SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ જિનાનન્દગણિ (૨), ડાહર્ષિગણિ (૧), દેવવિજયગણિ (૩), નગર્ષિગણિ (૮+૬), પદ્મવિજયગણિ (૬), યશોવિજયગણિ (૨), રવિસાગરગણિ (૬), વિવેકહર્ષગણિ (૫) અને હાનિર્ષિગણિ (૮). પ્ર. ૩–આનંદસાગરગણિ (૫), કલ્યાણકુશલગણિ (૩), કલ્યાણવિજયગણિ (૧૧), કાન્હર્ષિગણિ P ૩૨૫ (૯), કીર્તિહર્ષગણિ (૪), ગુણવિજયગણિ (૧૦), જગમાલગણિ (૧૩), જિનદાસગણિ (૫), દેવવિજયગણિ (૧૧), નગર્ષિગણિ (૧૯), વિવેકહર્ષગણિ (૪), વિષ્ણર્ષિગણિ (૨૦), વેલર્ષિગણિ (૩) અને "સૂરવિજયગણિ (૯). પ્ર. ૪-ડુંગરપુરનો સંઘ (૩), દ્વિ(દ્વી)પબંદરનો સંઘ (૪૫), ધાયતાગ્રામનો સંઘ (૩), જેસલમેરનો સંઘ (૧૮), દેવગિરિનો સંઘ (૪) અને સિદ્ધપુરનો સંઘ (૩). આ કૃતિમાં જાતજાતના પ્રશ્નો છે. જેમકે વંદિતૃસત્તના કર્તા કોણ ? (પ્ર. ૨૮), છઠ્ઠો કર્મગ્રંથ કોણે રચ્યો છે? (પ્ર. ૨૯), કાકુન્શની વ્યુત્પત્તિ શી છે એને એ કોનું નામ છે ? (પ્ર. ૩૪), મહાવિદેહમાં વિજયોમાં તીર્થકરોની હયાતીમાં અન્ય તીર્થકરનો જન્મ થાય ? (પ્ર. ૭૪), ઈદના દિવસે અસઝાય તરીકે ગણાય ? (પ્ર. ૧૧૫), “અનુત્તર’ વિમાનમાં કુંભનું પ્રમાણ કેવી રીતે સંગત ગણાય ? (પ્ર. ૧૬૪), મહાવીરસ્વામીનું ૭૨ વર્ષનું આયુષ્ય કેવી રીતે સિદ્ધ થઈ શકે? (પ્ર. ૨૦૬) અને મોતીનાં વલયો શાસ્ત્રોક્ત છે ? (પ્ર. ૨૪૭). ૧૬૪માં પ્રશ્નના ઉત્તરમાં લીલાવતીમાંથી કોષ્ટક અપાયું છે. વળી સાંપ્રત કાળે (વિક્રમની સત્તરની સદીમાં) નેપાલમાં ૩૬ પઇસા બારબર એક કુટપ” ગણાય છે એ બાબત દર્શાવાઈ છે. આ ઉપરાંત ભનવભાનુકેવલિચરિત્રનો ઉલ્લેખ કરાયો છે. પૃ. ૨૪૭ના ઉત્તરમાં દસ ગાથા અપાઈ છે. P. ૩૨૬ અનુવાદ-હીરપ્રશ્નનો ગુજરાતીમાં ચિદાનન્દવિજયે અનુવાદ કર્યો છે. સાથે સાથે કેટલાંક ટિપ્પણો પણ ગુજરાતીમાં અપાયાં છે. એમાં તિથિચર્ચાને લગતી બાબત છે. મહાવીરસ્વામીનું આયુષ્ય ૭૨ વર્ષનું કેવી રીતે ગણાવાય એ બાબત વિજયદાનસૂરિજીકૃત વિવિધ પ્રશ્નોત્તર (ભા. ૧, પૃ. ૧૧૫)ને આધારે અપાઈ છે. ૧. એમણે બે વાર પ્રશ્ન પૂછ્યા છે તે એકસાથે ન નોંધતાં અન્ય પ્રશ્નકારના પ્રશ્ન નોંધ્યા બાદ નોંધાયા છે તો તેનું શું કારણ હશે ? ૨. આ વટપલ્લીય છે. ૩. આ પૂર્વેના પ્રકાશમાં પણ એમના પ્રશ્ન છે. આ હકીક્ત કાન્હર્ષિગણિ તેમજ જગમાલગણિને અંગે પણ ઘટ છે. ૪. એઓ જયવંતગણિના શિષ્ય થાય છે. ૫. એઓ નાકર્ષિગણિના શિષ્ય થાય છે. ૬. મૂળમાં ૮ શબ્દ છે, એવી રીતે ૨૭૨માં પ્રશ્નમાં કેરી' એ અર્થમાં કયો શબ્દ છે. ૭. આ અનુવાદ મૂળ કૃતિ સહતિ “શ્રીહરિપ્રશ્નોત્તરાનુવાદ તેમજ શ્રી હરિપ્રશ્નાનુવાદ એમ બે નામથી “મુક્તાબાઈ જ્ઞાનમન્દિર” તરફથી ડભોઇથી ઇ. . ૧૯૪૩માં પ્રસિદ્ધ કરાયો છે. ગુજરાતી આદિવચનમાં સૂતક અને વિધિને અંગેની ચર્ચાની નોંધ લેવાઈ છે. આ આદિવચન (પૃ. ૧૩) ઉપરથી જાણી શકાય છે. કે આ પૂર્વે હીરપ્રશ્નનો ગુજરાતી અનુવાદ “જી. એમ. ગેકટીવાળા ઍન્ડ બ્રધર્સ” તરફથી ઇ. સ. ૧૯૧૩માં પ્રકાશિત કરાયો હતો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy