SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : પ્રિ. આ. ૩૦૯-૩૧૩] ૧૬૯ વૃત્તિઓ-આના ઉપર કોઈકે વિ. સં. ૧૪૮૩ કરતાં પહેલાં વૃત્તિ રચી છે. આ ઉપરાંત વિ. સં. ૧૬૪માં પુણ્યસાગરગણિએ અને વિ સં. ૧૬૭૮માં “ખરતરમ્ ગચ્છના કમલમન્દિરગણિએ એકેક વૃત્તિ રચી છે. વિશેષમાં મુનિચન્દ્રસૂરિના શિષ્યવાદી દેવસૂરિએ અવચૂરિ રચી છે. ‘પ્રશ્નાવલિ ( )-“પત્રી' થી શરૂ થતી પંદર પદ્યની આ કૃતિ મુનિચન્દ્રસૂરિએ રચ્યાનું કેટલાક માને છે. એમાં પુછાયેલા પ્રશ્નોના ઉત્તર ક, ગ, ત, ન વગેરેની બારાખડીરૂપ છે. સંઘપટ્ટક (. વિ. સં. ૧૧૬૭)–આ ૪૦ પદ્યની કૃતિ ઉપર્યુક્ત જિનવલ્લભસૂરિએ રચી છે. 2 ૩૧૨ એ દ્વારા એમણે મુનિવરો વગેરેને સબોધનો ખ્યાલ કરાવ્યો છે. આમ આ જૈન નીતિને અંગેની કૃતિ છે. એ ધર્મશિક્ષાપ્રકરણની જેમ ચિત્તોડમાંના મહાવીર-જિનાલયના સ્તંભ ઉપર કોતરાવાઇ હતી. આનું ૩૮મું પદ્ય ચક્ર-બન્ધથી વિભૂષિત છે. એનું ચિત્ર મારા એક લેખ સહિત છપાયું છે". | વિવરણો–પ્રસ્તુત કૃતિ ઉપર “ખરતરમ્ ગચ્છના જિનપતિસૂરિએ ૩૬૦૦ શ્લોક જેવડી વૃત્તિ રચી છે. વળી હમ્મીરના પુત્ર લક્ષ્મીસને ૫૦૦ શ્લોક જેવડી લઘુ ટીકા વિ. સં. ૧૩૩૩માં રચી છે. આ ઉપરાંત ખરતર' ગચ્છના ઉપાધ્યાય સાધુકીર્તિએ વિ. સં. ૧૬૧૯માં એક ટીકા રચી છે. “ખરતર” ગચ્છના ઉપાધ્યાય અભયસોમના શિષ્ય હર્પરાજગણિએ પણ એક વૃત્તિ રચી છે. વિશેષમાં દેવરાજે વિ. સં. ૧૭૧૫માં પંજિકા, જિનવલ્લભ(?)ના શિષ્ય વિવૃતિ અને વિવેકરત્નસૂરિએ તેમજ અન્ય કોઇએ વૃત્તિ રચી છે. ભાષાન્તર–આ કોઈકે રચ્યું છે અને એ પ્રકાશિત છે. ધર્મશિક્ષાપ્રકરણ (ઉ. વિ. સં. ૧૧૬૭) –આના કર્તા પણ ઉપર્યુક્ત જિનવલ્લભસૂરિ છે એમણે P ૩૧૩ આ ૪૦ પદ્યોની કૃતિ દ્વારા ધાર્મિક ઉપદેશ આપ્યો છે અને એ દ્વારા “૧૮ બાબતો ઉપર પ્રકાશ પાડ્યો ૧. આ વર્ષમાં લખાયેલી હાથપોથી મળે છે. ૨. આ કૃતિ કોઇની અવચૂરિ સહિત સ્તોત્રરત્નાકર (ભા. ૨, પત્ર પપ-અ-૫૮-આ)માં પ્રસિદ્ધ કરાઇ છે. ૩. આ કૃતિ “ગા. પ. ગ્રં.માં ઈ. સ. ૧૯૨૭માં પ્રકાશિત કરાઈ છે. આ પૂર્વે આ કૃતિ “ખરતર' ગચ્છના સિરિની વૃત્તિ તેમજ ગુજરાતી ભાષાન્તર સહિત બાલાભાઈ છગનલાલ શાહે અમદાવાદથી ઇ. સ. ૧૯09માં છપાવી હતી. ૪. શિશુપાલવધ (સં.૧૯)નું ૧૨૦મું-અંતિમ પદ્ય “ચક્રબન્ધથી વિભૂષિત છે. ૫. જુઓ ABORI (VoL. XVII, pt. 1)ના ૮૫માં પૃષ્ઠ સામેનું પૃષ્ઠ. ૬, આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૩. ૭. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ-૨, ઉપખંડ-૧, પૃ. ૩૩૯) ૮. ત્રીજા પદ્યમાં આ બાબતો દર્શાવાઈ છે. આ રહ્યું એ પદ્ય – "भक्तिश्चैत्येषु सक्तिस्तपसि गुणिजने रक्तिरर्थे विरक्तिः । प्रीतिस्तत्त्वे प्रतीतिः शुभगुरुषु भवाद् भीतिरुद्धात्पनीतिः । क्षान्तिान्तिः स्वशान्तिमु सुखहतिरबलावान्तिरभ्रान्तिराप्ते । પ્ત ત્સિા વિથા તિથવિધ્વસ્ત્ર (? તું ) થી: પુરત વ્ર રૂ .” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy