SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : [પ્ર. આ. ૩૨૦-૩૨૪] ૧૭૫ ‘લક્ષણ-ગોષ્ઠી'માં જૈનેન્દ્ર ઇત્યાદિ વ્યાકરણોનાં નામ ગણાવાયાં છે. વળી એનો અભ્યાસ કરવાની રીત અને એનાથી થતો લાભ જણાવેલ છે. “છંદ-ગોષ્ઠી'માં છંદના પ્રકાર અને કાવ્ય-ગોષ્ઠી”માં કાવ્યના પ્રકાર દર્શાવાયા છે. “પ્રમાણ-ગોષ્ઠી'માં પ્રમાણના પ્રકારોનું કથન છે. અંતમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વોનાં લક્ષણો વગેરેનું નિરૂપણ છે. વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૩૦)માં આ કૃતિના વિષય તરીકે ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, છંદ અને અલંકારનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. પ્રસ્તુત કૃતિના વિશેષ પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ-૧, પૃ. ૩૦૧-૩૦૨, ૩૦૪- P ૩૨૩ ૩૦૫ તેમજ ઉપોદ્ધાતનાં પૃ. ૨૬, ૪૮ અને ૪૯). પ્રશ્નોત્તરસમુચ્ચયકિવા હરપ્રશ્ન (લ. વિ. સં. ૧૬૫૦)-આ સંકલનાત્મક કૃતિના પ્રણેતા કીર્તિવિજયગણિ છે. એઓ હીરવિજયસૂરિના શિષ્ય થાય છે. એમણે વિ. સં. ૧૬૯૦માં વિચારરત્નાકર રચ્યો છે. એમણે પોતાના ગુરુને ગુરુભાઈઓ તરફથી તેમજ કેટલાંક નગરોનાં સંઘ તરફથી જૈન ધર્મને અંગે જે ઉત્તરો એમના ગુરુ તરફથી અપાયા હતા તે એકત્રિત કરી આ પ્રશ્નોત્તરસમુચ્ચય નામની કૃતિ યોજી છે. કેટલાક એને હીરપ્રશ્ન પણ કહે છે. એ ચાર પ્રકાશમાં વિભક્ત છે. પ્રથમ પ્રકાશમાં ચાર પ્રશ્નકારના ૪૬ પ્રશ્નોને ઉત્તર સહિત સ્થાન અપાયું છે. બીજામાં ચૌદ પ્રશ્નકારના ૫૮ પ્રશ્નોની ઉત્તરપૂર્વક નોંધ છે. ત્રીજામાં ચૌદ પ્રકારો તરફથી રે ૩૨૪ રજૂ થયેલા ૧૨૬ પ્રશ્નો અને એના ઉત્તરો અપાયા છે. ચોથામાં છ નગરના સંઘ જે પ્રશ્નકાર છે એમના ૭૬ પ્રશ્નો ઉત્તર સહિત અપાયા છે. આમ આ કૃતિમાં એકંદર ૪+૧૪+૧૪+૬=૩૮ પ્રશ્નકારો અને ૪૬+૫૮+૧૨૬+૭૬=૩૦૬ પ્રશ્નો અને એના ઉત્તર છે. પ્રકાશદીઠ પ્રશ્નકારોનાં નામ એમના પ્રશ્નોની સંખ્યા સહિત હું નોંધું છું – પ્ર. ૧-કલ્યાણકુશલગણિ (૭), કલ્યાણવિજયગણિ (૬), જગમાલગણિ (૧૩) અને વિમલહર્ષગણિ (૨૦). પ્ર. ૨-આનન્દવિજયગણિ (૨), કાન્હજીગણિ (ર), કાન્તર્ષિગણિ (૩), "ગુણવિજયગણિ (૪), ૧. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી જામનગરથી ઈ. સ. ૧૯૧૭માં છપાવાઇ છે. ત્યાર બાદ આ કૃતિ “હંસવિજય જૈન ફી લાઇબ્રેરી” તરફથી છપાવાઇ છે. વળી ચંદુલાલ જમનાદાસે છાણીથી વિજયલબ્ધિસૂરિ દ્વારા સંપાદિત અને મુનિશ્રી ચિદાન્ડવિજયના ગુજરાતી અનુવાદ સહિત આ કૃતિ ઇ. સ. ૧૯૪૩માં પ્રકાશિત કરી છે. આ કૃતિની વિ. સં. ૧૬પરમાં લખાયેલી એક હાથપોથી મળે છે. આ તેમજ વિ. સં. ૧૬૫૫માં લખાયેલી અન્ય હાથપોથીનો ઉપયોગ કરી આ કૃતિનું વિશિષ્ટ સંપાદન થવું ઘટે. ૨. આ નામની એક કૃતિ દીપવિજય વિ. સં. ૧૮૮૬માં રચી છે. ૩. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૬૧). ૪. નગર્ષિગણિએ બે વાર પ્રશ્ન પૂક્યા છે. એ હિસાબે ચૌદ છે, નહિ તો તેર ગણાય. ૫. એઓ સુમતિવિજયના શિષ્ય થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy