SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ P. ૩૧૪ છે જેમકે ચૈત્યોની ભક્તિ, તપશ્ચર્યાની આસક્તિ, ગુણી જનોની પ્રીતિ, ઇત્યાદિ. આ લઘુ કૃતિની બીજી ખૂબી એ છે કે એનું આદ્ય પદ્ય તેમજ અંતિમ પદ્ય પણ છ છ આરાના 'ચક્રબંધથી વિભૂષિત છે અને એ બંનેમાં “બિનવનિમવવનમઃ''ની ગૂંથણી કરાઇ છે. “શૃંગાર-વૈરાગ્ય-તરંગિણી–આના કર્તા “શતાર્થિક સોમપ્રભસૂરિ છે. આ વિવિધ છંદમાં ગુંથાયેલી ૪૬ પદ્યની કૃતિની રચના એવી છે કે બાહ્ય દૃષ્ટિએ કામોદ્દીપક જણાતાં કામિનીનાં અવયવો અન્ય રીતે વિચારતાં વૈરાગ્યનાં બોધક બને છે. આ કાર્ય એમણે શબ્દોની રમત દ્વારા સિદ્ધ કર્યું છે. દા. ત. ‘લસિત કેશ’ એટલે “ફ્લેશ”. અહીં ‘લસિત'ના બે અર્થ છે : ચળકતા અને ‘લ'થી બંધાયેલા-યુક્ત, આમ અહીં શૃંગાર અને વૈરાગ્ય એ બે વિષયોને અનુસરતા અર્થવાળી આ કૃતિ છે. એ રામચન્દ્ર ઇ. . ૧૫૪માં રચેલી રસિકરંજન નામની કૃતિનું સ્મરણ કરાવે છે. ટીકા-શૃંગારવૈરાગ્યતરંગિણી ઉપર આગ્રાના જૈન ગૃહસ્થ નન્દલાલની તેમજ અન્ય કોઈકને ટીકા છે. એ નન્દલાલે આ ટીકા જિનભક્તિસૂરિના રાજ્યમાં દાનવિશાલના શિષ્યના અનુરોધથી વિ સં. ૧૭૮૫માં રચી છે. એક અજ્ઞાતકર્તક ટીકા પણ છે. "અનુવાદ અને સ્પષ્ટીકરણ–આ બંને મેં ગુજરાતીમાં તૈયાર કર્યા છે. સમાનનામક કૃતિ (ઉં. વિ. સં. ૧૬૫૦) –ઉપર્યુક્ત નામની એક બીજી પણ કૃતિ છે. એમાં પર પડ્યો છે. કામિનીનાં વિવિધ અવયવોની બાહ્ય દૃષ્ટિએ દેખાતી મનોમોહકતાનું વર્ણન કરી એમાં આસક્ત ન થવાનો ઉપદેશ આપે છે. એના કર્તા સંઘતિલકના ભક્ત દિવાકર મુનિ છે. [કનુભાઈ શેઠ સંપાદિત જયવંતસૂરિકૃત શૃંગારમંજરી એલ.ડી.સિરિઝ ૬પમાં છપાઈ છે.] અનુવાદ– આ ગુજરાતી અનુવાદ કોઈકે કર્યો છે. વિવેકવિલાસ (લ. વિ. સં. ૧૨૫૦)–આના કર્તા વાયડ ગચ્છના જિનદત્તસૂરિ છે. એ પઘાનન્દમહાકાવ્ય વગેરે રચનારા અમરચન્દ્રસૂરિના તેમજ ચમત્કારી યોગવિદ્યાવાળા જીવદેવસૂરિના P. ૩૧૫ ૧. આ બંનેનાં ચિત્રો ધર્મશિક્ષાપ્રકરણવાળી આવૃત્તિમાં અપાયા છે. ૨. આ કૃતિ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ-૧, પૃ.૨૪૭). ૩. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ-૧, પૃ. ૨૭). ૪-૫. આ છપાયેલ છે. એજન, પૃ. ૨૪૭. ૬. આ કૃતિ શ્રી અભયચંદ ભગવાનદાસે ઇ. સ. ૧૯૧૬માં છપાવી છે. એ માટે વિ. સં. ૧૬૭૨માં લખાયેલી હાથપોથીનો ઉપયોગ કરાયો છે. આ કૃતિનો ગુજરાતી અનુવાદ છપાયો છે. મેં ઘણાં વર્ષો ઉપર એને જે ગુજરાતી અનુવાદ કર્યો હતો તે હજી અપ્રસિદ્ધ છે. ૭. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૬. ૮. આ “ડાયમન્ડ જ્યુબિલિ પ્રેસ"ના વ્યવસ્થાપક તરફથી ઇ. સ. ૧૮૯૮માં અને “સરસ્વતી ગ્રંથમાલા'માં વિ. સં. ૧૯૭૬માં છપાયો છે. ૯. “વાયડ' ગામ ઉપરથી ‘વાયડા' બ્રાહ્મણો અને અને ‘વાયડા’ વાણિયા થયા છે. વળી જૈનોમાં ‘વાયડ’ (વાયટીય) ગચ્છ પણ નીકળ્યો છે. ૧૦. એમણે એક ગામમાં બ્રાહ્મણો અને શ્રાવકોને એક બીજાના પરમ સ્નેહી બનાવ્યા હતા. 7 . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy