________________
૧૭૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭
- ૩૧૮
ગણતરસદ્ધસયગની સુમતિગણિકૃત બૃહદવૃત્તિની જેમ આલેખાઈ છે જ્યારે ત્યાર પછીની બાબતોની રજૂઆત સાલવાર શૃંખલાબદ્ધ છે.
પ્રસ્તૃત કૃતિમાં નિમ્નલિખિત વિષયોને સ્થાન અપાયું છે :
દીક્ષાવર્ષ, સૂરિપદવીનું વર્ષ, વિહારનાં સ્થળો, ચાતુર્માસો, ધાર્મિક પ્રવૃત્તિઓ, શિષ્યાદિની નામાવલી, વાદવિવાદ, નૃપતિઓ દ્વારા સન્માન તેમજ ગુજરાત વગેરે વિવિધ પ્રાંતોના ધાર્મિક અને ધનિક શ્રાવકશ્રાવિકાઓનો ઉલ્લેખ.
આ કૃતિ આમ વિવિધ દૃષ્ટિએ મહત્ત્વની છે પરંતુ એમાં જિનપ્રભસૂરિનું નામ સરખું પણ નથી એ તો ઠીક પણ ‘ઉપકેશ” ગચ્છના પદ્મપ્રભસૂરિ અને “બૃહદ્ ગચ્છના પ્રદ્યુમ્નસૂરિ સાથે જિનપતિસૂરિનો વાદવિવાદ જે રીતે વર્ણવાયો છે તે સમુચિત નથી.
ખરતર-ગચ્છ-પટ્ટાવલિ-સંગ્રહ ( )-આ કૃતિના સંગ્રાહક અને સંપાદક જિનવિજયજી છે.
ખરતરગચ્છપટ્ટાવલિ-આ નામની ત્રણ કૃતિ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૦૧)માં નોંધાયેલી છે. એ પૈકી એક કૃતિ જિનચન્દ્ર ૪૦ ગાથામાં રચી છે. બીજી “ખરતર' ગચ્છના ક્ષમાકલ્યાણ વિ. સં. ૧૮૩)માં રચી છે અને ત્રીજીના કર્તાનું નામ જાણવામાં નથી.
ખરતર-ગચ્છગુર્નાવલિ–આ આજ્ઞાતકર્તૃક રચના છે.
તપાગચ્છપટ્ટાવલી–આ વિ. સં. ૧૮૮૪ સુધીની ‘તપાગચ્છ સંબંધી હકીક્ત પૂરી પાડે છે. એના કર્તા વિષે ખબર નથી.
ઉપકેશગચ્છપટ્ટાવલિ–આ અજ્ઞાતકક છે. એમાં “ઉપકેશ' ગચ્છને અંગેની હકીક્ત છે.
પકલ્પપ્રદીપ, તીર્થકલ્પ કિવા વિવિધતીર્થકલ્પ (લ. વિ. સં. ૧૩૬૫-(લ. વિ. સં. ૧૪00)–આ ૧. દા.ત. પૂજા, પ્રતિષ્ઠા અને સંઘોત્સવ. ૨. જુઓ ખરતરગચ્છબૃહન્નુર્વાવલિના પ્રકાશકનું “પ્રાસ્તાવિક વક્તવ્ય” (પૃ. ૨). ૩. આ કૃતિ પૂરણચંદ નાહરે કલકત્તાથી વિ. સં. ૧૯૮૭(?)માં પ્રકાશિત કરી છે. એ પૂર્વે એ “જૈન સાહિત્ય
સંશોધક” (ખંડ-૩. અં. )માં છપાઇ છે. ૪. આ કૃતિ જિનવિજયજીએ ઇ. સ. ૧૯૩૨માં છપાવી છે. ૫. આ ગ્રન્થ વિવિધતીર્થકલ્પના નામથી “સિ. જે. ગ્રં.”માં ઈ. સ. ૧૯૩૪માં પ્રકાશિત કરાયો છે. [આનું પુનર્મુદ્રણ “પ્રાચીન સાહિત્ય પુન:પ્ર. શ્રેણિમાં આ. મુક્તિચન્દ્રસૂરિજીના પ્રયાસથી થયું છે.”] એમાં ૬૨ કૃતિ છે. એ પૈકી ૧૮મી કૃતિ તે ધર્મઘોષસૂરિએ રચેલો “અષ્ટાપદમહાતીર્થકલ્પ' છે. ત્રીજી અને ૪૪મી કૃતિ તે એકેક સ્તવ છે. અને પરમી કૃતિ તે સ્તુતિ છે. ૩૪મી કૃતિ તે સાતવાહનનું ચરિત્ર છે. પપમી કૃતિ તીર્થકરોના અતિશયોને લગતી છે. ૫૦મી કૃતિ હસ્તિનાપુરતીર્થનું સ્તવન છે. પ૬મી કૃતિ સોમસૂરિએ રચી છે અને એ પંચકલ્યાણકનું સ્તવન છે. આ પ્રકાશન પૂર્વે આ ગ્રન્થનો થોડો ભાગ-આ સમગ્ર સંપાદનનાં ૩૦ પૃષ્ઠ જેટલો અંશ “એશિયાટિક સોસાયટી ઑફ બેંગોલ” તરફથી પ્રસિદ્ધ કરાયો હતો. એ વાતને ઘણાં વર્ષ થઈ ગયાં છે છતાં આ કાર્ય સંપૂર્ણ થયાનું જાણવામાં નથી. વિવિધતીર્થકલ્પનો સંપૂર્ણ ગુજ. અનુવાદ મુનિ રત્નત્રયવિ. અને મુનિ રત્નજ્યોતવિ. એ કર્યો છે. “રંજનવિ. લાયબ્રેરી” માલવાડાથી પ્રસિદ્ધ થયેલ છે. ડો. શિવપ્રસાદલિખિત “જૈન તીર્થોના ઐતિહાસિક અધ્યયન વિવિધતી કે સંદર્ભમેં” પાર્શ્વનાથવિદ્યાપીઠ વારાણસીથી પ્રગટ થયું છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org