંડિત’ શબ્દ છે. એ શું કર્તાની પદવી છે. કે જેથી એમણે જાતે એનો ઉલ્લેખ કર્યો છે ? આ પુષ્મિકા એમના કોઇ શિષ્યની તો રચના નથી ? પિંડિત પંન્યાસ પદ] ૭. આ નામો રચનાવર્ષના ક્રમને અનુસરીને અપાયાં હોય એમ લાગે છે. [સ્યાદ્વાદભાષા દે.લા. તરફથી વિ.સં. ૧૯૬૭માં પ્રસિદ્ધ છે. જિનશાસન આરાધના ટ્રસ્ટે આનું પુનર્મુદ્રણ કર્યું છે.] ૮. આને અભિધાનચિંતામણિબીજક પણ કહે છે. જુઓ જૈ સં. સા. ઇ. (ખંડ-૧, પૃ.૧૧૬). ૯. અહીં પ્રશ્નોત્તરસંગ્રહને સેનપ્રશ્નથી ભિન્ન ગણ્યો છે તો એ વાત વિચારણીય જણાય છે. ૧૦. આ પૈકી પત્ર ૪ માં વૃદ્ધ પંડિત શુભવિજયગણિના નામથી પ્રશ્ન અપાયા છે. એ શું આ કૃતિના કર્તાએ જ પૂછેલા પ્રશ્ન છે? આવો કોઈ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર નકારમાં છે કેમકે “વૃદ્ધ પંડિત’ એમ શુભવિજય પોતાને માટે લખે એ કેમ બને ? ૧૧. ૨૮ નગરના સંઘો તરફના પ્રશ્નો પણ આ કૃતિમાં અપાયા છે. એ નગરોનાં નામ નીચે મુજબ છે : અમદાવાદ, આગરા, ઉજ્જૈન, ઉસીઆર, ઉદયપુર, કાકનગર, ખંભાત (સ્તંભતીર્થ), જાલોર, જેસલમેર, ડુંગરપુર, દીવબંદર, દેવગિરિ, નવાનગર, પાટણ, પાલી, ફત્તેહપુર, બિભીતક, ભિન્નમાલ, મહેમદાવાદ, માલપુર, મુલતાન, મેદિનીપુર, રાજપુર, વટપલ્લી, વષા, સાચોર, સીસાંગ અને સુરત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy