SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : પ્રિ. આ. ૩૧૩-૩૧૭] ૧૭૧ P ૩૧૬ ગુરુ થય છે. એમણે અનેક જનોને જૈન બનાવ્યા હતા. સુકૃતસંકીર્તન પ્રમાણે આ જિનદત્તસૂરિ વસ્તુપાલની સાથે શત્રુંજયની યાત્રાર્થે ગયેલા સૂરિઓ પૈકી એક હતા. વિ. સં. ૧૨૬૫માં વિદ્યમાન આ જિનદત્તસૂરિએ વિવેકવિલાસ નામનો ગ્રન્થ ૧૩૨૩ પદ્યમાં રચ્યો છે અને એને બાર ઉલ્લાસમાં વિભક્ત કર્યો છે. એ દ્વારા એમણે વિવિધ વિષયો આલેખ્યા છે. દા. ત. ગૃહસ્થનો ધર્મ, જૈન અને અજૈન દર્શનો ઇત્યાદિ, વિસ્તારથી કહું તો દિનચર્યા, ઋતુ-ચર્ચા, વર્ષ-ચર્ચા, જન્મ-ચર્ચા, પાપની ઉત્પત્તિનું કારણ, ધર્મની ઉત્પત્તિનું કારણ, દયાનું સ્વરૂપ અને પરમ પદનું નિરૂપણ. તૃતીય ઉલ્લાસના શ્લો. ૭૨-૯૨માં અન્નમાં વિષ હોય તો તે કેમ પારખવું તે એમણે દર્શાવ્યું છે અને એ પૈકી શ્લો. ૮૫-૮૯માં વિષની પક્ષીઓ અને જાનવરો ઉપર થતી અસર વર્ણવી છે. : ઉલ્લેખ-માધવાચાર્ય સર્વદર્શનસંગ્રહમાં આ વિવેકવિલાસનો ઉલ્લેખ કર્યો છે. વૃત્તિ–ભાનુચન્દ્રમણિએ વિ. સં. ૧૬૭૧માં આ વિવેકવિલાસ ઉપર વૃત્તિ રચી છે. અને એનું સંશોધન જયવિજયે કર્યું છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૭૮માં લખાયેલી મળે છે. અનુવાદ–વિવેકવિલાસનો ગુજરાતીમાં સ્વ. ભગુભાઇ ફતેહચંદ કારભારીએ અનુવાદ કર્યો છે અને એ પ્રકાશિત છે. ખરતરગચ્છાલંકાર–યુગપ્રધાનાચાર્ય-ગુર્વાવલી (લ. વિ. સં. ૧૪૦૦)-આ મુખ્યતયા ગદ્યમાં રચાયેલી અને લગભગ ૪૦૦૦ શ્લોક જેવડી કૃતિ લ. વિ. સં. ૧૦૫૦થી વિ. સં. ૧૩૯૩ના ગાળામાં વિદ્યમાન ખરતર' ગચ્છના અલંકારરૂપ મનાતા નિમ્નલિખિત તેર આચાર્યો પૈકી ઘણાખરાનું વિસ્તૃત ચરિત્ર પૂરું પાડે છે :વર્ધમાનસૂરિ, જિનેશ્વર, જિનચન્દ્રસૂરિ, અભયદેવસૂરિ, જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, રિ, જિનચન્દ્રસૂરિ, જિનપતિસૂરિ, જિનેશ્વરસૂરિ, જિનપ્રબોધસૂરિ, જિનચન્દ્રસૂરિ, જિનકુશલસૂરિ અને જિનપસૂરિ. આ પૈકી પહેલાં આઠ આચાર્યોનું વિ. સં. ૧૩૦૫ સુધીનું અતિવૃત્ત ઉપાધ્યાય જિનપાલે સાહુલીના પુત્ર હેમચન્દ્રની અભ્યર્થનાથી સંકલિત કર્યું છે. એમાંની વિ. સં. ૧૨૧૧ પયંતની હકીક્ત તો ૧. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે "Detection of poison in Food (By noting its Effects on Beasts)". આ લેખ JU B (Vol. XXII, pt. 2)માં છપાયો છે. અર્થશાસ્ત્ર (અધિ. ૧. અ. ૨૦. પ્રક. ૧૭, પૃ. ૪:-૪૧)માં વિષ પરીક્ષા છે. ૨. કેટલાક આ જયવિજયને વિવેકવિલાસના વૃત્તિકાર ગણે છે તો એ તેમની ભૂલ છે. ૩. આ અનુવાદ સહિત મૂળની ત્રીજી આવૃત્તિ “મેસર્સ મેઘજી હીરજીની કંપની બુકસેલર્સ અને પબ્લિસર્સ” તરફથી ઇ. સ. ૧૯૧૬માં છપાવાયેલી છે. ૪. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૫. આ કૃતિને “ખરતરગચ્છબૃહદ્ગુર્નાવલિ'ના નામથી “સિં. જૈ. ગ્રં.”માં ઇ. સ. ૧૯૫૬માં પ્રકાશિત ગ્રંથમાં પ્રારંભમાં પૃ. ૧-૮૮માં સ્થાન અપાયું છે. અને પછી એમાં વઢાયરિયપબન્દાવલિ (વૃદ્ધાચાર્યપ્રબન્દાવલિ) મુદ્રિત કરાઇ છે અને એનું સંકલન જિનપ્રભસૂરિના કોઈ સંતાનીયે કર્યું છે. એમાં જિનપ્રભસૂરિનો પ્રબંધ છે. ૬. આ વર્ષમાં જિનદત્તસૂરિનો સ્વર્ગવાસ થયો હતો. ૩૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy